બંગાળમાં વધુ એક BJP કાર્યકર્તાની લાશને થાંભલા સાથે લટકાવી, CID તપાસ કરશે

News18 Gujarati
Updated: June 2, 2018, 2:42 PM IST
બંગાળમાં વધુ એક BJP કાર્યકર્તાની લાશને થાંભલા સાથે લટકાવી, CID તપાસ કરશે
પશ્વિમ બંગાળમાં રાજકીય હત્યાઓનો સિલસિલો રોકવાનું નામ જ નથી લેતો. પુરુલિયા જિલ્લાના ડાંભા ગામમાં એક બીજેપી કાર્યકર્તાની લાશ થાંભલા સાથે લટકતી મળી છે.

પશ્વિમ બંગાળમાં રાજકીય હત્યાઓનો સિલસિલો રોકવાનું નામ જ નથી લેતો. પુરુલિયા જિલ્લાના ડાંભા ગામમાં એક બીજેપી કાર્યકર્તાની લાશ થાંભલા સાથે લટકતી મળી છે.

  • Share this:
પશ્વિમ બંગાળમાં રાજકીય હત્યાઓનો સિલસિલો રોકવાનું નામ જ નથી લેતો. પુરુલિયા જિલ્લાના ડાંભા ગામમાં એક બીજેપી કાર્યકર્તાની લાશ થાંભલા સાથે લટકતી મળી છે. મૃતકનું નામ દુલાલ કુમાર છે જે બીજેપી સાથે જોડાયેલો છે. આ ઘટનાથી વિસ્તારમાં તણાવની સ્થિતિ ઊભી થઇ છે જોકે, આ ઘટનાની સીઆઇડી ક્રાઇમને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

દુલાલની લાશ શનિવારે એક પાવર ગ્રિડ ટાવરથી લટકતી મળી છે. દુલાલ પણ શુક્રવારે ગુમ થયો હતો. આ ઉપરાંત વધુ એક બીજેપી સમર્થકને પુરુલિયાના બડાબજાર વિસ્તારમાં માર મારવામાં આવ્યો છે. જોકે, તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે.

આ પહેલા બુધવારે આવી જ ઘટના પ્રકાશમાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. બંને ઘટનાઓ પાછળ બીજેપીએ તૃણમૂલ કોંગ્રેસ ઉપર આરોપ લાગાવ્યો છે. પોલીસ આ ઘટનામાં તપાસમાં લાગી છે. ભાજપે આ ઘટનાને પૂર્વ આયોજીત કાવતરૂં ઘણાવીને તૃણમૂલ કોંગ્રેસ ઉપર આપોલ લગાવ્યો છે. પશ્વિમ બંગાળના બીજેપી પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ આ ઘટનાની વીડિયો ટ્વિટ કરતા કહ્યું હતું કે, અમે શરમ અનુભવીએ છીએ. કદાચ પ્રજાતંત્ર પણ શર્મિંદા હશે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા ત્રિલોચન મહતો નામના એક બીજેપી કાર્યકર્તાની હત્યા કરીને તનાી લાશને ઝાડ સાથે લટકાવી દીધી હતી. હત્યારાઓએ મૃતકના પીઠ ઉપર બીજેપી સાથે કામ કરવાનું આ જ પરિણામ હશે. એવો સંદેશો લખ્યો હતો. આ તસવીર આવ્યા પછી દેશભરમાં આ ઘટાની નિંદા થઇ હતી. બીજેપીએ તૃણમૂલ કોંગ્રેસ ઉપર આ હત્યાનો આરોપ લગાવ્યો હતો. જોકે, ટીએમસીએ આ ઘટના પાછળ પોતાનો હાથ હોવાનથી ઇન્કાર કર્યો છે. રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગે મીડિયાના રિપોર્ટને આધાર બનાવીને રાજ્ય સરકારને નોટીસ મોકલી છે. આયોગે રાજ્યના પોલીસ વડાને મહિનામાં રિપોર્ટ જમા કરાવવા માટે આદેશ કર્યો છે.
First published: June 2, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading