Home /News /national-international /Anti Monarchists Protest: ક્વિન એલિઝાબેથના નિધન પછી ચાર્લ્સને રાજા માનવાનો જાહેરજનતાનો ઇનકાર, રાજાશાહીનો અંત લાવવાની માગ

Anti Monarchists Protest: ક્વિન એલિઝાબેથના નિધન પછી ચાર્લ્સને રાજા માનવાનો જાહેરજનતાનો ઇનકાર, રાજાશાહીનો અંત લાવવાની માગ

ક્વિન એલિઝાબેથના નિધન બાદ તેમના મોટા પુત્ર ચાર્લ્સને મહારાજા જાહેર કરવામાં આવ્યા હતા.

Anti Monarchists Protest: બ્રિટનમાં જે લોકો રાજાશાહીના અંતની માગ કરી રહ્યા છે તેમની સંખ્યા બહુ જૂજ છે. YouGovના એક પોલ પ્રમાણે બ્રિટનના 22 ટકા લોકો માને છે કે રાજાશાહી ન હોવી જોઈએ, જ્યારે 66 ટકા લોકો શાહી પરિવારને જોવા માગે છે. YouGovના એક સરવેમાં જાણવા મળ્યું હતું કે, 44 ટકા લોકો મહારાણીના નિધન પર રડ્યાં હતા.

વધુ જુઓ ...
    લંડનઃ બ્રિટનની મહારાણી ક્વિન એલિઝાબેથનું 8 સપ્ટેમ્બરે નિધન થયુ હતુ. ત્યારે હવે તેમના મોટા દીકરા કંગ ચાર્લ્સ તૃતીયને રાજગાદી સોંપવામાં આવી છે. હજુ મહારાણીના અંતિમસંસ્કાર પત્યાં નથી ને નવા મહારાજા કિંગ ચાર્લ્સ ત્રીજાનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. એકબાજુ મહારાણીના નિધનથી સમગ્ર બ્રિટન શોકમગ્ન છે તો બીજીબાજુ કિંગ ચાર્લ્સનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, આ લોકતંત્રની વિરોધમાં છે. જો કે, આ વિરોધ કરનારા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે.

    66 ટકા લોકો શાહી પરિવારને જોવા માગે છે


    એએપપીના એક રિપોર્ટ પ્રમાણે, બ્રિટનમાં જે લોકો રાજાશાહીનો અંત જોવા માગે છે તે લોકો ખૂબ જ ઓછાં છે. YouGovના એક પોલ પ્રમાણે, 22 ટકા બ્રિટનના લોકો દેશને નિર્વાચિત રાજ્ય પ્રમુખની જરૂર હોવાનું માને છે. તો 66 ટકા લોકો શાહી પરીવારના જ લોકોને તે જગ્યાએ જોવા માગે છે. YouGovના એક સરવેમાં જાણવા મળ્યુ હતુ કે, 44 ટકા બ્રિટનવાસીઓ મહારાણીના નિધનના સમાચાર મળતાં જ રડી પડ્યાં હતાં.

    આ પણ વાંચોઃ ક્વિનના અંતિમસંસ્કારમાં આવનારા VIPઓને બસમાં આવવા આદેશ

    વિરોધ કરવા મામલે મહિલાની ધરપકડ કરી હતી


    શાહી પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કર્યા એક ભવ્ય સમારોહમાં ચાર્લ્સને રાજા જાહેર કર્યો ત્યારબાદ ગણતંત્ર આંદોલનની શરૂઆત થઈ ગઈ હતી. સોમવારે બ્રિટનની સંસદ સામેથી એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. કારણ કે તે ‘નોટ માય કિંગ’નું બોર્ડ બતાવી રહી હતી. તેનું કહેવું એ છે કે, સહમતી વગર રાજા બનવું યોગ્ય નથી. વિરોધીઓનું કહે છે કે, નવા રાજાની ઘોષણા કરવી એ લોકતંત્રનું અપમાન છે.

    ગણતંત્રને બહુ ઓછું સમર્થન મળ્યું


    મહારાણીના નિધન પછી YouGovના પોલે સંકેત આપ્યો હતો કે, ચાર્લ્સની લોકપ્રિયતા પહેલાં કરતા વધુ ઝડપથી વધી રહી છે. મેમાં માત્ર 32 ટકા લોકપ્રિયતા હતી. ત્યારે યુનિવર્સિટી કોલેજ લંડનના એક સંવૈધાનિક વિશેષજ્ઞ રોબર્ટ હેઝેલે કહ્યુ હતુ કે, આધુનિક સમયમાં બ્રિટનમાં ગણતંત્ર બનવા માટે બહુ ઓછું સમર્થન મળ્યું છે એટલે કે હજુ લોકો શાહી પરિવારને જ જોવા માગે છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: BRITAIN, Queen Elizabeth II

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन