રશિયાએ પણ છોડ્યો ચીનનો સાથ! S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી રોકી

ચીનના સૌથી મોટા સહયોગી અને દોસ્ત મનાતા રશિયાએ જ આ મુશ્કેલ સમયમાં તેને મોટો આંચકો આપી દીધો છે

ચીનના સૌથી મોટા સહયોગી અને દોસ્ત મનાતા રશિયાએ જ આ મુશ્કેલ સમયમાં તેને મોટો આંચકો આપી દીધો છે

 • Share this:
  મોસ્કોઃ ચીન (China)ના સૌથી મોટા સહયોગી અને દોસ્ત મનાતા રશિયા (Russia)એ જ આ મુશ્કેલ સમયમાં તેને મોટો આંચકો આપી દીધો છે. ભારત (India), અમેરિકા (US) અને ઓસ્રે:/લિયા (Australia) સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે રશિયાએ હાલ ચીનને S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ (S-400 surface-to-air missile defense systems)ની ડિલિવરી રોકી દીધી છે. ચીન તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક અન્ય દેશના દબાણમાં રશિયાએ આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, ભારતે પણ રશિયા પાસેથી આ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી છે અને ચીનનો ઈશારો પણ ભારતની તરફ જ છે.

  S-400 દુનિયાની સૌથી શ્રેષ્ઠ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માનવામાં આવે છે અને રશિયા ઉપરાંત માત્ર ચીનની પાસે તેના કેટલાક યૂનિટ છે. રશિયાએ રક્ષા ડીલ બાદ ભારતને તેની પહેલી ડિલિવરી આ વર્ષે મળવાની છે. થોડા દિવસો પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહના રશિયા પ્રવાસ દરમિયાન પુતિન સરકારે ભારતને સમયસર તેની ડિલિવરી આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ચીન માટે આ મોટો આંચકો એટલા માટે પણ છે કારણ કે એક તરફ રશિયાએ ભારતને સમયસર ડિલિવરી આપવાનો વાયદો કર્યો છે બીજી તરફ ચીનની ડિલિવરી રોકી છે. ઉપરાંત એવું પણ નથી જણાવ્યું કે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તેને ફરી ક્યારેય આપવામાં આવશે.


  રશિયા દબાણમાં કામ કરી રહ્યું છે - ચીન

  ન્યૂઝ એજન્સી AFP મુજબ, આ વખતે રશિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ચીનને S-400 મિસાઇલની ડિલિવરી રોકી રહ્યા છે. ચીનના મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ પગલાથી સ્પષ્ટ થઈ જાય છે કે માત્ર હથિયાર ખરીદવાની સમજૂતી કરવાથી કંઈ નથી થતું. જરૂરી એ છે કે માત્ર બિલ નહીં તે હથિયાર પણ આપને મળે. આ રિપોર્ટમાં વધુમાં કહ્યું છે કે, ચીન એવું માને છે કે રશિયાએ દબાણમાં S-400ની ડિલિવરી રોકી છે. ચીને તો પોતાના સૈનિકોને આ મિસાઇલની ટ્રેનિંગ માટે રશિયા મોકલી દીધા હતા. ચીનનું સ્પષ્ટ માનવું છે કે રશિયાએ દબાણમાં નિર્ણય લીધો છે. ચીનના એક અધિકારીએ કહ્યું કે, રશિયાને લાગે છે કે મહામારીના સમયે જો S-400ની ડિલિવરી ચીનને આપવામાં આવશે તો ચીનની જ મુશ્કેલીઓ વધશે.


  આ પણ વાંચો, ચીનની ચાલબાજીનો જવાબ આપવા ભારતે હવે તૈનાત કરી મિસાઇલથી સજ્જ T-90 ટેન્ક

  જાણો શું છે S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ? - S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ 400 કિલોમીટરની ત્રીજ્યામાં આવનારી મિસાઇલો અને પાંચમી પેઢીના ફાઇટર પ્લેનને પણ ખતમ કરવામાં સક્ષમ છે. S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એક પ્રકારની મિસાઇલ શિલ્ડનું કામ કરે છે, જે પાકિસ્તાન અને ચીનની પરમાણુ ક્ષમતાવાળી બેલિસ્ટિક મિસાઇલોથી ભારતને સુરક્ષા આપશે. મળતી જાણકારી મુજબ, આ સિસ્ટમ એક વારમાં 72 મિસાઇલ છોડી શકે છે. સાથોસાથ આ સિસ્ટમ અમેરિકાના સૌથી એડવાન્સડ ફાઇટર જેટ S-35ને પણ તોડી પાડવામાં સક્ષમ છે. આ ઉપરાંત પરમાણુ ક્ષમતાથી સજ્જ 36 મિસાઇલોને આ સિસ્ટમ એકસાથે નષ્ટ કરી શકે છે. ચીન બાદ આ ડિફેન્સ સિસ્ટમને ખરીદનારો ભારત બીજો દેશ છે.
  Published by:Mrunal Bhojak
  First published: