પૂર્વ બિશપ ફ્રૈંકો મુલક્કલ પર નને લગાવ્યો આરોપ, કહ્યું - વીડિયો કોલ પર કરતા સેક્સની વાતો

News18 Gujarati
Updated: February 21, 2020, 10:16 PM IST
પૂર્વ બિશપ ફ્રૈંકો મુલક્કલ પર નને લગાવ્યો આરોપ, કહ્યું - વીડિયો કોલ પર કરતા સેક્સની વાતો
પૂર્વ બિશપ ફ્રૈંકો મુલક્કલ પર નને લગાવ્યો આરોપ, કહ્યું - વીડિયો કોલ પર કરતા સેક્સની વાતો

પંજાબના જાલંધરમાં રોમન કેથોલિક ચર્ચના પૂર્વ પ્રમુખ બિશપ ફ્રૈંકો મુલક્કલ પર કેરળની વધુ એક નને યોન ઉત્પીડનનો આરોપ લગાવ્યો

  • Share this:
નવી દિલ્હી : પંજાબના જાલંધરમાં રોમન કેથોલિક ચર્ચના પૂર્વ પ્રમુખ બિશપ ફ્રૈંકો મુલક્કલ (Franco Mulakkal) પર કેરળની (Kerala)ની વધુ એક નને યોન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. આ પહેલા ફૈંકો મુલક્કલ પર કેરળની જ એક નન યૌન ઉત્પીડનનો આરોપ લગાવી ચૂકી છે. તેના મતે મુલક્કલે તેની સાથે 2014થી 2016 સુધી યૌન ઉત્પીડન કર્યું હતું. મુલક્કલ આ કેસમાં જામીન ઉપર છે.

ફ્રૈંકો મુલક્કલ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવનાર બીજી નન મુલક્કલ પર ચાલી રહેલા યૌન ઉત્પીડનના કેસની 14મી સાક્ષી છે. નને પોલીસને આપેલા નિવેદનમાં મુલક્કલ પર આરોપ લગાવ્યો છે તે તેને વીડિયો કોલ કરતો હતો અને તેની સાથે આપત્તિજનક વાતો કરતો હતો. નનના મતે ફ્રૈંકો મુલક્કલે તેની સાથે 2015થી 2017 વચ્ચે યૌન ઉત્પીડન કર્યું હતું.

આ પણ વાંચો - PM મોદીને મળ્યા પછી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું - CAA-NPRથી ડરવાની જરુર નથી

બીજી તરફ નનના મતે મુલક્કલ તેને કેરળની એક કોન્વેટમાં પણ મળ્યો હતો. જ્યાં તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે આ મામલામાં કોઈ કેસ નોંધ્યો નથી કારણ કે નન તરફથી તેની કોઈ ફરિયાદ કરવામાં આવી ન હતી.

પ્રથમ મામલામાં મુલક્કલની પોલીસે 21 સપ્ટેમ્બર 2018ની રોજ ધરપકડ કરી હતી. જોકે આ પછી 16 ઓક્ટોબર 2018માં જામીન મળી ગયા હતા PIC- file


ઉલ્લેખનીય છે કે પ્રથમ મામલામાં મુલક્કલની પોલીસે 21 સપ્ટેમ્બર 2018ની રોજ ધરપકડ કરી હતી. જોકે આ પછી 16 ઓક્ટોબર 2018માં જામીન મળી ગયા હતા. કેરળ પોલીસે મામલામાં તેની સામે 1400 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં 83 સાક્ષીના નામે છે. આ કેસ બહાર આવ્યા પછી ફ્રૈંકો મુલક્કલને જાલંધરમાં રોમન કેથોલિક ચર્ચના પ્રમુખ પદેથી હટાવી દીધા હતા.
First published: February 21, 2020
વધુ વાંચો
अगली ख़बर