મનમોહન સિંઘ કહેશે તો રિલીઝ થતા પહેલા તેમને ફિલ્મ બતાવીશું: અનુપમ ખેર

News18 Gujarati
Updated: December 29, 2018, 2:17 PM IST
મનમોહન સિંઘ કહેશે તો રિલીઝ થતા પહેલા તેમને ફિલ્મ બતાવીશું: અનુપમ ખેર
મનમોહન સિંઘનાં રોલમાં અનુપમ ખેર

આ ફિલ્મ વિજય રત્નાકર ગુટ્ટેએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, આહના કુમરા અને અર્જુન માથુર વગેરેનો રોલ છે

  • Share this:
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘના જીવન પર બનેલી ફિલ્મ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનીસ્ટર રિલીઝ થતા પહેલા વિવાદમાં ફસાઇ છે અને કેટલાક કોંગ્રેસી નેતાઓએ આ ફિલ્મ રિલીઝ થતા પહેલા વિશેષ સ્કિનીંગ કરવામાં આવે તેવી માંગણી કરી છે.

જો કે, આ ફિલ્મમાં મનમોનહ સિંઘનું પાત્ર ભજવનાર અને જાણિતા અભિનેતા અનુપમ ખેરે સ્પષ્ટ કર્યુ કે, જો મનમોહન સિંઘ પોતે માંગણી કરશે તો તેમના માટે રિલીઝ થતા પહેલા વિશેષ સ્ક્રિનીંગ કરવામાં આવશે પણ બીજા કોઇ માટે વિશેષ સ્ક્રિનીંગ કરવામાં આવશે નહીં. અનુપમ ખેર ભાજપ સાથે જોડાયેલા છે અને તેથી કોંગ્રેસે એવી શંકા વ્યક્ત કરી છે કે, 2019ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની આ એક ગેમ છે.

આ પહેલા, શુક્રવારે મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસનાં પ્રમુખ સત્યજીત તામ્બે પાટિલે ફિલ્મનાં પ્રોડ્યુસરને પત્ર લખીનાં ફિલ્મ રિલીઝ થતા પહેલા વિશેષ સ્ક્રિનીંગની માંગણી કરી હતી. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ચુક્યુ છે અને તેમાં સત્યને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યુ છે તેવો આરોપ લગાવ્યો હતો.

પત્રકારો સાથે વાતચીત કરતા અનુપમ ખેરે કહ્યું કે, ફિલ્મ રિલીઝ થાય તે પહેલા કોઇ પણ વ્યક્તિ વિશેષ સ્ક્રિનીંગની માગણીનો હક્ક નથી. આ ફિલ્મ એક સત્યઘટના પર આધારિત લખાયેલા પુસ્તક પર આધારિત છે અને તેમાં સત્ય સાથે કોઇ તોડજોડ કરવામાં આવી નથી. અમે કાયદાકીય રીતે તમામ બાબતોની વળગ્યા છીએ. ફિલ્મમાં જે વાત દર્શાવવામાં આવી છે તે પહેલેથી જ લોકો જાણે છે. જો પછી લોકોને પ્રશ્ન શા માટે છે ? અમે સેન્સર બોર્ડને ફિલ્મ બતાવી છે, બસ. આટલુ પુરતુ છે.”

જો કે, અનુપમ ખેરે કહ્યું કે, જો મનમોહન સિંઘે માંગણી કરશે તો તેમના માટે વિશેષ સ્ક્રિનીંગની વ્યવસ્થા કરીશું.

આ ફિલ્મ વિજય રત્નાકર ગુટ્ટેએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, આહના કુમરા અને અર્જુન માથુર વગેરેનો રોલ છે.  કોંગ્રેસે આ ફિલ્મને યોગ્ય ગણાવી નથી પણ ભારતીય જનતા પાર્ટીએ આ ફિલ્મને પ્રમોટ કરે છે અને ફિલ્મનાં ટ્રેલરને તેના ઓફિલીયલ ટ્વીટર પર શેર પણ કર્યુ હતું. આથી, વિવાદ વધુ વકર્યો છે.આ ફિલ્મ 11 જાન્યુઆરીનાં રોજ થિયેટરોમાં રિલીઝ થશે.

 
First published: December 29, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading