પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ યુવતીનું અપહરણ, બળજબરીથી ઇસ્લામ ધર્મ કબૂલ કરાવાયો

News18 Gujarati
Updated: September 2, 2019, 11:33 AM IST
પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ યુવતીનું અપહરણ, બળજબરીથી ઇસ્લામ ધર્મ કબૂલ કરાવાયો
પાકિસ્તાનમાં બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન જે યુવતીનું કરાવાયું છે તેની તસવીર

ઓલ પાકિસ્તાની હિંદુ પંચાયત, જે એક નોન-પ્રોફિટ સંગઠન છે તેની ફેસબુક પોસ્ટમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે.

  • Share this:
પાકિસ્તાનમાં જ્યાં શીખ યુવતીના અપહરણ અને બળજબરીપૂર્વક ધર્મપરિવર્તનની વાત હજી શાંત નથી થઇ ત્યાં જ પાકિસ્તાનમાં વધુ એક યુવતીના અપહરણની ખબર આવી છે. સિંધ પ્રદેશની એક હિંદુ યુવતીનું કથિત રીતે અપહરણ કરીને મુસ્લિમ યુવક સાથે લગ્ન કરાવવામાં આવ્યા છે. એક જ સપ્તાહમાં આ બીજી વાર બન્યું છે કે સગીર યુવતીનું બળજબરીપૂર્વક ધર્મપરિર્વતન કરવામાં આવ્યું હોય. ઉલ્લેખનીય છે કે યુવતીનું નામ રેણુકા કુમારી છે. જેને તેની કોલેજની બહારથી ઉઠાવવામાં આવી છે. આ યુવતી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં બેચલરની ડિગ્રીનો અભ્યાસ કરી રહી હતી.

ઓલ પાકિસ્તાની હિંદુ પંચાયત, જે એક નોન-પ્રોફિટ સંગઠન છે તેની ફેસબુક પોસ્ટમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે. આ યુવતી તેની કોલેજથી 29 ઓગસ્ટથી ગુમ છે. અને તેનો પરિવાર તેને શોધી રહ્યો છે. વધુમાં આ યુવતીના ભાઇએ એએનઆઇને જણાવ્યું કે તેની બહેનને તેની જ કોલેજના વિદ્યાર્થી બાબર અમનથી પ્રેમ કરતી હતી અને તે બંને હાલ સિલકોટમાં છે. જો કે તે વાત પણ એટલી જ સાચી છે કે હાલ આ કપલ પાકિસ્તાનના તહરિક એ ઈન્સાફના કાર્યકર્તા મિર્ઝા દિલાવર બેગના ઘરે છે અને ત્યાં રેણુકાને બળજબરીપૂર્વક ઇસ્લામ ધર્મ કબૂલ કરાવ્યો છે.

જો કે બીજી પોલીસે અમાનના ભાઇની અટકાયત કરી છે. નોંધનીય છે કે હજી થોડા સમય પહેલા જ 19 વર્ષીય જગજીત કૌરને પણ તેના પરિવાર સામે ઘરથી અપહરણ કરી લઇ જવામાં આવી હતી. અને બળજબરીપૂર્વક એક મુસ્લિમ યુવકથી નિકાહ કબૂલ કરાવવામાં આવ્યા. અને ધર્મપરિવર્તન પણ કરવામાં આવ્યું. જે બાદ આ મુદ્દો પાકિસ્તાન અને ભારતમાં વિવાદનો મુદ્દો બની ગયો છે.
First published: September 2, 2019, 11:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading