પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે વધુ એક ઍસ્ટરૉઇડ, ફૂટબોલના મેદાનના કદનો ઍસ્ટરૉઇડ પૃથ્વી નજીકથી થશે પસાર

પ્રતીકાત્મક તસવીર

પ્રથમવાર ઍસ્ટરૉઇડ માર્ચમાં જોવા મળ્યો હતો. આ ઍસ્ટરૉઇડ ચોથી મેના રોજ પૃથ્વી પાસેથી પસાર થશે. જે 9 કિ.મી. પ્રતિ સેકન્ડની ઝડપે પસાર થશે.

  • Share this:
નવી દિલ્હી: 2021નો ખૂબ જ મોટો ઍસ્ટરૉઇડ (Asteroid) પૃથ્વી તરફ ગતિથી આગળ વધી રહ્યો છે. નાસા (NASA) અનુસાર આ ઍસ્ટરૉઇડ પૃથ્વીથી લગભગ 3.4 મિલિયન દૂરથી પસાર થઈ જશે. નાસાના વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી છે કે આ AF8 નામનો ઍસ્ટરૉઇડ ફૂટબોલના મેદાનના કદ (football field sixe asteroid)નો છે. તેનું કદ 260થી 580 મીટર સુધીનું હોઈ શકે છે. આ ઍસ્ટરૉઇડ અન્ય ઍસ્ટરૉઇડની તુલનામાં નાનો છે. જે પૃથ્વી પાસેથી પસાર થઈ ચૂક્યો છે. પરંતુ વૈજ્ઞાનિકો આ ઍસ્ટરૉઇડને ખતરનાક માની રહ્યા છે, કારણ કે તે નુકસાન પહોંચાડી શકે છે.

પ્રથમવાર ઍસ્ટરૉઇડ માર્ચમાં જોવા મળ્યો હતો. આ ઍસ્ટરૉઇડ ચોથી મેના રોજ પૃથ્વી પાસેથી પસાર થશે. જે 9 કિ.મી. પ્રતિ સેકન્ડની ઝડપે પસાર થશે.

આ પણ વાંચો: 'હું એક સારો દીકરો ન બની શક્યો, ન કમાઈ શક્યો,' રાજકોટમાં મિકેનિકલ એન્જિનિયરનો આપઘાત

નાસા જેપીએલ અનુસાર AF8ની પૃથ્વી સાથે શટ ક્રોસના કારણે તે ખૂબ જ ખતરનાક ઍસ્ટરૉઇડ છે. આ ઍસ્ટરૉઇડની કક્ષાના નિર્માણનું નિરીક્ષણ 25 ડિસેમ્બર 2020ના રોજ કરવામાં આવ્યું હતું. જેનું છેલ્લે અધિકૃત નિરીક્ષણ 4 માર્ચ 2021ના રોજ કરવામાં આવ્યું હતું. IAU માઈનર પ્લાનેટ સેન્ટર રેકોર્ડનું કક્ષા નક્કી કરવા માટે 157 નિરીક્ષણ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સુરતમાં કોરોનાની ગંભીર સ્થિતિ: ઠેર ઠેર I Support જનતા લૉકડાઉનનાં બેનરો લાગ્યા; કેન્દ્રની ટીમના શહેરમાં ધામા 

21 માર્ચના રોજ સૌથી મોટો ઍસ્ટરૉઇડ 2001 FO32 જેનો આકાર 2,230 ફૂટ (680 મીટર) પહોળો હતો, તે પૃથ્વી પાસેથી 1.25 મિલિયન માઈલથી પસાર થઈ ગયો. નાસા અનુસાર આ ઍસ્ટરૉઇડ વર્ષ 2052 સુધી પૃથ્વી નજીક નહીં આવે.



આ પણ વાંચો: ફરી જોવા મળી 2020ની તસવીરો, લૉકડાઉનના ડરથી પ્રવાસી મજૂરોનું પલાયન

23 માર્ચે ત્રણ ઍસ્ટરૉઇડ પૃથ્વીની નજીક આવ્યા હતા. ત્રણ ઍસ્ટરૉઇડ સૌથી મોટો 2021 FH ઘરના આકારનો હતો. નાસાનું માનવું છે કે આ ઍસ્ટરૉઇડનો વ્યાસ 39 ફૂટ અને 89 ફૂટ (12 મીટરથી 27 મીટર) વચ્ચે છે. જેની લંબાઈ અડધા ટ્રક જેટલી હોઈ શકે છે. જે પૃથ્વી પાસેથી 145,940 માઈલ દૂરથી પસાર થયો છે.
First published: