Home /News /national-international /વિશ્વ કોરોના જેવી અન્ય મહામારીની કગાર પર, ધ્યાન નહીં રાખીએ તો સદીની મહેનત બેકાર જશે: WHO

વિશ્વ કોરોના જેવી અન્ય મહામારીની કગાર પર, ધ્યાન નહીં રાખીએ તો સદીની મહેનત બેકાર જશે: WHO

પ્રતિકાત્મક તસવીર

વિશ્વ આરોગ્ય સંગઠને વધી રહેલા એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ (Antimicrobial Resistance) અંગે ચિંતા વ્યક્ત કરી છે.

જિનેવા: વિશ્વ આરોગ્ય સંગઠને (World Health Organization) કહ્યું છે કે કોરોના જેવી ખતરનાક તો નહીં પરંતુ તેના જેવી એક અન્ય વિકટ સમસ્યાના કગાર પણ આપણે ઊભા છીએ. WHO તરફથી ચેતવણી આપવામાં આવી છે કે જો આપણે નહીં સંભાળીએ તો મેડિકલ ક્ષેત્રની એક સદીની મહેનત બરબાદ થઈ જશે. WHOને વધી રહેલા એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ (Antimicrobial Resistance) અંગે ચિંતા વ્યક્ત કરી છે. એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ એવી સ્થિતિ છે જ્યારે કોઈ સંક્રમણ કે ઘાવ માટે બનાવવામાં આવેલી દવાની અસર ઓછી થઈ જાય છે. આનો સીધો મતલબ એવો થાય કે સંક્રમણ કે ઘાવ માટે જવાબદાર વિષાણુ તેના ખાત્મા માટે બનેલી દવાથી ઇમ્યુન થઈ રહ્યા છે. એટલે કે તેમના પર આ દવાની અસર નથી થઈ રહી. દવે સામે વિષાણુ પોતાને મજબૂત બનાવી લે છે.

WHO એ કહ્યું કે એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ (Antimicrobial Resistance) વધવું એક કોવિડ-19ની જેમ જ ખતરનાક છે. વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી કહેવામાં આવ્યું કે આનાથી આરોગ્ય ક્ષેત્રે એક સદીની મહેનત બેકાર થઈ શકે છે.

આ પણ વાંચો:  ઘરમાં ઘૂસીને મહિલા ડૉક્ટરની બેરહમીપૂર્વક હત્યા, બંને બાળકો ઘાયલ

WHOના ડિરેક્ટર જનરલ ટ્રેડોસ અધાનોમ ધેબ્રેસસે (Tedros Adhanom Ghebreyesus) આને આપણા સમયના સૌથી મોટા સ્વાસ્થ્ય ખતરામાંનું એક ગણાવ્યું હતું. એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ ત્યારે થાય છે જ્યારે બીમારી ફેલાવતા વિષાણુ વર્તમાન દવા સામે ઇમ્યુન થઈ જાય છે, જેમાં એન્ટિબાયોટિક, એન્ટિવાયરલ અને એન્ટિફંગલ સારવાર સામેલ છે. જે સામાન્ય ઈજા અને સામાન્ય સંક્રમણને પણ ઘાતક રૂપમાં બદલી શકે છે.

આ પણ વાંચો: Delhi: ફક્ત માસ્ક જ નહીં, ઘર બહાર આ ચાર કામ કરશો તો પણ થશે બે હજાર રૂપિયાનો દંડ

ટેડ્રોસે એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે, "મનુષ્યો અને કૃષિ કામ સાથે જોડાયેલા પશુઓમાં પણ આવી દવાઓના વધારે ઉપયોગને કારણે તાજેતરના વર્ષોમાં રેજિસ્ટન્સ વધ્યું છે. એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ ભલે એક મહામારી ન લાગે પરંતુ તે એટલી જ ખતરનાક છે. આ મેડિકલ પ્રગતિની એક સદીની મહેનતને ખતમ કરી નાખશે. અનેક સંક્રમણની સારવાર શક્ય નહીં બને, જે આજકાલ સરળતાથી થઈ રહી છે."

આ પણ જુઓ-
" isDesktop="true" id="1047911" >

WHO એ કહ્યુ કે, એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ ખાદ્ય સુરક્ષા, આર્થિક વિકાસ અને રોગોથી લડવાની ક્ષમતાને ખતરામાં નાખી રહી છે. સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યુ કે રેજિસ્ટન્સને કારણે સ્વાસ્થ્ય દેખરેખના ખર્ચમાં વધારો, હૉસ્પિટલમાં લોકોની વધારે સંખ્યા, સારવારમાં ઘટાડો, ગંભીર બીમારી અને વધારે મોત થયા છે.
First published:

Tags: Virus, Who, World health organization, આરોગ્ય, દવા, હોસ્પિટલ