Home /News /national-international /Punjab National Bank fraud: પંજાબ નેશનલ બેંકમાં વધુ એક લોન ફ્રોડનો મામલો સામે આવ્યો, રૂ. 2,060 કરોડની છેતરપિંડી
Punjab National Bank fraud: પંજાબ નેશનલ બેંકમાં વધુ એક લોન ફ્રોડનો મામલો સામે આવ્યો, રૂ. 2,060 કરોડની છેતરપિંડી
પંજાબ નેશનલ બેંક (PNB)માં વધુ એક લોન ફ્રોડનો મામલો સામે આવ્યો છે. આ લોન ફ્રોડ 2060 કરોડનું છે.
PNB fraud: પંજાબ નેશનલ બેંકે સ્ટોક એક્સચેન્જોને મોકલેલી માહિતીમાં જણાવ્યું હતું કે, "કંપનીના ખાતામાં 2060.14 કરોડ રૂપિયાની છેતરપિંડીની માહિતી બેંક દ્વારા આરબીઆઈને મોકલવામાં આવી રહી છે. બેંકે પહેલાથી જ 824.06 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
પંજાબ નેશનલ બેંક (PNB)માં વધુ એક લોન ફ્રોડનો મામલો સામે આવ્યો છે. આ લોન ફ્રોડ 2060 કરોડનું છે. સોમવાર 15 માર્ચે બેંકે IL&FS તમિલનાડુ પાવર કંપની લિમિટેડ (ITPCL) ના NPA ખાતામાં રૂ. 2,060 કરોડની છેતરપિંડીનો અહેવાલ આપ્યો હતો. બેંકે કહ્યું કે તેણે પહેલાથી જ નિર્ધારિત નિયમો હેઠળ આ માટે 824.1 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
બેંકે સ્ટોક એક્સચેન્જને મોકલેલી માહિતીમાં કહ્યું કે, "બેંક વતી કંપનીના ખાતામાં 2060.14 કરોડ રૂપિયાની છેતરપિંડીની માહિતી આરબીઆઈને મોકલવામાં આવી રહી છે. બેંકે પહેલાથી જ નિર્ધારિત ધોરણો મુજબ રૂ. 824.06 કરોડની જોગવાઈ કરી છે. મંગળવારે પંજાબ નેશનલ બેંક (PNB)નો શેર 2.45 ટકાના ઘટાડા સાથે રૂ. 35.90 પર બંધ થયો હતો.
IL&FS તમિલનાડુ પાવર કંપની લિમિટેડ કેસ
લગભગ એક મહિના પહેલા પંજાબ એન્ડ સિંધ બેંકે પણ ફેબ્રુઆરીમાં ITPCLને રૂ. 148 કરોડની બાકી રકમ સાથે છેતરપિંડી ખાતું જાહેર કર્યું હતું. બેંકે સ્ટોક એક્સચેન્જોને મોકલેલી માહિતીમાં કહ્યું હતું કે, "જાણવામાં આવે છે કે IL&FS તમિલનાડુ પાવર કંપની લિમિટેડના NPA એકાઉન્ટને છેતરપિંડી તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જેના પર 148.86 કરોડ રૂપિયા બાકી છે. આ અંગે આરબીઆઈને જાણ કરવામાં આવી છે.
દેવાથી લદાયેલી કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (IL&FS) એ તમિલનાડુના કડાલુરુમાં થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે તેના ઉર્જા પ્લેટફોર્મ IEDCL હેઠળ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) તરીકે ITPCLની શરૂઆત કરી હતી.
એપ્રિલ 2020 સુધીમાં ITPCL પર ધિરાણકર્તાઓને રૂ. 6,700 કરોડ અને IL&FS જૂથની કંપનીઓના રૂ. 900 કરોડનું દેવું હતું. IL&FS દ્વારા નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં સબમિટ કરવામાં આવેલા સોગંદનામામાં આ માહિતી આપવામાં આવી છે. ITPCL એ થોડા સમય પહેલા તેનું પુનર્ગઠન કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કંપનીનો કેટલોક હિસ્સો તમિલનાડુ સરકારને વેચવાનો સમાવેશ થાય છે. જોકે આ પ્રયાસ સફળ થયો ન હતો.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર