Home /News /national-international /Gas Pric Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! ₹8-12 પ્રતિ કિલો મોંઘો થઈ શકે છે CNG

Gas Pric Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! ₹8-12 પ્રતિ કિલો મોંઘો થઈ શકે છે CNG

આમ આદમીને લાગી શકે છે ઝટકો.

મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને વધુ એક ઝટકો લાગી શકે છે. નેચરલ ગેસની કિંમતોમાં રેકોર્ડ વૃદ્ધિ પછી સીએનજી 8થી 12 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થઈ શકે છે. જ્યારે રસોઈ ગેસના ભાવ 6 રૂપિયા પ્રતિ યુનિટ સુધી વધી શકે છે. એક્સપર્ટે આ અનુમાન વ્યક્ત કર્યું છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને વધુ એક ઝટકો લાગી શકે છે. નેચરલ ગેસની કિંમતોમાં રેકોર્ડ વૃદ્ધિ પછી સીએનજી 8થી 12 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થઈ શકે છે. જ્યારે રસોઈ ગેસના ભાવ 6 રૂપિયા પ્રતિ યુનિટ સુધી વધી શકે છે. એક્સપર્ટે આ અનુમાન વ્યક્ત કર્યું છે.

    સરકારે ગત સપ્તાહે જૂના ગેસ ક્ષેત્રોમાંથી ઉત્પાદિત ગેસ માટે ચુકવવામાં આવતી રકમના 6.1 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટના ભાવને વધારીને 8.57 ડોલર પ્રતિ યુનિટ કર્યા છે. મુશ્કેલ ક્ષેત્રોમાંથી નીકળતા ગેસની કિંમત 9.92 ડોલરથી વધારીનેને 12.6 ડોલર પ્રતિ યુનિટ કરવામાં આવ્યા છે. આ દરના આધારે દેશમાં ઉત્પાદિત ગેસનો લગભગ બે-તૃતીયાંશ હિસ્સો વેચાય છે.

    વીજળી બિલથી લઈને ખેતીવાડી સુધી અસર

    નેચરલ ગેસ ફર્ટિલાઈઝર્સ બનાવવાની સાથે વીજળી પેદા કરવા માટે એક પ્રમુખ કાચો માલ છે. તેને સીએનજીમાં પણ પરિવર્તિત કરવામાં આવે છે અને પાઈપ દ્વારા તેને રસોઈમાં ખાવાનું રાધવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

    એમપીએમ ગેસની કિંમત માત્ર એક વર્ષમાં લગભગ 5 ગણીવધી

    કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝે કહ્યું કે એપીએમ ગેસીની કિંમત માત્ર એક વર્ષમાં જ લગભગ 5 ગણી વધી ગઈ છે. સપ્ટેમ્બર 2021માં તેની કિંમત 1.79 ડોલર પ્રતિ એમએમબીટીયૂથી સપ્ટેમ્બર 2021માં 8.57 ડોલર સુધી પહોંચી ગઈ હતી.

    કાચા માલની ઉંચી કિંમતના કારણે સીએનજી-પીએનજીની કિંમતોમાં વધારો જરૂરી

    એમએમબીટીયૂ ગેસ મૂલ્યમાં પ્રત્યેક ડોલરની વૃદ્ધિ પર સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન સંસ્થાઓએ સીએનજીની કિંમત 4.7થી 4.9 રૂપિયા પ્રતિ કિલો વધારવી પડે છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, કાચા માલની ઉંચી કિંમતના પ્રભાવને સંપૂર્ણ રીતે દૂર કરવા માટે સીએનજી અને પીએનજીની કિંમતોમાં 6.2 રૂપિયા પ્રતિ માનક ધનમીટર અને 9થી 12.5 રૂપિયા પ્રતિ કિલોગ્રામની વૃદ્ધિ કરવાની આવશ્યકતા હશે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: CNG Gas, PNG Price, Price Hike

    विज्ञापन
    विज्ञापन