હવે ચલણી નોટો ગણવાની સાથે વાયરસ મૂક્ત કરશે આ મશીન, અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીની કમાલ

News18 Gujarati
Updated: July 17, 2020, 4:18 PM IST
હવે ચલણી નોટો ગણવાની સાથે વાયરસ મૂક્ત કરશે આ મશીન, અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીની કમાલ
હવે ગણતરી સાથે સેનિટાઇઝ પણ થશે રૂપિયા, વિદ્યાર્થીએ બનાવ્યું ખાસ મશીન

આ મશીન બનાવવામાં ફક્ત 14 થી 15 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ના ફેલાવાને રોકવા માટે આજે દરેક વસ્તુને સેનિટાઇઝ કરવામાં આવી રહી છે. સેનિટાઇઝેનના આ ગાળામાં એપીજી અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીના (APJ Abdul Kalam Technical University)સ્ટૂડન્ટ્સે દાવો કર્યો છે કે તેણે એવું મશીન બનાવ્યું છે જે ફક્ત નોટોની ગણતરી જ કરતું નથી પણ તેને સેનિટાઇઝ પણ કરે છે. આ મશીનને બનાવનાર સ્ટૂડન્ટ્સ અનુજ શર્મા અને તેની ટીમનો દાવો છે કે નોટોને સેનિટાઇઝ કરનાર આ મશીન બનાવવામાં ફક્ત 14 થી 15 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે.

આ મશીનના ફોટોમાં તમને સ્પષ્ટ દેખાય છે કે મશીનમાં એક ખાસ સેનિટાઇઝર લગાવેલું છે. જે આરામથી સાફ-સફાઇને ધ્યાનમાં રાખીને પૈસાને ગણી શકે છે. સૌથી સારી વાત એ છે કે કોરોના વાયરસની મહામારી વચ્ચે આ મશીન લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા મશીનને બનાવનાર અનુજ શર્માએ જણાવ્યું હતું કે આ મશીન એક મિનિટમાં 200 નોટને ગણવાની ક્ષમતા રાખે છે.

આ પણ વાંચો  - ભારત માટે 50 કરોડ કોરોના વેક્સીન ડોઝ બનાવવાનું બીડુ આ વ્યક્તિએ ઉઠાવ્યુંજ્યારથી આ ખાસ મશીનનો ફોટો સોશિયલ મીડિયા પર આવ્યો છે ત્યારથી આ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. લોકો નોટ સેનિટાઇઝ કરનાર મશીનની પ્રશંસા કરતા થાકતા નથી. સોશિયલ મીડિયા પર યૂઝર એપીજે અબ્દુલ કમાલ ટેકનિક વિશ્વવિદ્યાલયના અનુજ શર્મા અને તેમની ટીમને અભિનંદન આપી રહ્યા છે.

ન્યૂઝ એજન્સી દ્વારા કરવામાં આવેલા આ ટ્વિટ પર અત્યાર સુધીમાં 400થી વધારે લાઇક્સ અને 50 રિટ્વિટ આવ્યા છે. લોકો પોસ્ટની નીચે પોસ્ટની નીચે કોમેન્ટમાં પ્રશંસા કરી રહ્યા છે.

ટ્વિટર યૂઝર સુરજ દુબેએ આ મશીનને જોતા કહ્યું છે કે આવશ્યકતા જ અવિષ્કારની જનની છે અને આ બાળકોએ આ સાબિત કરી બતાવ્યું છે.
Published by: Ashish Goyal
First published: July 17, 2020, 3:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading