Controversial sloganeering in JNU: JNUના વાઇસ ચાન્સેલર શાંતિશ્રી ધુલીપુડી પંડિતે કહ્યું કે, કેમ્પસની અંદરની કેટલીક દિવાલો પર બ્રાહ્મણ વિરોધી સૂત્રો લખવાની ઘટના પાછળ "બહારના લોકો"નો હાથ હોઈ શકે છે. તેમણે કહ્યું કે, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને આવા મામલાઓને રોકવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે.
નવી દિલ્હી: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના વાઇસ ચાન્સેલર શાંતિશ્રી ધુલીપુડી પંડિતે કેમ્પસની અંદર કેટલીક દિવાલો પર બ્રાહ્મણ વિરોધી સૂત્રો લખવાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યું કે, આમાં "બહારના લોકો" નો હાથ હોઈ શકે છે. તેમણે કહ્યું કે, આ મામલે તપાસ ચાલી રહી છે. આવી ઘટનાઓ ટાળવા માટે કેમ્પસમાં CCTVથી લઈને વધુ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
વાઈસ ચાન્સેલરે ન્યૂઝ એજન્સીને કહ્યું કે, JNU દરેકની છે અને કોઈ તેનો ઉપયોગ કોઈ પણ જૂથ વિરુદ્ધ નફરત ફેલાવવા માટે કરી શકે નહીં. આ મહિનાની શરૂઆતમાં, JNUની સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ (SIS)-II ની ઇમારતને બ્રાહ્મણ અને બનિયા સમુદાયો વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિકૃત કરવામાં આવી હતી અને તેમને કેમ્પસ અને દેશ છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું. આ મામલે મીડિયા સાથેની તેમની પ્રથમ વાતચીતમાં, વાઇસ ચાન્સેલરે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને કહ્યું હતું કે, મામલો સામે આવ્યાના 24 કલાકની અંદર દિવાલોને ફરીથી રંગવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, “સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં અમારી દિવાલોને તોડી પાડવાની ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતી અને આ મામલાની તપાસ ચાલી રહી છે. દિવાલોને 24 કલાકની અંદર તરત જ સફેદ અને સાફ કરવામાં આવી હતી.
કેમ્પસમાં CCTV લગાવાશે, સાવચેતીના પગલાં લેવાશે
વાઇસ ચાન્સેલરે કહ્યું કે, “અમારા ધ્યાનમાં આવ્યું છે કે સંભવતઃ બહારના લોકો કેમ્પસમાં પ્રવેશ્યા હતા અને આ બધું કર્યું હતું. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે અમે કયા સાવચેતીનાં પગલાં લઈ શકીએ તે અંગે અમે વિચારી રહ્યા છીએ.” આ ઘટના બાદ JNUએ તેના તમામ કેન્દ્રોને સીસીટીવી કેમેરા લગાવવા કહ્યું હતું. એક એડવાઈઝરીમાં, યુનિવર્સિટી વહીવટીતંત્રે કહ્યું કે, તેણે સૂચના આપી છે કે તમામ શાળાઓ અને કેન્દ્રોમાં ફક્ત એક જ પ્રવેશ અને બહાર નીકળવાનો દરવાજો હશે.
JNU બધા માટે, નફરત ફેલાવવાની કોશિશ ન કરો
વાઇસ ચાન્સેલરે દલીલ કરી: "JNU દરેક માટે છે અને કોઈ પણ JNUનો ઉપયોગ નફરત ફેલાવવા અને કોઈપણ જૂથ સામે ભેદભાવ કરવા માટે કરી શકે નહીં."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર