Home /News /national-international /

નસીરુદ્દીનના નિવેદન પર બોલ્યા અનુપમ: સેના પર પથ્થર ફેંકવાથી વધુ આઝાદી ક્યાં મળશે?

નસીરુદ્દીનના નિવેદન પર બોલ્યા અનુપમ: સેના પર પથ્થર ફેંકવાથી વધુ આઝાદી ક્યાં મળશે?

અનુપમ ખેર (ફાઇલ ફોટો)

અનુપમ ખેરે મજાકના અંદાજમાં કહ્યું કે નસીરુદ્દીન શાહ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં મારા સિનિયર હતા અને તેમને એક ફિલ્મ આવી હતી અલબર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ

    ન્યૂઝ18 ગુજરાતી: વારાણસી પહોંચેલા અભિનેતા અનુપમ ખેરે અભિનેતા નસીરુદ્દીન શાહના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે અલ્બર્ટ પિન્ટોને ગુસ્સો કેમ આવે છે. મૂળે, અનુપમે વારાણસીમાં બાબા વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા કર્યા. ખેરે મીડિયાને કહ્યું કે, હું છેલ્લા 5-6 મહિનાઓથી ન્યૂયોર્કમાં એક ઈંગ્લિશ સીરીઝમાં કામ કરી રહ્યા હતા. ભારત પરત ફરતાં જ બાબાના દર્શનની ઈચ્છા થઈ અને અહીં આવી ગયો.

    બીજી તરફ અનુપમે ખેરે નસીરુદ્દીન શાહના નિવેદન પર તેમની જ એક ફિલ્મ 'અલબર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ'નું નામ પણ લીધું. ખેરે કહ્યું કે, આપણા દેશમાં કોઈને કંઈ પણ કહેવાની આઝાદી છે. તમે જે કહેવા માંગો તે કહી શકો છો. જેને જે કહેવું છે તે કહી શકે છે. ભારતમાં તમે સેનાને કંઈ પણ બોલી શકો છો. એર ચીફ માર્શલ સામે પણ બોલી શકો છો અને સેના પર પથ્થરમારો કરી શકો છો. તો આનાથી વધુ આઝાદી તમને ક્યાંય નથી.

    આ પણ વાંચો, નસીરુદ્દીનના નિવેદનના સહારે ઇમરાન ખાને કર્યો ભારત સરકાર પર પ્રહાર

    તેઓએ સિનેમા ટિકિટ પર જીએસટીના ભારને ઓછો કરવા પર ખુશી વ્યક્ત કરી. તેમનું કહેવું છે કે ભારતીય સિનેમાનો આજે સૌથી ઐતિહાસિક દિવસ છે, કારણ કે જે ટિકિટો પર 18 ટકા જીએસટી હતો, તે 12 ટકા અને જેની પર 28 ટકા હતો તેને 18 ટકા કરી દેવામાં આવ્યો છે, તેનાથી મોટી વાત શું હોઈ શકે.

    બીજી તરફ, નસીરુદ્દીન શાહ દ્વારા પોતાના દીકરાની સુરક્ષા પર ઉઠાવેલા સવાલો પર અનુપમ ખેરે મજાકના અંદાજમાં કહ્યું કે નસીરુદ્દીન શાહ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં મારા સિનિયર હતા અને તેમને એક ફિલ્મ આવી હતી અલબર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Varanasi, અનુપમ ખેર, બોલીવુડ, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन