મુલાયમ યાદવની પુત્રવધૂએ પ્રિયંકાના કર્યાં વખાણ, 'અખિલેશ ભૈયા'ને તાકિદ!

News18 Gujarati
Updated: February 13, 2019, 4:09 PM IST
મુલાયમ યાદવની પુત્રવધૂએ પ્રિયંકાના કર્યાં વખાણ, 'અખિલેશ ભૈયા'ને તાકિદ!
પતિ પ્રતિક યાદવી સાથે અપર્ણા યાદવ

અપર્ણા યાદવને જ્યારે ચૂંટણી લડવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, "મેં ભૈયાજી (અખિલેશ યાદવ) સાથે વાત કરી છે. જો તેઓ મને સારી બેઠક આપશે તો હું ચોક્કસ ચૂંટણી લડીશ."

  • Share this:
લખનઉ : પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશથી રાજકીય કારકિર્દી શરૂ કરી છે, આ સમયે ઉત્તર પ્રદેશની જ એક મહિલા તેની તમામ ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહી છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ અપર્ણા યાદવ છે. અપર્ણા યાદવ મુલાયમસિંહની નાની પુત્રવધૂ છે. 2017ની ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં તે ભાજપના રીટા બહુગુણા જોશી સામે ચૂંટણી હારી ગઈ હતી. અપર્ણાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન બહું સારું કામ કરી શકતું હતું.

અપર્ણાએ એનડીટીવી સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "પ્રિયંકાના આવા પગલાંની હું ખરેખર પ્રશંસા કરું છું. રાજકારણમાં તેણી નિષ્પક્ષ રહી શકે છે. મને બરાબર યાદ છે કે એક સંયુક્ત પત્રકાર પરિષદમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના ચહેરા તરીકે શિલા દિક્ષિતનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. જો એ સમયે પ્રિયંકા ગાંધીનું નામ જાહેર કર્યું હોત તો આજે ચિત્ર કંઈક અલગ જ હોત."

નોંધનીય છે કે અપર્ણા યાદવ અનેક વખત પોતાના જેઠ એટલે કે અખિલેશ યાદવ વિરુદ્ધ પણ બોલી ચુકી છે. અપર્ણા અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવને સમર્થન આપતી હતી. જેમણે ચૂંટણીમાં હાર બાદ સમાજવાદી પાર્ટી છોડી દીધી હતી. જોકે, અપર્ણાએ શિવપાલ યાદવની પાર્ટી સાથે જોડાવવાનો કોઈ ઈરાદો વ્યક્ત કર્યો ન હતો.

આ પણ વાંચો : પ્રિયંકા ગાંધીએ લખનઉમાં કોંગ્રેસના કાર્યકરો સાથે આખી રાત કરી બેઠક

અર્પણાએ કહ્યું કે, "અમે અમારા કાકાને જે મદદ જોઈતી હશે તે કરીશું. જોકે, 2019ની લોકસભાની ચૂંટણીમાં હું નેતાજીને (મુલાયમ સિંઘ)ની મૈનપુરી બેઠક પરથી વિજેતા બનાવવા માટે તમામ મદદ કરીશ." નોંધનીય છે કે શિવપાલ યાદવે સમાજવાદી પાર્ટી સાથે છેડો ફાડી લીધા બાદ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના નામે નવી પાર્ટી શરૂ કરી છે.

અપર્ણા યાદવને જ્યારે ચૂંટણી લડવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે,
"મેં ભૈયાજી (અખિલેશ યાદવ) સાથે વાત કરી છે. જો તેઓ મને સારી બેઠક આપશે તો હું ચોક્કસ ચૂંટણી લડીશ."
આ પ્રસંગે અપર્ણાએ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચેના ગઠબંધન વિશે પણ વાત કરી હતી. અપર્ણાએ કહ્યું કે, "માયાવતી અને ભૈયાજીએ કાર્યકરોને સાથે મળીને કામ કરવાનું કહ્યું છે, પરંતુ મોટા ભાગની જગ્યાએ કાર્યકરો સાથે મળીને કામ નથી કરી રહ્યા. કારણ કે તેઓ હંમેશા એક બીજા સામે લડતા આવ્યા છે. આજ કારણે તેઓ એક નથી થઈ શકતા."
First published: February 13, 2019, 1:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading