Union
Budget 2023

Highlights

Home /News /national-international /Britain Royal Family: પ્રિન્સ હેરીએ બ્રિટનની રોયલ ફેમિલીને મેઘનની માફી માંગવા માટે કહ્યુ, જાણો સમગ્ર વિવાદ

Britain Royal Family: પ્રિન્સ હેરીએ બ્રિટનની રોયલ ફેમિલીને મેઘનની માફી માંગવા માટે કહ્યુ, જાણો સમગ્ર વિવાદ

બ્રિટનની રોયલ ફેમિલી (ડાબે), પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેઘન માર્કલ (ઉપર જમણે), પ્રિન્સ હેરીની આત્મકથા સ્પેર (નીચે જમણે)

Britain Royal Family: થોડા સમય પહેલાં જ બ્રિટનની રોયલ ફેમિલીના પ્રિન્સ હેરીની આત્મકથા ‘સ્પેર’ માર્કેટમાં આવ્યું છે. તેમાં પ્રિન્સે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યું છે.

    લંડનઃ હમણાં થોડા સમય પહેલાં જ બ્રિટનની રોયલ ફેમિલીના પ્રિન્સ હેરીનું પુસ્તક ‘સ્પેર’ બહાર પડ્યું છે. આ પુસ્તક પ્રિન્સ હેરીની આત્મકથા છે. તેમાં પ્રિન્સ હેરીએ ઘણાં ચોંકાવનારા દાવા કર્યા છે. ત્યારે હાલ ફરી એકવાર રોયલ ફેમિલી ચર્ચામાં આવી ગઈ છે. પ્રિન્સ હેરીએ તેમની આત્મકથામાં અનેક ચોંકાવનારા દાવા કર્યા છે. ત્યારે પ્રિન્સ હેરીએ બ્રિટનની રોયલ ફેમિલીને તેમની પત્ની મેઘન માર્કલની માફી માંગવાનું કહ્યુ છે. કારણ કે, તેમના પરિવારે મેઘન સાથે વિચિત્ર વર્તન કર્યુ હતું.

    ‘જરા બહાર આવો, પછી આગળ વધીશું’


    પ્રિન્સ હેરીએ બ્રિટનની રોયલ ફેમિલીને આ અંગે કહેતા જણાવ્યું હતું કે, ‘તમે જાણો છો કે તમે શું કર્યુ છે અને શા માટે કર્યું તે પણ જાણો છો. આ સાથે જ મને પણ જાણ છે કે તમે શું કર્યું છે. હવે તમે બહાર પડી ગયા છો. તો જરા બહાર આવો પછી આપણે બધા આગળ વધી શકીશું’ ઉલ્લેખનીય છે કે, પ્રિન્સે સ્પષ્ટ નથી કર્યુ કે તે માફી મંગાવવા માગે છે કે કેમ, પણ તેણે દાવો કર્યો હતો કે, ‘જો તેમણે લોકોની ચિંતાને પહેલા સાંભળી હોત તો અમારા અને રાજવી પરિવાર વચ્ચે આટલી મોટી તિરાડ ના પડી હોત.’

    આ પણ વાંચોઃ બ્રિટિશ રાજપરિવારમાં મારામારી, પ્રિંસ હેરીનો મોટો ખુલાસો

    ‘સ્તનપાન કરાવતી વખતે માર્કલના આંસુ આર્ચી પર પડતા હતા’


    પ્રિન્સ હેરી તેમના નવા પુસ્તકમાં દાવો કરે છે કે, ‘શાહી પરિવારના સભ્યો મેઘન વિશેના નકારાત્મક લેખો સહિતની માહિતી નિયમિતપણે પ્રેસને માહિતી આપતા હતા. જે લોકો અમારું રક્ષણ કરતા હતા તે પણ આ સ્ટોરીમાં સામેલ હતા. તેઓ પણ હું લંડનથી ફ્રેગમોર પાછો આવું ત્યાં સુધી મારી પત્નીનો શાબ્દિક વિનાશ કરતા હતા. ત્યાં સુધી કે આર્ચનો જન્મ થયો અને તેને સ્તનપાન કરાવતી વખતે માર્કેલના આંસુ આર્ચી પર પડતા હતા.’


    ઘણાં લોકોએ હેરીની ટીકા કરી


    બીજી તરફ, ઘણાં લોકોએ હેરીની તેમના પરિવારના સભ્યો સાથેની ખાનગી વાતચીત અને ગંભીર વિગતો શેર કરવા બદલ ટીકા કરી છે. જો કે, પ્રિન્સે દાવો કર્યો હતો કે, ‘અન્ય ઘણી વિગતો એવી છે કે જે તેણે શેર નથી કરી. કારણ કે, તે નથી ઇચ્છતો કે દુનિયાને ખબર પડશે તો દુનિયા તેમના પરિવારને ક્યારેય માફ નહીં કરે.’ત્યારે હેરીએ તેમના પરિવારના સભ્યોને મેઘનની માફી માંગવા માટે જણાવ્યું હતું જો કે, તે કયા કારણોસર માફી માગવાનું જણાવ્યું હતું તે સામે આવ્યું નથી. હેરી કહે છે કે, ‘હું ઇચ્છું છું કે તમે (રોયલ ફેમિલી) મારી સાથે બેસીને યોગ્ય રીતે વાતચીત કરો.’

    આ પણ વાંચોઃ ક્વિન એલિઝાબેથના અંતિમસંસ્કારમાં પ્રિન્સ હેરીએ કેમ સૈનિક યુનિફોર્મ ના પહેર્યો?

    ટેલિગ્રાફના ઇન્ટરવ્યૂમાં શું કહ્યુ?


    હેરીએ ધ ટેલિગ્રાફને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેણે કહ્યુ હતુ કે, ‘આ રાજાશાહીને ખતમ કરવાનો પ્રયાસ નથી. આ તેમને પોતાનાથી બચાવવાનો પ્રયાસ છે અને મને ખબર છે કે આ કહેવા માટે મને અનેક લોકો વધસ્તંભ પર પણ ચડાવશે.’ હેરીએ રોયલ ફેમિલીને કેટલાક ફેરફાર કરવાનું સૂચન પણ કર્યુ હતુ. તેમણે રોયલ ફેમિલીની નિંદા કરતા કહ્યુ હતુ કે,‘મારા અને મેઘન પર લાગેલી 10 ટકા સ્ક્રૂટિની જો ઇન્સ્ટિટ્યૂશન પર લગાવવામાં આવી હોત તો આજે અમે આ પરિસ્થિતિમાં ના હોત.’ તેમણે આગળ જણાવ્યુ હતુ કે, ‘આ બહુ જ ખરાબ છે. બહુ જ અંધકારમય છે અને આ ચાલે છે, ચાલતુ રહેશે. હું એ દિવસની રાહ જોઉં છું કે જ્યારે હું આ બધાનો હિસ્સો નહીં હોઉં પણ મને ચિંતા છે કે હવે આગામી કોણ હશે.’
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: BRITAIN, Meghan markle, Prince harry, Royal family

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन