Home /News /national-international /ફિફા વર્લ્ડ કપમાં ફરી એક પત્રકારનું મોત, 48 કલાકમાં બીજો કિસ્સો સામે આવ્યો

ફિફા વર્લ્ડ કપમાં ફરી એક પત્રકારનું મોત, 48 કલાકમાં બીજો કિસ્સો સામે આવ્યો

ખાલેદ અલ-મુસ્લિમ (ટ્વિટર)

પોર્ટુગીઝના એક ન્યૂઝ એડિટર ઇન ચીફ મોનિકા ગ્રેલેએ ટ્વિટ કરી પત્રકારના મૌતના સમાચાર આપ્યા હતા. 'કતારમાં ફિફા વર્લ્ડ કપ દરમિયાન આ બીજા પત્રકારના મૌતના સમાચાર સામે આવ્યા છે.

કતારમાં ચાલી રહેલા ફીફા વર્લ્ડ કપ દરમિયાન વધુ એક પત્રકારના મોતની ઘટના સામે આવી છે. ટૂર્નામેન્ટને કવર કરી રહેલા ફોટો જર્નાલિસ્ટ ખાલિદ અલ મિસલામનું અવસાન થયું છે. 48 કલાકમાં આ પ્રકારનો બીજો કેસ સામે આવ્યો છે. આ પહેલા અમેરિકન પત્રકાર ગ્રાન્ટ વાહલના મોતના સમાચાર સામે આવ્યા હતા. આ સમાચારને 48 કલાક પણ નહોતા થયા કે વધુ એક પત્રકારનું અવસાન થયું છે.

અહેવાલો અનુસાર, કતારના ફોટો જર્નાલિસ્ટ ખાલિદ અલ-મિસ્લા અલ કાસ ટીવી માટે કામ કરતા હતા. રવિવારે તેમનું અવસાન થયું હતું. જેમાં ઓન ન્યૂઝ પોર્ટુગીઝના એડિટર ઇન ચીફ મોનિકા ગ્રેલેએ ટ્વિટ કરી ફિફા વર્લ્ડ કપ દરમિયાન મૃત્યુ પામેલા પત્રકારની જાણકારી આપી હતી.

આ પણ વાંચો :  મેચ હાર્યા બાદ રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ બગડી!

કતારની ન્યૂઝ ચેનલ અલ કાસ ટીવી માટે કામ કરનાર ખાલિદ અલ-મિસ્લામ હવે નથી રહ્યા. એક દિવસ પહેલા અમેરિકન ફૂટબોલ પત્રકાર ગ્રાન્ટ વાહલનું પણ આર્જેન્ટિના અને નેધરલેન્ડ વચ્ચેની મેચ દરમિયાન મોત થયું હતું.

અલ કાસ ટીવીએ સમાચારની પુષ્ટિ કરી છે
મીડિયાના અહેવાલમાં જણાવાયું છે કે અલ કાસ ટીવીએ પણ જીવંત પ્રસારણમાં સમાચારની પુષ્ટિ કરી અને કહ્યું કે તેઓ વધુ વિગતોની રાહ જોઈ રહ્યા છે. આ પહેલા શુક્રવારે 48 વર્ષીય અમેરિકન પત્રકાર ગ્રાન્ટ વાહલ લુસેલ આઇકોનિક સ્ટેડિયમમાં આર્જેન્ટિના અને નેધરલેન્ડ વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ મેચને કવર કરતી પડી જવાથી મૃત્યુ થયુ હતુ.  ત્યારબાદ ફોટો જર્નાલિસ્ટ ખાલિદ અલ મિસ્લા અલ કાસના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે

આ પહેલા વાહલના મૃત્યુ પર તેના ભાઈ એરિકે આક્ષેપ કર્યા હતા કે ભૂતપૂર્વ સ્પોર્ટ્સ ઈલસ્ટ્રેટેડ પત્રકારના મૃત્યુમાં કતાર સરકાર સામેલ હોઈ શકે છે. વાહલની પત્ની, સેલિન ગાઉન્ડર, જે  ચેપી રોગોની નિષ્ણાત છે, તેમણે  પણ સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું.
First published:

Tags: Died, FIFA 2022, Journalists

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો