દલિત મહિલાને સબરીમાલા મંદિરમાં પ્રવેશતા ભાજપના કાર્યકરોએ અટકાવી

News18 Gujarati
Updated: October 22, 2018, 5:10 PM IST
દલિત મહિલાને સબરીમાલા મંદિરમાં પ્રવેશતા ભાજપના કાર્યકરોએ અટકાવી
મહિલાઓને મંદિરમાં પ્રવેશતા અટકાવતા લોકો

સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશનો વિરોધ કરનારા લોકો મંદિરમાં જઇ દર્શન કરવા ઇચ્છતિ મહિલાઓને બહારથી જ કાઢી મૂકે છે

  • Share this:
ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓએ એક દલિત મહિલાને કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં પ્રવેશતા અટકાવી હતી. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને જબરદસ્ત ઘર્ષણ ચાલી રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપે મહિલાઓને સબરીમાલા મંદિરમાં ન પ્રવેશવા દેવાને ટેકો આપ્યો છે.

સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓ પર મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. પણ મહિલાઓના હક્કો માટે લડતા લોકોએ આ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. લાંબી લડાઇના અંતે સુપ્રિમ કોર્ટે વર્ષોથી ચાલી આવતી પરંપરાને બંધ કરતો આદેશ કર્યો હતો.

સબરીમાલા ભગવાન અયપ્પાનું મંદર છે અને આ મંદિરમાં વર્ષોથી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતી. મહિલાઓ પરના મંદિર પ્રવેશ પર પ્રતિબંધ પાછળ એક માન્યતા એ છે કે, મહિલાઓ જ્યારે માસિક ધર્મ હોય છે ત્યારે તે અપવિત્ર હોય છે એટલા માટે તેમને મંદિરમાં પ્રવેશ ન કરાય.

સબરીમાલા મંદિર જઈ રહેલી ન્યૂયોર્ક ટાઇમ્સની મહિલા પત્રકાર પર પથ્થરમારો

BJP ટેકેદાર અભિનેતાએ સબરીમાલા મંદિરએ આવતી મહિલાઓ વિરુદ્ધ ઝેર ઓક્યું: FIR થઇ

સોમવારે એક દલિત મહિલાએ સબરીમાલા મંદિરમાં પ્રવેશવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. કેમ કે, ભાજપના ટેકેદારોએ આ મહિલાને મંદિરમાં પ્રવેશતા અટકાવી હતી. કેરળ સરકાર દ્વારા સલામતી દળોને સબરીમાલા મંદિર ખાતે ખડકી દેવામાં આવ્યા છે અને સરકારે પ્રગતિશીલ નિર્ણય લઇ મહિલાઓ માટે મંદિરના દ્વારા ખોલ્યા છે પણ રૂઢીચુસ્ત લોકો અને ભાજપ જેવી પાર્ટીઓ આનો વિરોધ કરે છે.દલિત કાર્યકર્તા મહિલાને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું હતુ. જો કે, જે બસમાં બેસીને આ મહિલા સબરીમાલા મંદિર તરફ જઇ રહી હતી તે બસને ભાજપના કાર્યકર્તાઓએ અટકાવી હતી. આ ઘટના પછી મહિલાને સલામત સ્થળે લઇ જવામાં આવી હતી.

કેરળ: સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના કારણે થઈ તબાહી- ગુરૂમૂર્તિ
સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશનો વિરોધ કરનારા લોકો મંદિરમાં જઇ દર્શન કરવા ઇચ્છતિ મહિલાઓને બહારથી જ કાઢી મૂકે છે. અંદર જવા દેતા નથી. કેરળમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશ મામલે વિરોઘ ઉગ્ર બની રહ્યો છે. તાજેતરમાં સપ્રિમ કોર્ટે કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં વર્ષો ચાલ્યા આવતા મહિલાઓ પરના પ્રતિબંધને હટાવી દેતા કેટલાક રૂઢુચુસ્ત લોકો નારાજ થયા છે અને આ ચુકાદા સામે બે રિવ્યુ પિટીશન સુપ્રિમ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે.

સબરીમાલામાં પ્રવેશ ન કરી શકી મહિલાઓ, પૂજારીએ આપી મંદિર બંધ કરવાની ધમકી
First published: October 22, 2018
વધુ વાંચો
अगली ख़बर