સાથી પક્ષની ભાજપને ધમકી: અમને ગણશો નહીં, તો જોવા જેવી થશે’

જો ભાજપ તેના નાના સાથી પક્ષોનું સાંભળશે નહીં તો તે કોઇ પણ હદે જવા તૈયાર છે

જો ભાજપ તેના નાના સાથી પક્ષોનું સાંભળશે નહીં તો તે કોઇ પણ હદે જવા તૈયાર છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ભારતીય જનતા પાર્ટીનાં ઉત્તર પ્રદેશનાં સાથી પક્ષ અપના દળે ભાજપ સામે બાંયો ચઢાવી અને દાણો દાબ્યો કે, જો ભાજપ તેના નાના સાથી પક્ષોનું સાંભળશે નહીં તો તે કોઇ પણ હદે જવા તૈયાર છે.

  અપના દળ (સોનેવાલ)નાં પ્રમુખ આશિષ પટેલે જણાવ્યું કે, તેમનો પક્ષ ગમે તે નિર્ણય લેવા તૈયાર છે. જો કે, આગામી શું નિર્ણય લેશે તે વિશે કશું કહેવાની ના પાડી.

  તેમણે કહ્યું કે, અમારો પક્ષ ભાજપ સાથે 2014થી ગઠબંધનમાં છે. અમે પ્રમાણિક્તાપુર્વક કામ કરીએ છીએ. પણ ઉત્તરપ્રદેશમાં તે અમને માન મળવુ જોઇએ તે મળતું નથી”

  આ પછી અપના દળનાં વડાએ ભાજપને ધમકી આપતા કહ્યું કે, જો તમે તમારુ વર્તન સુધારશો નહીં તો, અમારા નેતા કેન્દ્રિય મંત્રી અનુપ્રિયા પટેલ ગમે તે નિર્ણય લેશે.”

  તેમણે ભાજપને કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં દલિતો અને પછાત વર્ગોની અવગણના કરે છે તે બંધ કરે. અમારા પક્ષનાં કેન્દ્રિય મંત્રી છે પણ તેમને સરકાર જ કાર્યક્રમમાં બોલાવતી નથી.

  અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે. કેમ કે, એક પછી એક તેના સાથી પક્ષો તેમો છેડો ફાડી રહ્યા છે. આજે સોમવારે ભાજપનાં સાથી પક્ષ આસામ ગાના પરિષદે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. આસામમાં ચાલી રહેલા સિટીઝનશીપ બિલ મામલે આસામ ગાના પરીષદે ભાજપ સાથે છેડો ફાડ્યો છે.

  આસામનાં પૂર્વ મુખ્યમંત્રી પ્રફુલ્લા મહંતાએ કહ્યું હતુ કે, તેમની પાર્ટી ભાજપ સાથે કેટલા મહત્વનાં મુદ્દાઓ પર મતભેદનાં કારણે છેડો ફાડે છે. અમે ભાજપ સાથે આસામ અકોર્ડ મામલે સમજણ સાથે ગઠબંધન કર્યુ હતુ. પણ નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં સિટીઝનશીપ (અમેન્ડમેન્ટ) બીલ 2016 રજૂ કરીને અમારી સાથે થયેલી સમજૂતીનો ભંગ કર્યો છે.”

  આસામ ગાના પરીષદનાં પ્રમુખે આ પહેલા ભાજપનાં રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહને આ અંગે પત્ર લખીને જાણ કરી હતી અને તેમના મતભેદ વિશે વાત કરી હતી.

  આસામમાં 126 બેઠકોમાં ભાજપ અને તેના સાથી પક્ષો પાસે 86 બેઠકો છે. જેમાં 60 બેઠકો ભાજપ પાસે છે. 14 બેઠકો આસામ ગાના પરીષદ પાસે છે. આસામ ગાના પરીષદે છેડો ફાડવાથી આસામમાં ભાજપની સરકારને કોઇ ખતરો ઉભો થતો નથી. પણ લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે આસામનાં કેટલા ભાગોમાં તેની અસર ઉભી થઇ શકે છે.

  આ પહેલા, કોંગ્રેસનાં નેતા અને સાંસદ શશી થરુરે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ભાજપ એ હવે ડુબતુ જહાજ છે એટલા માટે તેના સાથી પક્ષો તેને તરછોડીને ભાગી રહ્યા છે. આ એક મહત્વની નિશાની છે.

  શશી થરુરે ભારતીય જનતા પાર્ટી પર ચાબખા મારતા કહ્યું કે, ભાજપને એ ભાન થવુ જોઇએ કે, જો તેના સાથી પક્ષો જ તેનાથી નારાજ હોય તો આખા દેશની જનતા તેનાથી કેટલી નારાજ હશે ?
  First published: