મોદીને લખેલા ખુલ્લા પત્ર મામલે 49 હસ્તી સામે FIR, હવે આ 180 લોકો કર્યો વિરોધ

મૉબ લિંચિંગના વિરુદ્ઘ ઓપન લેટર લખનારી 49 જાણીતી હસ્તીઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ થઇ છે. આ વાતના વિરોધમાં હવે 180 જાણીતા લોકોએ વિરોધ નોંધાવ્યો છે.

News18 Gujarati
Updated: October 9, 2019, 1:35 PM IST
મોદીને લખેલા ખુલ્લા પત્ર મામલે 49 હસ્તી સામે FIR, હવે આ 180 લોકો કર્યો વિરોધ
પ્રતીકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 9, 2019, 1:35 PM IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મૉબ લિચિંગ મામલે જે 49 જાણીતી સેલિબ્રીટીએ ખુલ્લો પત્ર લખ્યો હતો, તેમની પર FIR દાખલ કરવામાં આવી છે. આ મામલે હવે 180 અન્ય જાણીતા લોકોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. જેમાં અભિનેતા નસીરુદ્દીન શાહથી લઇને જાણીતા ઇતિહાસકાર રોમિલા થાપરનું નામ પણ જોડાયું છે. આ સેલિબ્રિટીઓએ પણ એક ઓપન લેટર જાહેર કર્યો છે. અને તેની પર આ બધાએ પોતાના હસ્તાક્ષર કર્યા છે. સોમવારે જાહેર કરવામાં આવેલા આ ઓપન લૅટરમાં તે લોકોએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનને ખુલ્લો પત્ર લખવો દેશદ્રોહ કેવી રીતે થઇ શકે?

આ પત્રમાં લખવામાં આવ્યું છે કે અમારા જ 49 સાથીઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. શું તેમના પર એટલા માટે એફઆઇઆર દાખલ કરવામાં આવી કારણ કે તે સમાજના એક જવાબદાર નાગરિક છે? અને તેમણે પોતાની ચિંતાઓ વ્યક્ત કરવા અવાજ ઉઠાવ્યો છે? શું દેશમાં સતત મૉબ લિંચિંગ થવું અને તે પર ચિંતા વ્યક્ત કરવું ખોટું છે?

તમને જણાવી દઇએ કે મુજફ્ફરપુરમાં શ્યામ બેનેગલ અને 48 અન્ય હસ્તીઓ વિરુદ્ધ 3 ઓક્ટોબરના રોજ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ લોકોમાં અનુરાગ કશ્યપ, અપર્ણા સેન, મણિરત્નમ, અડૂર ગોપાલકુષ્ણન, સૌમિત્ર ચેટર્જી, શુભા મુદ્દલ અને ઇતિહાસકાર રામચંદ્ર ગુહા પણ સામેલ છે.

આ મામલે શ્યામ બેનેગલે કહ્યું કે આ પત્ર ખાલી એક અપીલ હતી. આ એક વડાપ્રધાનને અપીલ કરતો પત્ર હતો. ના કે કોઇ ધમકી કે અન્ય વાત"
જો કે એનડીટીવી પર વાત કરતા બિહાર પોલીસ ચીફે તે વાતનું આશ્વાસન આપ્યું છે કે આ મામલે ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટેના કહેવા પર રજિસ્ટર કરવામાં આવ્યો છે. અને આ અંગે નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પત્રમાં લખ્યું હતું કે મુસલમાનો, દલિતો અને અન્ય અલ્પસંખ્યકોને ભીડ દ્વારા મારીને હત્યા કરવામાં આવે છે જેને તાત્કાલિક ધોરણે રોકવું જોઇએ. સંતોષ વિનાની લોકશાહી ના હોય અને જયશ્રીરામ હવે ભડકાઉ નારો બની ગયું છે.
First published: October 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...