Home /News /national-international /

દુનિયાને પ્રથમ એન્ટી-વાયરસ આપનાર ટેક અબજોપતિ પોતાની જિંદગીમાંથી 'વાયરસ' દૂર ન કરી શક્યા!

દુનિયાને પ્રથમ એન્ટી-વાયરસ આપનાર ટેક અબજોપતિ પોતાની જિંદગીમાંથી 'વાયરસ' દૂર ન કરી શક્યા!

જૉન મેકેફી

જૉન ડેવિડ મેકેફીનો જન્મ 1945માં ઇંગ્લેન્ડના ગ્લૂસેસ્ટરશાયરમાં થયો હતો. તેમણે મેકેફી એસોસિએટ્સની સ્થાપના કરી હતી.

  નવી દિલ્હી: દુનિયાને પ્રથમ એન્ટી-વાયરસ આપનાર મેકેફી (McAfee antivirus software)ના સ્થાપક જૉન મેકેફી(John McAfee) જેલમાં મૃત મળી આવ્યા છે. તેઓ સ્પેનની જેલમાં સજા ભોગવી રહ્યા હતા. જેક મેકેફીએ આત્મહત્યા કરી લીધી છે. દુનિયાને એન્ટીવાયરસ આપનાર મેકેફી પોતાની જિંદગીના વાયરસને દૂર કરી શક્યા ન હતા અને પોતાનો જીવ આપી દીધો હતો. તેમના પર ટેક્સ ચોરી અને છેતરપિંડીનો આરોપ હતો. તેમને મોતના થોડા સમય પહેલા જ કોર્ટે તેમના અમેરિકામાં પ્રત્યર્પણની મંજૂરી આપી હતી. મેકફીની જિંદગીની અમુક ખાસ વાતો વિશે જાણીએ...

  જિંદગીથી નિરાશ હતા

  જૉનના વકીલે ન્યૂઝ એજન્સી રૉયટર્સને જણાવ્યુ કે આપઘાત કરી લેવાથી મોત થયું છે. જેલમાં નવ મહિના સુધી રહેવાથી તેઓ હતાશ થઈ ગયા હતા. 75 વર્ષીય જૉને દુનિયાનો પ્રથમ કોમર્શિયલ એન્ટી-વાયરસ સૉફ્ટવેર મેકેફી બનાવ્યો હતો. ગત વર્ષે ત્રીજી ઓક્ટોબરના રોજ બાર્સિલોના એરપોર્ટ પરથી તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. તેઓ બ્રિટિશ પાસપોર્ટ પર ઇસ્તંબુલ જઈ રહ્યા હતા.

  કોણ છે મેકેફી?

  જૉન ડેવિડ મેકેફીનો જન્મ 1945માં ઇંગ્લેન્ડના ગ્લૂસેસ્ટરશાયરમાં થયો હતો. તેમણે મેકેફી એસોસિએટ્સની સ્થાપના કરી હતી. 1990ની શરૂઆતમાં કંપનીનું નામ તેમના નામ પર રાખવામાં આવ્યું હતું. 2011માં તેમણે એન્ટી-વાયરસ સૉફ્ટવેર કંપની ઇન્ટેલને વેચી દીધી હતી. મેકેફીએ કંપનીના એક ભાગને સાઇબર સુરક્ષા કંપનીનું રૂપ આપ્યું હતું. વ્યક્તિગત કૉમ્પ્યુટરની માંગ વધવાની સાથે જ માર્કેટમાં મેકેફી છવાઈ ગઈ હતી.

  ઇન્કમ ટેક્સ ચૂકવતા ન હતા

  મેકેફી પોતાને ક્રિપ્ટોકરન્સી એક્સપર્ટ માતા હતા. 2017માં તેઓ MGT Capital Investmentsના સીઈઓ બન્યા હતા અને બિટકોઈન માઇનિંગ બિઝનેસ મારફતે તેને એક નફો કરતી સાઇબર સિક્યોરિટી કંપની બનાવવાનું વચન આપ્યું હતું. જોકે, એક વર્ષમાં તેઓ અન્ય એક ક્રિપ્ટોકરન્સી કંપની Luxcoreના સીઈઓ બની ગયા હતા. મેકેફીએ ક્રિપ્ટોકરન્સી તેમજ કન્સલ્ટિંગ વર્ક મારફતે અઢળક કમાણી કરી હતી પરંતુ તેમણે ઇન્કમ ટેક્સ ભર્યો ન હતો.  મોત પછી તેમનું ટેટૂ વાયરલ થયું

  મેકેફીના મોત બાદ તાત્કાલિક તેમનું વર્ષ 2019નું એક ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. જેમાં પોતાના હાથ પર એક ટેટૂને શેર કરતા તેમણે લખ્યું હતું કે, "જો મેં આત્મહત્યા કરી લીધી તો એવું માનજો કે મેં નથી કરી. મને આઘાત લાગ્યો. મારો જમણો હાથ ચેક કરો."

  સેક્સ વર્કર સાથે લગ્ન

  71 વર્ષીય જૉન મેકેફીએ 34 વર્ષની જેનિસ ડાયસન (Jenis Dyson) સાથે ત્રીજા લગ્યા કર્યાં હતાં. જે એક રેસ્ટોરન્ટમાં કામ કરતી હતી અને વ્યવસાયે સેક્સ વર્કર હતી. મેકેફીએ તેણીને કૉલ ગર્લ તરીકે એક રાત વિતાવવા માટે બોલાવી હતી. અમેરિકાના મિયામી ખાતે જેનિસ સાથે એક રાત અને દિવસ વિતાવ્યા બાદ મેકેફીએ તેણીને પોતાની જીવનસાથી બનાવવાનો નિર્ણય કર્યો હતો. 2013માં લગ્ન થયા અને મેકેફીએ એક કાર્યક્રમમાં ખુદ આ વાત જાહેર કરી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Anti Virus, Jail, Software, Spain, કોમ્પ્યુટર, મોત

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन