અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કાશ્મીર પર મધ્યસ્થતાની વાત કહી છે. આ અહેવાલ મીડિયામાં આવ્યા બાદ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કરી દીધું છે કે ભારત કાશ્મીર પર જો ચર્ચા કરશે તો માત્ર પાકિસ્તાન સાથે કરશે અને તેના માટે કોઈ પણ દેશની મધ્યસ્થતાની જરૂર નથી. વિદેશ મંત્રી જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓ સાથે ચર્ચા દરમિયાન કહ્યું કે ભારત કાશ્મીર મુદ્દે કોઈ પણ દેશને સામેલ નહીં કરાય. તે દ્વિપક્ષીય મંત્રણા હશે.
વિદેશ મંત્રીએ શુક્રવારે બેન્કોકમાં પોતાના અમેરિકન સમકક્ષની સાથે મુલાકાત કરી એન ક્ષેત્રીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી. બેઠક બાદ તેઓએ ટ્વિટ કર્યુ કે તેઓએ કાશ્મીર પર ભારતના વલણને પોમ્પેઓને જણાવી દીધું છે. તેઓએ કહ્યું કે કાશ્મીર પર કોઈ પણ ચર્ચા જો હશે તો તે પાકિસ્તાનની સાથે દ્વિપક્ષીય રૂપમાં હશે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર છે કે તેઓ આ મુદ્દે અમેરિકાનો સહયોગ ઈચ્છે છે કે નહીં. તેઓએ કહ્યું કે મોદી અને ઈમરાન શાનદાર લોકો છે. જો તેઓ ઈચ્છે છે કે છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલી રહેલા આ ગંભીર મુદ્દા પર કોઈ હસ્તક્ષેપ કરે તો અમે તૈયાર છીએ. ટ્રમ્પે ફરી પુનરાવર્તન કર્યુ કે મેં આ મુદ્દાને લઈ પાકિસ્તાન અને ભારતના વડાપ્રધાન સાથે વાત કરી છે.
ટ્રમ્પે ભાર મૂકતાં કહ્યું કે, ભારત અને પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને લઈ લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે. એવામાં જો તેઓ ઈચ્છે તો હસ્તક્ષેપ કરવા માટે તૈયાર છું.
US President Donald Trump: If they wanted somebody to intervene(on Kashmir issue) or to help them... and I spoke with Pakistan about that, and I spoke, frankly, to India about it. But that’s been going on, that battle, for a long time. https://t.co/7XPKLzzCKU
ટ્રમ્પે દાવો કર્યો કે મોદી અને તેઓએ ગત મહિને જી-20 શિખર સંમેલન સમયે જાપાનના ઓસાકામાં કાશ્મીર મુદ્દે ચર્ચા કરી, જ્યાં ભારતીય વડાપ્રધાને કાશ્મીર પર ત્રીજા પક્ષની મધ્યસ્થતાની રજૂઆત કરી. ટ્રમ્પે કહ્યું કે, હું બે સપ્તાહ પહેલા વડાપ્રધાન મોદીની સાથે હતો અને અમે આ વિષય (કાશ્મીર) વિશે વાત કરી. તેઓએ સાચે જ કહ્યું કે, શું તમે મધ્યસ્થ બનવા માંગો છો? મેં કહ્યું, ક્યાં? (મોદીએ કહ્યુ) કાશ્મીર.
શું છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે, ખોટા નિવેદનને લઈ ચર્ચામાં રહેનારા ટ્રમ્પે દાવો કર્યો હતો કે વડાપ્રધાન મોદીએ તેમના કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા માટે કહ્યું. ટ્રમ્પે એક સવાલના જવાબમાં કહ્યું કે, જો હું મદદ કરી શકું છું, તો હું મધ્યસ્થ બનવાનું પસંદ કરીશ. જો હું મદદ માટે કંઈ પણ કરી શકું તો મને જણાવજો. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ મદદ માટે તૈયાર છે, જો બંને દેશ તેના માટે કહેશે તો. પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જાન્યુઆરી 2016માં પઠાણકોટ એરબેઝમાં થયેલા હુમલા બાદથી પાકિસ્તાન સાથે વાતચીત બંધ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર