Home /News /national-international /પીએમ મોદીએ કરી નાખી વધુ એક નોટબંધી! તમને ખબર પણ ન પડી અને આ નોટ માર્કેટમાં આવવાની બંધ ગઈ

પીએમ મોદીએ કરી નાખી વધુ એક નોટબંધી! તમને ખબર પણ ન પડી અને આ નોટ માર્કેટમાં આવવાની બંધ ગઈ

PM નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

8 નવેમ્બર 2016ની રાત 8 કલાકનો સમય હતો, જે તે સમયની યાદ અપાવે છે, જ્યારે પીએમ મોદીએ દેશમાં પહેલી વાર 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.

  નવી દિલ્હી: આઠ નવેમ્બર 2016ના રોજ દેશમાં પ્રથમ વાર નોટબંધી થઈ હતી. આ દરમિયાન દેશના સામાન્ય લોકોમાં જ્યાં ખુશીની લહેર હતી, તો ભ્રષ્ટ્રચારીઓ અને બ્લેક મનીના ભંડાર ભરીને બેઠેલા લોકોમાં માતમ છવાયેલો છે. ગત રોજ નોટબંધી થઈ તેને છ વર્ષ વીતી ગયા. નોટબંધી દરમિયાન દેશની ભલાઈ માટે સામાન્ય જનતાને ભારે તકલીફો થઈ. ઘણા બધાં લોકો હજૂ પણ નોટબંધીની યાદોને તાજી કરીને વિચલીત થઈ જાય છે. ત્યાર બાદ દેશમાં બીજી નોટબંધી માટે તૈયાર રહેવાનું કહે તો, ભાગ્યે જ કોઈ વ્યક્તિ હા પાડે. પણ આપને જાણીને હેરાની થશે કે, દેશમાં પ્રધાનમંત્રી મોદીએ ફરી એક વાર નોટબંધી કરી દીધી છે. હા એ વાત અલગ છે કે, આ નોટબંધી વિશે લોકોને ખબર નથી પડી અને પીએમ મોદીએ કોઈને પણ તકલીફ આપવાનું વિચાર્યું નથી. આ નોટબંધી ક્યારે અને કેવી રીતે થઈ અને તેને જનતાથી ગુપ્ત શા માટે રાખવામાં આવી, તો આવો જાણીએ તેના વિશે બધું...

  આ પણ વાંચો: પીએમ મોદી બાદ ભારતના લોકો પર ફીદા થયા પુતિન, કહ્યું- ભારતના લોકો મહેનતી અને પ્રતિભાશાળી

  8 નવેમ્બર 2016ની રાત 8 કલાકનો સમય હતો, જે તે સમયની યાદ અપાવે છે, જ્યારે પીએમ મોદીએ દેશમાં પહેલી વાર 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. તેનાથી સમગ્ર દેશમાં અફરા તફરી મચી ગઈ હતી. સાથે જ દુનિયામાં પણ ભારતમાં અચાનક થયેલા આ એલાનથી હલચલ મચી ગઈ હતી. કારણ કે તેની અસર સમગ્ર દુનિયા પર પડવાની હતી.

  આ વખતે પીએમ મોદીએ દેશમાં ફરી વાર કરી દીધી નોટબંધી


  અર્થક્રાંતિના જનક અને દેશના મોટા અર્થશાસ્ત્રી અનિલ બોકિલનું કહેવું છે કે, 500 અને 1000 રૂપિયાની નોટો જ્યારે બંધ થઈ તો, તે સમયે કુલ કરન્સીની 86 ટકા હતી. તેની ટકાવારી દેશની કુલ કરન્સીમાં સતત વધી રહી હતી. 2016માં નોટબંધી ન થાત તો આગામી બે ચાર વર્ષમાં 500 અને 1000 રૂપિયાની મોટી નોટ 90થી 95 ટકા થઈ જાત. ત્યારે દેશની અર્થવ્યવ્સથા ફ્રીઝ થઈ જાત. કારણ કે કરન્સીમાં નાની નોટ ન હોત. આ નોટને બંધ કરીને 2000ની નોટ સરકાર લાવી. તેના પર તમામ સવાલો ઊભા થઈ રહ્યા હતા કે તેનાથી ભ્રષ્ટાચાર વધશે. પણ 2000ની નોટ જાહેર કરવા પાછળ રાષ્ટ્રહિતનો મુદ્દો જોડાયેલ હતો. જેને સૌ કોઈ સમજી શકતા નથી. 500 અને 1000ની નોટના વિકલ્પ તરીકે તેને લાવવામાં આવી. અન્યથા અર્થવ્યવસ્થા રન કરી શકતી નહીં. બાદમાં તેને વિદ ડ્રો કરવાનો પ્લાન બનાવ્યો હતો.

  2000ની નોટ ગાયબ થઈ ગઈ


  અનિલ બોકિલે દાવો કર્યો છે કે, 2000ની નોટને મોદી સરકારે અઢી વર્ષ પહેલા જ વિદ ડ્રો કરી લીધી છે. તેને એક રીતે નોટબંધી જ કહી શકીએ. કારણ કે, સરકારે જ્યારે તેને શરુ કરી હતી, તો ત્યારે ડિજિટલ પેમેન્ટનું ચલણ નહોતું. જેમ જેમ ડિજિટલ પેમેન્ટનું ચલણ વધતું ગયું, તેની સાથે જ તેને વિદ ડ્રો કરી લેવામાં આવી. હવે સરકારે 2000ની નોટ છાપવાનું બંધ કરી દીધું છે. જો આપની પાસે કોઈ 2000ની જૂની નોટ છે અને આપ તેને બદલવા માટે જશો, તો આપને હવે નવી 2000ની નોટ નહીં મળે. કારણ કે સરકારે તેને છાપવાનું બંધ કરી દીધું છે. કહે છે કે, 2000ની ઘણી બધી નોટો પાછી આવી ગઈ છે. હાલમાં જે મોટી નોટ બચી છે, તે ભ્રષ્ટ્રચારીઓ પાસે છે અથવા તો હવાલામાં બંધ પડી છે, જે લોકો બે નંબરના ધંધા કરે છે, તેમની પાસે આ કરન્સી હજૂ પણ છે. પણ આજે નહીં તો કાલે તે બહાર આવશે. ત્યાર બાદ ભ્રષ્ટ્રાચાર કરવો મુશ્કેલ થઈ જશે. બે હજારની નોટ હવે રિટેલ સર્કુલરમાં નથી. હવે 500ની નોટ જ સૌથી મોટી નોટ છે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Demonetisation, PM Modi પીએમ મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन