પશ્ચિમ બંગાળમાં હવે મહિલા BJP કાર્યકરની હત્યા, બસીરહાટમાં તણાવ

News18 Gujarati
Updated: June 14, 2019, 8:39 AM IST
પશ્ચિમ બંગાળમાં હવે મહિલા BJP કાર્યકરની હત્યા, બસીરહાટમાં તણાવ
મહિલા કાર્યકર

આ પહેલા નવમી જૂનના રોજ પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં ટીએમસી અને બીજેપીના કાર્યકરો વચ્ચે ઝઘડો થયો હતો.

  • Share this:
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હવે બસીરહાટ લોકસભા મતવિસ્તારમાં આવતા હાસનાબાદમાં ભાજપાની મહિલા કાર્યકરની માથામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. બનાવ બાદ આખા વિસ્તારમાં તણાવની પરિસ્થિતિ ઉભી થઈ છે. ઘટના બાદ અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હાલ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે રાજકીય હિંસા અંતર્ગત આ હત્યા થઈ છે કે નહીં તેની કોઈ માહિતી મળી નથી.

નોંધનીય છે કે ગત દિવસોમાં બસીરહાટમાં જ રાજનીતિક હિંસામાં ભાજપના બે કાર્યકર અને તૃણમૂલ કોંગ્રેસના એક કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. જે બાદમાં આખા દેશનું રાજકારણ ગરમાયું છે. બીજેપીએ આક્ષેપ લગાવ્યો છે કે હત્યા પાછળ ટીએમસીનો હાથ છે, જ્યારે ટીએમસીનું કહેવું છે કે આ બીજેપીનું ષડયંત્ર છે.

બીજેપીના ત્રણ કાર્યકરોની હત્યા

આ પહેલા નવમી જૂનના રોજ પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં ટીએમસી અને બીજેપીના કાર્યકરો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ચાર લોકોનાં મોત થયાં હતા. બીજેપીએ આક્ષેપ લગાવ્યો હતો કે ટીએમસીના કાર્યકરોએ તેના ત્રણ લોકોને ગોળી મારી દીધી હતી. બીજી તરફ ટીએમસીનો આક્ષેપ છે કે તેના એક કાર્યકર કયુમ મોલ્લહની હત્યા કરી નાખવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બબાલ પાર્ટીનો ઝંડો લગાવવાને લઈને થઈ હતી, જે બાદમાં મોટી સંખ્યામાં બંને પક્ષના કાર્યકરો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

રાજ્યપાલે બોલાવી બેઠક

પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હત્યાઓ વચ્ચે રાજ્યપાલ કેસરી નાથ ત્રિપાઠીએ ગુરુવારે સર્વદળીય બેઠક બોલાવી હતી. બેઠક બાદ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ જય પ્રકાશ મજુમદારે કહ્યુ કે રાજ્યપાલે અમુક સૂચનો કર્યા છે, પરંતુ ટીએસીના પ્રતિનિધિ કહી રહ્યા છે કે તેમણે પાર્ટીના સુપ્રીમો મમતા બેનરજી સાથે ચર્ચા કરવાની જરૂર છે. તૃણમૂલ તરફથી બેઠકમાં પાર્ટીના મહાસચિવ અને રાજ્યમંત્રી પાર્થ ચેટરજી હાજર રહ્યા હતા.
First published: June 14, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading