વોશિંગટનઃ અમેરિકાની રાજધાની વોશિંગટન (Washinton)માં શનિવારે ભારતીય સંસદમા પાસ કરવામાં આવેલા કૃષિ કાયદાઓના (agriculture reform laws) વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યા. આ દરમિયાન મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની પ્રતિમાને ઝંડાથી ઢાંકી દેવામાં આવી. પ્રદર્શનકર્તાઓએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest)ના સમર્થનમાં ત્યાં પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા અને કૃષિ કાયદાઓની વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઇના સૂત્રોના હવાલાથી કહ્યું છે કે વોશિંગટન સ્થિત ભારતીય દૂતાવાસની બહાર પ્રદર્શન દરમિયાન ખાલિસ્તાની ઝંડા (Khalistani Flag) પણ જોવા મળ્યા.
ભારતીય દૂતાવાસે શનિવારે કહ્યું કે ખાલિસ્તાનીઓની આ હરકત માટે કાયદો અમલીકરણ એજન્સીઓની સમક્ષ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. દૂતાવાસના એક નિવેદન અનુસાર, મહાત્મા ગાંધી મેમોરિયલ પ્લાઝામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને 12 ડિસેમ્બર 2020ના રોજ ખાલિસ્તાની તત્વો દ્વારા ઝંડાથી ઢાંકી દેવામાં આવી. દૂતાવાસ ગુંડાઓ દ્વારા કરવામાં આવેલા કૃત્યની આકરી નિંદા કરે છે.
#WATCH | Washington DC: Khalistan flag draped over Mahatma Gandhi statue near the Indian embassy. Protesters were demonstrating against the Farm bills. pic.twitter.com/8G9ngHyAeZ
ભારતીય દૂતાવાસે કહ્યું કે, દૂતાવાસે અમેરિકાની કાયદો અમલીકરણ એજન્સીઓની સામે એક મજબૂત વિરોધ નોંધાવ્યો છે અને અમેરિકાના રાજ્ય વિભાગની સાથે આ મામલાની વહેલામાં વહેલી તપાસ કરાવવા અને દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ પહેલા આ મહિનાની શરૂઆતમાં લંડનમાં ભારતીય ઉચ્ચાયોગની બહાર આયોજિત એક વિરોધ પ્રદર્શનમાં ખાલિસ્તાની ઝંડા જોવા મળ્યા હતા. જ્યાં પ્રદર્શકર્તાઓ ભારત વિરોધી નારા લગાવ્યા હતા. નોંધનીય છે કે આ મૂર્તિનું અનવારજ્ઞ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજેપયી દ્વારા 16 સપ્ટેમ્બર 2000ના રોજ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટની ઉપસ્થિતિમાં અમેરિકાના પ્રવાસ દરમિયાન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં પંજાબ, હરિયાણા અને અન્ય કેટલાક રાજ્યોના હજારો ખેડૂતો છેલ્લા 17 દિવસથી દિલ્હીની સરહદો પર ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર