હવે હાઇ-પ્રોફાઇલ ક્રાઇમ પર ચીનની નજર, IPL સટ્ટાથી લઈને મોબાઇલ ચોરનારની કરી રહ્યું છે જાસૂસી

ચીનની વૉચ લિસ્ટમાં ચેન સ્નેચર, મોબાઇલ ચોરનારા, આતંકી, ડ્રગ્સની ખેપ પહોંચાડનારા, સોના-ચાંદી, માદક પદાર્થો અને પશુઓની તસ્કરી કરનારા અપરાધી પણ સામેલ

ચીનની વૉચ લિસ્ટમાં ચેન સ્નેચર, મોબાઇલ ચોરનારા, આતંકી, ડ્રગ્સની ખેપ પહોંચાડનારા, સોના-ચાંદી, માદક પદાર્થો અને પશુઓની તસ્કરી કરનારા અપરાધી પણ સામેલ

 • Share this:
  નવી દિલ્હીઃ પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચાલી રહેલા તણાવની વચ્ચે ચીનની હાઇબ્રિડ વોરફેર (Hybrid Warfare)ની તૈયારની લઈ અંગ્રેજી અખબાર ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ પોતાની ઇન્વેસ્ટિગટિંગ રિપોર્ટિંગમાં દરરોજ ચોંકાવનારા ખુલાસા કરી રહ્યું છે. અખબારના તાજા રિપોર્ટ મુજબ, ભારતની અર્થવ્યવસ્થા (Indian Economy) અને બંધારણીય પદો પર બેઠેલા લોકો પર નજર રાખવાની સાથોસાથ ચીનના નિશાના પર હવે 6000 આર્થિક અપરાધી છે. ચીન આઇપીએલમાં સટ્ટાબાજી કરનારા અને ત્યાં સુધી કે નાની ચોરીઓ કરનારા લોકોની પણ જાસૂસી કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ, અગસ્ટા વેસ્ટલેન્ડ લાંચ કેસ મામલાના આરોપીઓ, અંગૂઠી કે મોબાઇલ ચોરનારા કિશોર અપરાધી પણ ચીનની નજર હેઠળ છે.

  ઈન્ડિયન એક્સપ્રેસે પોતાની ઇન્વેસ્ટિગેટિંગ રિપોર્ટિંગની ત્રીજી કડીમાં આ ખુલાસો કર્યો. બુધવારના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીનની સેના અને ઇન્ટેલિજન્સ એજન્સી સાથે જોડાયેલી કંપની ઝેન્હુઆ ડેટા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની લિમિટેડે ઓવરસીઝની ઇન્ડિવિજુઅલ ડેટાબેઝ (OKIDB) તૈયાર કર્યો છે. ચીનની વૉચ લિસ્ટમાં ચેન સ્નેચર, મોબાઇલ ચોરનારા, આતંકી, ડ્રગ્સની ખેપ પહોંચાડનારા, સોના-ચાંદી, માદક પદાર્થો અને પશુઓની તસ્કરી કરનારા અપરાધી સુધી સામેલ છે.

  સત્યમ ગ્રુપના ચેરમેનના પણ ચોરી રહ્યા છે ડેટા

  ઝેન્હુઆ ડેટા ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ઓવરસીઝની ઇન્ડિવિજ્યૂઅલ ડેટાબેઝમાં લોગ-ઇન કરવામાં આવેલી અનેક હાઈ-પ્રોફાઇલ એન્ટ્રીઓમાં સત્યમ ગ્રુપના ચેરમેન રામાલિંગા રાજૂના દોસ્તો અને સંબંધીઓ દ્વારા સ્થાપતિ 19 કંપનીઓની વિરુદ્ધ ઇન્કમ ટેક્સ ચોરીના મામલા છે. તેની સાથે જ ઝારખંડનો ઘાસચારા કૌભાંડ, મધ્ય પ્રદેશના વ્યાપમ સ્કેમની એન્ટ્રીઓ પણ તેમાં સામેલ કરવામાં આવી છે.

  ફાઇનાન્સિયલ ક્રિમિનલ પર ચીનની નજર

  રિપોર્ટ મુજબ, ચીનની આ યાદીમાં બજાર નિયામક SEBI દ્વારા વિભિન્ન કારણોથી પ્રતિબંધિત કરવામાં આવેલી 500થી વધુ સંસ્થાઓના નામ પણ છે. ત્યાં સુધી કે ચલણથી બહાર કરવામાં આવેલી નોટોની લેવડ-દેવડ કરનારા લોકો ઉપર પણ ચીનની નજર છે. ચીનની હાઇબ્રિડ વોરની તૈયારીનો અંદાજો આ વાતથી લગાવી શકાય છે કે તેણે સર્વેલન્સમાં અગૂઠી કે પર્સ ચોરનારા મામૂલી ગુનેગારોને પણ છોડ્યા નથી.

  આ પણ વાંચો, દેશમાં 25 સપ્ટેમ્બરથી ફરી લાગુ થશે 46 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન? સરકારે જણાવી હકીકત

  આ લોકોનો ચોરવામાં આવી રહ્યો છે રિયલ ટાઇમ ડેટા

  આ યાદીમાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા, જેમની સ્કાય લાઇટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ (હવે એલએલપી)ની ED દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી, જેમની પર પોતાના સંબંધીઓને ફાયદો પહોંચાડવા માટે ગેરકાયદેસર રીતે પ્રાઇમ પ્લોટની જાહેરરાત કરવાનો આરોપ હતો અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા, જેમને મની લોન્ડ્રિંગ કેસમાં રેડ કોર્નર નોટિસ મોકલવામાં આવી છે...આવા અનેક હાઇ પ્રોફાઇલ નાણાકીય અપરાધીઓના નામ સામેલ છે. ચીન આ તમામ લોકોનો રિયલ ટાઇમ ડેટા ચોરી રહ્યું છે.

  આ પણ વાંચો, હવે ભારતની મોટી કંપનીઓ પર ચીનની નજર, CEOથી લઈ ઇન્ટર્ન સુધીની થઈ રહી છે જાસૂસી- રિપોર્ટ

  IPLમાં સટ્ટેબાજી ઉપર પણ ચીનની નજર

  ચીનની નજર આઈપીએલ મેચોમાં રમાતા સટ્ટા ઉપર પણ છે. રિપોર્ટ મુજબ, ચીન IPL અને ક્રિકેટ વર્લ્ડ કપમાં સટ્ટાબાજી અને સ્પોટ ફિક્સિંગમાં 40થી વધુ સટ્ટેબાજોનો રેકોર્ડ રાખી રહ્યું છે. ચીની મોબાઇલ ફોન નિર્માતા વીવીએ 2018માં આઈપીએલ માટે પાંચ વર્ષ માટે 2199 કરોડ રૂપિયામાં ટાઇટલ સ્પોન્સરશિપ મેળવી હતી. જોકે સરહદ પર ચાલી રહેલા ઘર્ષણ બાદ ગત મહિને ભારત સરકારે વીવોનો કોન્ટ્રાક્ટ ખતમ કરી દીધો હતો. હવે આઇપીએલની સ્પોન્સરશિપ સ્પોર્ટ્સ ગેમિંગ ફર્મ ડ્રીમ 11ની પાસે છે. આમ તો ડ્રીમ 11 પણ ચીની ટેક કંપની Tencentના સ્વામિત્વમાં છે.
  Published by:Mrunal Bhojak
  First published: