નવી દિલ્હી. ભારત સરકારે પીએનબી ગોટાળા (PNB Scam) મામલામાં વોન્ટેડ ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસી (Mehul Choksi)ને પરત લાવવાના પ્રયાસ તેજ કરી દીધા છે. સમાચાર એજન્સી એએનઆઇએ સૂત્રોના હવાલાથી કહ્યું છે કે ભારતે બૅક-ચેનલ અને ડિપ્લોમેટિક માર્ગના માધ્યમથી ડોમિનિકા (Dominica) સાથે સંપર્ક સાધીને કહ્યું છે કે મેહુલ ચોકસીને એક ભાગેડુ નાગરિકના રુપમાં માનવામાં આવે. તેની વિરુદ્ધ ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ છે. ભારતે તેને ભારતીય અધિકારીઓને સોંપવાની રજૂઆત કરી છે. ચોકસી દ્વારા હજુ સુધી પોતાની નાગરિકતાનો ઇન્કાર કરવાનો કોઈ મામલો સામે નથી આવ્યો.
આ પહેલા એન્ટિગુઆ અને બારબુડા (Antigua and Barbuda)ના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉન (Gaston Brown)એ એક રેડિયો શોમાં જણાવ્યું કે, ભારતે મેહુલ ચોકસીના પ્રત્યર્પણ દસ્તાવેજની સાથે એક ખાનથી પ્લેનને ડોમિનિકા મોકલ્યું છે. તેની સાથે જ તેમણે ઈચ્છા વ્યક્ત કરી છે કે ડોમિનિકા રિપબ્લિક ચોકસીને વહેલામાં વહેલી તકે ભારત મોકલી દે. જોકે, ભારત તરફથી આ બાબતે અધિકૃત પુષ્ટિ નથી થઈ.
If he is deported to Antigua, he will continue to enjoy the legal and constitutional protections of citizenship: Antigua PM Gaston Browne
બીજી તરફ, એન્ટિગુઆ ન્યૂઝ રૂમ મુજબ, કતાર એરવેઝનું એક ખાનગી પ્લેન ડોમિનિકામાં ડગલસ-ચાર્લ્સ એરપોર્ટ પર ઉતર્યું. ત્યારબાદ ચોકસીના પ્રત્યર્પણને લઈને અટકળો વહેતી થઈ છે. એન્ટિગુઆ અને બારબુડાથી રહસ્યમયી પરિસ્થિતિઓમાં ગુમ થયેલો મેહુલ ચોકસી પડોશના ડોમિનિકામાં પકડાઈ ગયો. બ્રાઉને રેડિશા શોમાં જણાવ્યું કે ચોકસીના પ્રત્યર્પણ માટે જરૂરી દસ્તાવેજ લઈને પ્લેન ભારતથી આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મેહુલ ચોકસી અને તેના ભત્રીજા નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે 13,500 કરોડની ધનરાશિની કથિત રીતે છેતરપિંડી કરી છે. નીરવ મોદી લંડનની એક જેલમાં કેદ છે અને તે ભારત પ્રત્યર્પિત કરવાની વિરુદ્ધ કેસ લડી રહ્યો છે. મેહુલ ચોકસીએ વર્ષ 2017માં એન્ટિગુઆ અને બારબુડાની નાગરિકતા લીધી હતી અને જાન્યુઆરી 2018ના પહેલા સપ્તાહમાં ભારતથી ભાગી ગયો હતો. ત્યારબાદ આ ગોટાળો સામે આવ્યો હતો. બંને સીબીઆઇની તપાસનો સામનો કરી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર