Home /News /national-international /

સગીર બળાત્કાર કેસ: આસારામને સાથ આપનાર 4ની જાણો શું હતી ભૂમિકા

સગીર બળાત્કાર કેસ: આસારામને સાથ આપનાર 4ની જાણો શું હતી ભૂમિકા

    યૌન શોષણ કેસમાં જેલની સજા કાપી રહેલા આસારામ પર પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે 15 અને 16 ઓગસ્ટ 2013ની રાતે જોધપુરના એક ફાર્મ હાઉસમાં આસારામે સારવારના બહાને તેની પર બળાત્કાર કર્યો હતો.

    આ કાંડને આસારામ એકલાએ ન હતો કર્યો. આમાં ચાર અન્ય લોકો પણ સામેલ હતાં. આજે જોધપુર કોર્ટે આસારામ અને બે તેના બે સહયોગીઓને દોષિત જાહેર કર્યા છે જ્યારે અન્ય બે આરોપીઓ શિલ્પા અને શિવાને નિર્દોષ જાહેર કર્યા છે.

    યુપીના શાહજહાંપુરની રહેવાસી પીડિતાએ દિલ્હી આવવા અને ત્યાંથી જોધપુર જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જેમાં હોસ્ટેલ વોર્ડન, હોસ્ટેલ સંચાલક, પ્રમુખ સેવક અને રસોઇયાનું નામ સામેલ છે. પીડિતાએ દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં 19 ઓગસ્ટ 2013ના રોજ આસારામ સહિત આ બધા સામે એફઆરઆઇ નોંધાવી છે.

    આ આરોપીઓ સામે હતા નીચે પ્રમાણેના આરોપ

    1. હોસ્ટેલ વોર્ડન શિલ્પી ઉર્ફે સંચિતા ગુપ્તા
    તેણે પીડિતાને ભૂતપ્રેતનો ડર બતાવવાનો આરોપ હતો.

    2. હોસ્ટેલ સંચાલક શરદચંદ્ર ઉર્ફે શરતચંદ્ર
    બીમારીની ખબર પડ્યા પછી પણ સારવાર ન કરાવી. આખી રાત અનુષ્ઠાન કરાવ્યા. તેણે જ પીડિતાના મનમાં નાંખ્યું કે આસારામ જ તેને સાજી કરી શકે છે.

    3. પ્રમુખ સેવક શિવા ઉર્ફે સેવારામ
    વિદ્યાર્થીને શાહજહાંપુરથી દિલ્હી અને દિલ્હીથી જોધપુર બોલાવી. જોધપુરના મણાઇ આશ્રમમાં આસારામ સાથે મુલાકાત કરાવી.

    4. રસોઇયો પ્રકાશ
    શરદ, શિલ્પી,શિવા અને આસારામ વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી. વિદ્યાર્થીનીના પરિજનોને જવાની ફરજ પાડી તેને એકલી રહેવા મજબૂર કરી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Asaram bapu, Asaram bapu case verdict, Asaram verdict

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन