Home /News /national-international /Aparna Yadav Joins BJP: અપર્ણા યાદવ ભાજપમાં જોડાયા, મુલાયમની નાની વહુનો અખિલેશને મોટો ઝટકો

Aparna Yadav Joins BJP: અપર્ણા યાદવ ભાજપમાં જોડાયા, મુલાયમની નાની વહુનો અખિલેશને મોટો ઝટકો

Aparna Yadav Joins BJP: ઉત્તર પ્રદેશ (UP Election)માં વિધાનસભાની ચૂંટણી પહેલા યુપીના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. મુલાયમસિંહ યાદવ (Mulayam Singh Yadav)ની નાની વહુ અપર્ણા યાદવ (Aparna Yadav) આજે ભાજપ (BJP)માં જોડાઈ ગયા છે.

Aparna Yadav Joins BJP: ઉત્તર પ્રદેશ (UP Election)માં વિધાનસભાની ચૂંટણી પહેલા યુપીના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. મુલાયમસિંહ યાદવ (Mulayam Singh Yadav)ની નાની વહુ અપર્ણા યાદવ (Aparna Yadav) આજે ભાજપ (BJP)માં જોડાઈ ગયા છે.

    લખનઉ: ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી (UP Election 2022) પહેલા રાજકારણમાં મોટો ખળભળાટ મચી ગયો છે. મુલાયમસિંહ યાદવ (Mulayam Singh Yadav)ની નાની વહુ અપર્ણા યાદવ આજે ભાજપમાં જોડાઈ છે. અપર્ણા યાદવ (Aparna Yadav Joins BJP)ની એન્ટ્રીથી સપામાં તોડફોડ તો થઈ જ છે પરંતુ મુલાયમ સિંહ યાદવની નાની વહુએ સપા પ્રમુખ અખિલેશ યાદવને મોટો ફટકો માર્યો છે.

    યુપી વિધાનસભા ચૂંટણી 2022 પહેલા ભાજપમાં જોડાયા બાદ અપર્ણા યાદવે કહ્યું હતું કે, "હું ભાજપની ખૂબ આભારી છું. મારા માટે દેશ હંમેશાં પ્રથમ આવે છે. હું પીએમ મોદીના કામની પ્રશંસા કરું છું."

    વાસ્તવમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા યાદવ આજે યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતિકની પત્ની અપર્ણા યાદવ 2017ની ચૂંટણીમાં લખનઉ કેન્ટ વિધાનસભાથી સપા પાર્ટીની ટિકિટ પર હારી ગયા હતા.

    આ પણ વાંચો: UP Elections Opinion Poll: ઉત્તર પ્રદેશમાં કોની બનશે સરકાર, જાણો શું કહે છે ઓપિનિયન પોલના પરિણામ?

    ભાજપને હાથ પકડ્યા બાદ અપર્ણા યાદવે કહ્યું કે, "હું વડા પ્રધાન મોદીજી અને રાષ્ટ્રીય અઘ્યક્ષનો આભાર માનું છું. હું ઉત્તર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને અનિલ બલુનીજીનો આભાર માનું છું. હું વડા પ્રધાનથી પ્રભાવિત પહેલાથી જ હતી, મારા માટે પ્રથમ રાષ્ટ્ર છે. હવે હું રાષ્ટ્રની પૂજા કરવા નીકળી છું. તમારો સહકાર અનિવાર્ય છે. એટલુ જ કહીશ કે હું મારી ક્ષમતા અનુસાર જે કરી શકું તે કરીશ.

    આ પણ વાંચો: UP election: સુરતની સાડીઓનો ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં રહેશે દબદબો, BJPના કેમ્પેઇનમાં છે મહત્ત્વપૂર્ણ

    ભાજપના અનેક મંત્રીઓ-ધારાસભ્યો થઈ ચૂક્યા છે સપાઈ
    ઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં જ નેતાઓએ પક્ષ બદલવાનું શરૂ કરી દીધું છે. યોગી આદિત્યનાથ સરકારમાં મંત્રી રહેલા સ્વામી પ્રસાદ મૌર્ય, ધરમસિંહ સાઇની જેવા વરિષ્ઠ નેતાઓ સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. આ ઉપરાંત ભાજપના અનેક ધારાસભ્યો પણ સપામાં જોડાયા છે. અન્ય નાના પક્ષોના અસરકારક નેતાઓ પણ તેમના પક્ષ બદલવા લાગ્યા છે.

    આ પણ વાંચો: UP Assembly Election: હું OBC છોકરી છું, તેથી મને ટિકિટ ન મળી, કોંગ્રેસની પોસ્ટર ગર્લે પાર્ટી પર લગાવ્યા ગંભીર આરોપ

    યુપીમાં ક્યારે ક્યારે છે વોટિંગ
    જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશની 403 વિધાનસભા બેઠકો માટે 10 ફેબ્રુઆરીથી સાત તબક્કામાં મતદાન શરૂ થશે. ઉત્તર પ્રદેશમાં અન્ય તબક્કામાં 14, 20, 23, 27 ફેબ્રુઆરી, 3 અને 7 માર્ચે મતદાન યોજાશે. યુપીની ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે. 2017ની ચૂંટણીમાં ભાજપે અહીંની 403 બેઠકોમાંથી 325 બેઠકો જીતી હતી. સપા અને કોંગ્રેસે સાથે મળીને ચૂંટણી લડી હતી. સપાએ માત્ર 47 બેઠકો અને કોંગ્રેસને 7 બેઠકો જીતી હતી. માયાવતીની બસપા 19 બેઠકો જીતવામાં સફળ રહી હતી. ત્યાં જ અન્ય દ્વારા 4 બેઠકો કબજે કરવામાં આવી હતી.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: BJP News, Political, Samajvadi Party, UP Elections 2022, દેશ વિદેશ

    विज्ञापन
    विज्ञापन