કોરોના વાયરસ માટે કેટલીક વેક્સીન અને દવાઓ અંતિમ તબક્કાના પરિક્ષણમાં છે. દુનિયાભરમાં ફેલાયેલી આ મહામારીની સારવાર માટે દુનિયાના અનેક દેશમાં પ્રયાસ ચાલુ છે. તેમાં એક પ્રયાસ હેઠળ અમેરિકાના શોધકર્તાએ એક ખાસ નેઝલ સ્પ્રે બનાવ્યો છે. તેની ખાસીયત એ છે કે, આ સ્પ્રેથી નાકમાં સ્પ્રે કરવાથી કોરોના સંક્રમણ નાકથી બહાર નહીં ફેલાય. માનવામાં આવી રહ્યું છે કે, આ સ્પ્રે કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ઘણી કારગર સાબિત થઈ શકે છે.
હાલમાં આ સ્પ્રે ખુબ ઉપયોગી છે
સૈન ફ્રાંસિકોની કેલિફોર્નિયા યુનિવર્સિટીના શોધકર્તાઓએ બનાવેલ નેઝલ સ્પ્રેની ખાસીયત એ છે કે, ન્યૂટ્રિલાઈઝ કરનારી એન્ટીબોડી જેવા પ્રોટીનથી બનેલો છે. આ વાયરસને કોશિકાઓમાં સંક્રમણ ફેલાવતા રોકી શકે છે. શોધકર્તાઓનું માનવું છે કે, આ સમયે આ પ્રકારની દવાની દુનિયાને સૌથી વધારે જરૂરત છે. કેમ કે, હજુ સુધી કોરોના માટેની વેક્સીન બની કે નથી તેના માટે કોઈ કારગર દવા બની.
સ્પ્રે અથવા ઈન્હેલર બંને રીતે ઉપયોગી
કેલિફોર્નિયા યુનિવર્સિટીના વિદ્યાર્થી માઈકલ સ્કૂફની આગેવાનીમાં શોધકર્તાઓની એક ટીમે આ નવો સિન્થેટિક પદાર્થ બનાવ્યો છે. આ પદાર્થ ઈન્હેલર સ્પ્રેના રૂપે લઈ શકાય છે. આ પદાર્થથી કોરોના વાયરસના સંક્રમણની તે પ્રક્રિયાને રોકવાનું કામ કરે છે, જેને સાર્સ કોવ-2 માનવીય કોશિકાઓમાં ઘુસી શકે છે. આ શોધ પ્રીપ્રિંટ સર્વર બાયોરિક્સિવ પર ઉપલબ્ધ છે. આ વાયરસ પર અત્યાર સુધીમાં થયેલા પ્રયોગોથી એ સ્પષ્ટ થાય છે કે, આ સાર્સ કોવ-2નો સૌથી મોટો એન્ટીવાયરલ છે.
નૈનોએન્ટીબોડીનો કર્યો પ્રયોગ
આ સ્પ્રે અથવા ઈન્હેલરને એરોનેબ્સ નામ આપવામાં આવ્યું છે. શોધકર્તાઓએ તેના માટે એક અલગ જ પ્રકારની મોનોક્લોનલ એન્ટીબોડી થેરાપી બનાવી છે. તેના માટે તેમણે નિયમીત આકારની એન્ટીબોડીનો ઉપયોગ કરવાને બદલે નૈનોએન્ટીબોડીનો ઉપયોગ કર્યો છે.
શું હોય છે નૈનો એન્ટીબોડીઝ
એન્ટીબોડીઝનું કામ શરીરમાં સંક્રમણથી લડીને પ્રતિરોધ કરવાનું હોય છે. આ એન્ટીબોડી જ શરીરમાં સંક્રમણ ફેલાતા રોકો છે. તો નૈનોએન્ટીબોડીઝ એન્ટીબોડીઝનું નાનું રૂપ હોય છે. આ અભ્યાસમાં સામેલ રહેલા શોધકર્તા આશિષ માંગલિકનું કહેવું છે કે, નનૌએન્ટીબોડીઝનું કામ આપણી ઈમ્યુન સિસ્ટમની એન્ટીબોડીઝની જેમ જ હોય છે. પરંતુ, આ સાર્સકોવ-2 વિરુદ્ધ ઘણી કારગર સાબિત થઈ છે.
કેવી રીતે કામ કરે છે આ સ્પ્રે
શોધકર્તા અનુસાર, આ સ્પ્રે કોરોના સંક્રમણની કોશિકાઓમાં એન્ટી પોઈન્ટ પર જ રોકવાનું કામ કરે છે. કોરોના સૌથી પહેલા માણસની કોશિકાઓની સપાટી પર મળી આવતા ACE2 રિસેપ્ટર પ્રોટીન પર જ હુમલો કરી તેની સાથે જોડાઈ જાય છે. આ સ્પ્રે નૈનોએન્ટીબોડીઝ કોરોનાના પ્રોટીનને અહીં જ બ્લોક કરી દે છે, જેથી તે ACE2 રિસેપ્ટર પ્રોટીન સાથે જોડાઈ નથી શકતો અને કોશિકાઓમાં સંક્રમણ ફેલાતુ જ નથી.
હાલમાં ખુબ ઉપયોગી દવા લાગી રહી છે, પરંતુ હજુ તેની ક્લીનિકલ ટેસ્ટિંગ બાકી છે. ક્લીનિકલ ટ્રાયલથી ખબર પડશે કે, એરોનેબ્સની કોવિડ-19 દર્દીઓ પર કેટલી કારગરતા છે. જો તેની પુષ્ટી ઝડપી થઈ જાય તો, તે કોવિડ-19ના પ્રસારને રોકવામાં ઘણી કારગર સાબિત થઈ શકે છે તેમાં કોઈ શક નથી. આ સ્પ્રેના કારણે શોધકર્તાઓ પર વેક્સીન ઝડપીમાં ઝડપી બજારમાં લાવવાનું દબાણ પણ ઓછુ થઈ શકશે.