Home /News /national-international /

રિક્ષા પર હાઇટેન્શન તાર પડતા પાંચ મહિલા જીવતી ભડથું થઈ ગઈ, અરેરાટી ભર્યો બનાવ

રિક્ષા પર હાઇટેન્શન તાર પડતા પાંચ મહિલા જીવતી ભડથું થઈ ગઈ, અરેરાટી ભર્યો બનાવ

પાંચ મહિલા જીવતી સળગી ગઈ.

Andhra Pradesh 5 woman bunt alive: એવી માહિતી મળી છે કે રિક્ષામાં કુલ 10 મહિલા સવાર હતી. જેમાંથી પાંચ મહિલા જીવતી ભડથું થઈ ગઈ હતી.

    નવી દિલ્હી: આંધ્ર પ્રદેશમાં ખૂબ જ દર્દનાક બનાવ સામે આવ્યો છે. જેમાં એક સાથે પાંચ મહિલા જીવતી સળગી (5 women burnt alive) ગઈ છે. મહિલાઓ રિક્ષામાં સવાર થઈને જઈ રહી હતી તે દરમિયાન વીજળીનો જીવતો વાયરલ રિક્ષા પર પડ્યો હતો. જે બાદમાં રિક્ષા ભડભડ સળગવા લાગી હતી. આગમાં રિક્ષામાં સવાર પાંચ મહિલા જીવતા ભડથું થઈ ગઈ હતી. આ બનાવ આંધ્ર પ્રદેશના સત્યસાંઈ જિલ્લા (Satyasai district)માં બન્યો હતો. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીએ મૃતકના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ મુખ્યમંત્રીએ બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારામાં સારી સારવાર મળે તે માટે તંત્રને આદેશ કર્યો છે. આ ઉપરાંત સરકારી ઇલેક્ટ્રિક કંપની તરફથી બનાવ અંગે ઉંડી તપાસનો આદેશ પણ આપવામાં આવ્યો છે. અકસ્માત બાદ જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ડરામણા છે. રિક્ષા સાથે મહિલાઓનાં મૃતદેહો પણ બળીને ખાખ થઈ ગયા હતા.

    મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાઓ એક રિક્ષામાં સવાર થઈને ખેતી કામ કરવા માટે જઈ રહી હતી. આ દરમિયાન એક હાઇટેન્શન ઇલેક્ટ્રિક વાયર તૂટીને રિક્ષા પર પડ્યો (Electric wires fell on Auto rickshaw) હતો. જે બાદમાં રિક્ષામાં આગ લાગી ગઈ હતી. એવી માહિતી મળી છે કે રિક્ષામાં કુલ 10 મહિલા સવાર હતી. જેમાંથી પાંચ મહિલા જીવતી ભડથું થઈ ગઈ હતી.

    સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા એક અઠવાડિયાથી ઇલેક્ટ્રિક હાઇ ટેન્શન વાયર લટકી રહ્યો હતો. તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં આ મામલે કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા.

    આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેનું મુખ્યમંત્રી પદેથી રાજીનામું, મહારાષ્ટ્રમાં હવે શું થશે?

    મૃતક મહિલાઓ:


    મૃતક મહિલાઓમાં 32 વર્ષીય કંથમ્મા, કુમારી (ઉં.વ 36), લક્ષ્મી (ઉં.વ. 30), રમુલામ્મા (ઉ.વ.35) અને રત્નમ્મા (ઉં.વ. 34)નો સમાવેશ થાય છે.

    તપાસના આદેશ અપાયા


    આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ ઘટના પણ દુઃખ વ્યક્ત ર્યું છે. આ સાથે જ તેમણે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારામાં સારી સારવાર મળે તે માટે આદેશ કર્યો છે. આ ઉપરાંત વીજ કંપની APSPDCL ના સીએમડી હરીનાથ રાવે આ બનાવ અંગે ઊંડી તપાસ કરવાનો આદેશ કર્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Andhra Pradesh, Electricity, અકસ્માત, ઓટો રીક્ષા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन