Video: એક ભારતીયે બનાવ્યું 'મંગળ ગ્રહ એન્થમ', જે દુનિયાભરમાં થયું હિટ

ત્રણ વર્ષ પહેલા મુંબઈમાં સોફ્ટવેર એનાલિસ્ટની નોકરી કરતાં આ ભારતીયે આખી દુનિયાને કરી દીધું ઘેલું

ત્રણ વર્ષ પહેલા મુંબઈમાં સોફ્ટવેર એનાલિસ્ટની નોકરી કરતાં આ ભારતીયે આખી દુનિયાને કરી દીધું ઘેલું

  • Share this:
    નવી દિલ્હી : મુંબઈમાં ત્રણ વર્ષ પહેલા સુધી સોફ્ટવેર એનાલિસ્ટ તરીકે કામ કરી ચૂકેલા ઓસ્કાર કાસ્ટેલિનો (Oscar Castellino) દ્વારા મંગળ ગ્રહ માટે બનાવવામાં આવેલું નવું એન્થમ (Mars National Anthem) સમગ્ર દુનિયામાં હિટ થઈ રહ્યું છે. લોકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આસ્કર હાલમાં લંડનની રૉયલ વેલ્સ કૉલેજ (Royal Welsh College of Music and Drama)માં મ્યૂઝિક સ્કૉલરશિપનો અભ્યાસ કરી રહ્યા છે.

    ઓસ્કરે બે વર્ષ પહેલા પણ મંગળ ગ્રહની એન્થમ બનાવ્યું હતું, જે ઘણું લોકપ્રિય થયું હતું. આ એન્જમ દ્વારા તેણે સપનું બતાવ્યું કે જ્યારે લોકો મંગળ ગ્રહ પર જશે અને ત્યાં કૉલોનીઓ બનાવીને રહેશે તો તેમને આ એન્થમ ચોક્કસ સાંભળશે. તેના દ્વારા તેણે લોકોને આહ્વાન કર્યું છે કે તેઓ સપનાઓ જુએ અને મંગળ પર જાય. ત્યારે એક નવું કલ્ચર અને આબાદી વિકસિત કરે.

    ઓસ્કર 33 વર્ષનો છે, તે લંડનમાં છેલ્લા ત્રણ વર્ષોમાં અનેક એવા ગીત લખીને તેને ગાઈ ચૂક્યો છે જેના કારણે તેની આગવી ઓળખ ઊભી થઈ છે. લોકો તેને પ્રતિભાશાળી સંગીતકાર તરીકે જોઈ રહ્યા છે.

    ઓસ્કાર જ્યારે આઈટી એન્જિનિયરિંગ કરીને નોકરીની શરૂઆત કરી હીત તો તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે એક દિવસ તે આવું કામ કરશે જેના દુનિયાભરમાં વખાણ થશે. તે શોખથી ગીત લખતો હતો અને તેને ગાતો હતો. જ્યારે તેને બ્રિટનથી આવેલા એક જાણીતા ઓર્કેસ્ટ્રાએ સાંભળ્યો તો તેમણે તેને સલાહ આપી કે મ્યૂઝિકને તેને ગંભીરતાથી લેવું જોઈએ. ત્યારબાદ તે વ્યક્તિએ ઓસ્કારે લંડનની રૉયલ વેલ્સ કૉલેજમાં મ્યૂઝિક માટે સ્કૉલરશિપ અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી.

    આ પણ વાંચો, જેના મોત પર ટ્રમ્પે ખુશ થઈને અમેરિકાનો ધ્વજ ટ્વિટ કર્યો તે કાસિમ સુલેમાની કોણ હતો?
    Published by:Mrunal Bhojak
    First published: