જો કોઈ મહિલાની છેડતી થાય, અને તે તેનો વિરોધ કરે, તો તેની હાલત શું થાય છે, તેની વરવી વાસ્તવિકતા બતાવતો એક વીડિયો સામે આવ્યો છે. આ ઘટના યુપીના ગાજીપુરની છે. જ્યાં બે બહેનોને માર મારવાનો વીડિયો વાયરલ થયો છે.
કેટલાક દબંગો દ્વારા બે સગી બહેનોની મારપીટ કરવામાં આવી. મામલો ગાજીપુરના મુહમ્મદાબાદના ઉસરી ગામની છે. પીડિત સગી બહેનોએ તેમની સાથે થતી છેડછાડનો વિરોધ કર્યો તેથી તેમને મારમારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે પોલીસ જમીન બાબતે મારપીટની ઘટના થઈ હોવાનો દાવો કરી રહી છે.
ઉસરી ગામના નારાયણ યાદવની બે દીકરીઓને ગામના જ લોકોએ લાકડી વડે માર માર્યો. બહેનોને બચાવવા માટે જ્યારે તેનો ભાઈ આવ્યો, ત્યારે તેની પણ પીટાઈ કરવામાં આવી. ઘટના દરમિયાન બહેનોની માતા પણ દેખાઈ રહી છે. જે રહેમની ભીખ માગી રહી છે, અને બુમો પાડી રહી છે કે, તેમની દીકરી મરી જશે, તેને ન મારો. પરંતુ દબંગો બન્નેની લાકડી વડે પીટાઈ કરતા રોકાતા નથી.
આ ઘટનામાં ઘાયલ બહેનોને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ત્યારે વીડિયો સામે આવ્યા બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર