CAA વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોએ નમાઝ રોકીને સબરીમાલાના ભક્તોને રસ્તો કરી આપ્યો, જુઓ Video

News18 Gujarati
Updated: December 22, 2019, 12:39 PM IST
CAA વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોએ નમાઝ રોકીને સબરીમાલાના ભક્તોને રસ્તો કરી આપ્યો, જુઓ Video
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કાયમ્બતૂરના વીડિયોશો સ્ક્રીનશૉટ

નમાઝ પઢી રહેલા પ્રદર્શનકર્તાઓએ સબરીમાલાના ભક્તોને જવા માટે રસ્તો કરી આપતો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

  • Share this:
ચેન્નઈ : નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ દેશભરમાં હાલમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. પ્રદર્શનકર્તા અનેક સ્થળે હિંસક પ્રદર્શનો પણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે પ્રદર્શનની એક એવી તસવીર પણ સામે આવી છે જેને જોઈ આપનું દિલ ખુશ થઈ જશે. એક એવી તસવીર જે દર્શાવે છે કે CAAની વિરુદ્ધ પ્રદર્શન બાદ પણ હિન્દુ-મુસ્લિમ એકતામાં કોઈ તિરાડ નથી પડી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોએ નમાઝ રોકીને સબરીમાલાના ભક્તોને રસ્તો કરી આપ્યો.

આ વીડિયો તમિલનાડુના કાયમ્બતૂરનો છે. આ વીડિયો ફુટેજમાં જોઈ શકાય છે કે પ્રદર્શન કરી રહેલા લોકો રસ્તા પર નમાઝ પઢી રહ્યા છે. આ દરમિયાન ત્યાંથી સબરીમાલા જવા માટે કેટલાક લોકો પસાર થઈ રહ્યા હતા. ત્યાં લોકોની ભારે ભીડ હતી. એવામાં ભીડથી એક વ્યક્તિ બહાર આવે છે અને તે સબરીમામલાના ભક્તોને આગળ વધીને રસ્તો કરાવવા લાગ્યો.

જુઓ વીડિયો :


આ પણ વાંચો, શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો થતો હતો ત્યારે પ્રદર્શન કરી રહેલા યુવાનો બન્યા ઢાલ

નોંધનીય છે કે, કાયમ્બતૂરમાં CAAની વિરુદ્ધ પ્રદર્શનમાં લગભગ 15 હજાર લોકો સામેલ થયા હતા. આ પ્રદર્શન ઑલ જમાનત અને ઈસ્લામિક સંગઠને આયોજિત કર્યું હતું. તમિલનાડુના અનેક શહેરોમાં ગત સપ્તાહથી સતત પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. લોકો આ સંશોધિત કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો, મુસ્લિમ થઈને ભારત માટે કેમ રમો છો? પાકિસ્તાનમાં પૂછાયેલા આ સવાલનો ઈરફાને આપ્યો આ જવાબ, સૌએ તાળીઓ વગાડી
First published: December 22, 2019, 12:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading