Home /News /national-international /રશિયાની અર્થવ્યવસ્થાને વધુ એક ફટકો! અમેરિકાએ મોસ્કોથી તેલની આયાત પર પ્રતિબંધ મૂક્યો - સૂત્ર

રશિયાની અર્થવ્યવસ્થાને વધુ એક ફટકો! અમેરિકાએ મોસ્કોથી તેલની આયાત પર પ્રતિબંધ મૂક્યો - સૂત્ર

અમેરિકા ટૂંક સમયમાં રશિયા પર વધુ કેટલાક પ્રતિબંધો લાદી શકે છે. (ફાઇલ ફોટો)

Joe Biden announce ban on US imports of Russian oil: યુક્રેન (Ukraine-Russia War) પર રશિયાના હુમલાના જવાબમાં અમેરિકા (America) રશિયાની અર્થવ્યવસ્થા પર લગામ કસવા માટે એક પછી એક કડક નિર્ણયો લઈ રહ્યું છે.

    યુક્રેન (Ukraine-Russia War) પર રશિયાના હુમલાના જવાબમાં અમેરિકા (America) રશિયાની અર્થવ્યવસ્થા પર લગામ કસવા માટે એક પછી એક કડક નિર્ણયો લઈ રહ્યું છે. પુતિન (Vladimir Putin)ને વધુ એક મોટો ફટકો આપતા રાષ્ટ્રપતિ જો બાઇડેને (Joe Biden) રશિયાથી તેલની આયાત પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે, સૂત્રોએ આ માહિતી આપી છે.

    રશિયાના હુમલાના પગલે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ અમેરિકા અને પશ્ચિમી દેશોને વારંવાર રશિયાથી આયાત ઘટાડવાની વિનંતી કરી છે, જેના પછી અમેરિકા આ ​​પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે.

    રશિયાના નાણાકીય ક્ષેત્રો પર કડક પ્રતિબંધો હોવા છતાં ઊર્જા નિકાસ દ્વારા રશિયાને રોકડનો પ્રવાહ ચાલુ છે તેથી અમેરિકા રશિયાથી આયાત થતા તેલ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવા જઈ રહ્યું છે.

    આ પણ વાંચો- Russia Ukraine War:યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પશ્ચિમી દેશો પર લગાવ્યો આરોપ- શું તમે ઇચ્છો છો કે અમે મરતા રહીએ

    સૂત્રોએ જણાવ્યું કે બાઇડેન મંગળવારે જ રશિયન તેલની આયાત પર પ્રતિબંધની જાહેરાત કરી શકે છે. જણાવી દઇએ કે યુરોપીયન દેશો ઊર્જા પુરવઠા માટે મોટાભાગે રશિયા પર નિર્ભર છે. યુરોપ તેના કુદરતી ગેસના વપરાશનો ત્રીજા ભાગનો ભાગ રશિયા પાસેથી મેળવે છે.

    આ પણ વાંચો- UP Election 2022: મતગણતરી પહેલા અખિલેશ યાદવનો આરોપ- EC અધિકારીઓ EVM સાથે છેડછાડ કરી રહ્યા છે

    બીજી તરફ એનર્જી સેક્ટરની દિગ્ગજ કંપની શેલે મંગળવારે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસ ખરીદવાનું બંધ કરવાની જાહેરાત કરી છે. એક નિવેદનમાં શેલે કહ્યું કે તે રશિયા પાસેથી તમામ હાઇડ્રોકાર્બન, ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને કુદરતી ગેસની ખરીદીને તબક્કાવાર બંધ કરશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Russia, Russia and Ukraine War, Russia ukrain crisis, Russia Ukraine, Russia Ukraine Latest News, Russia-Ukraine Conflict, Russian president

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन