જમ્મુ કશ્મીર: સેનાના એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર, સ્કૂલ-કોલેજ બંધ

News18 Gujarati
Updated: March 12, 2018, 9:50 AM IST
જમ્મુ કશ્મીર: સેનાના એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર, સ્કૂલ-કોલેજ બંધ

  • Share this:
જમ્મુ કશ્મીર: અનંતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચેની મુઠભેડમાં 3 આતંકીઓ ઠાર મરાયા છે. જણાવી દયે કે આતંકીઓમાં એક પાકિસ્તાની છે અને બાકી 2 સ્થાનિક આતંકવાદીઓ છે.

સેનાના એક અધિકારીએ જણાવ્યું કે જે વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની જાણકારી મળી હતી. તે વિસ્તારમાં અમે રવિવારે રાત્રે આતંકવાદીઓ વિરૂદ્ધ એક ઓપરેશન શરૂ કર્યું હતું. સાથે જ તેમણે જણાવ્યું કે સેના સાથે થયેલા ઘર્ષણમાં 3 આતંકીઓ ઠાર મારવામાં આવ્યા હતાં.

ઠાર મારવામાં આવેલા આતંકવાદિઓની ઓળખ અને તેનો સંબંધ ક્યા સંગઠન સાથે હતો. તે વિશે હજુ સુધી કોઈ જાણકારી મળી હતી. સુત્રો અનુસાર 3 આતંકવાદીઓ માંથી 2 આતંકીઓ લશ્કર-એ-તૈયબા સંગઠન સાથે જોડાયેલા છે.

અનંગનાગમાં થયેલા આતંકીઓના મોત બાદ આસપાસના વિસ્તારની સ્કુલ અને કોલેજ બંધ કરી દેવામાં આવી હતી. જ્યારે શ્રીનગર અને અનંતનાગના કેટલાક વિસ્તારો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
First published: March 12, 2018, 9:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading