સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ સુપ્રીમ કોર્ટના આદેશ છતાંય લોકપાલ તથા લોકાયુક્ત અધિનિયમ, 2013ને લાગુ ન કરવા પર કેન્દ્રની નિંદા કરી. સોમવારે તેઓએ ભ્રષ્ટાચાર વિરોધી કાયદો લાગુ કરવા અને ખેડૂતો સાથે જોડાયેલી માંગોને લઈને 30 જાન્યુઆરીથી અનિશ્ચિત સમય માટેની ભૂખ હડતાળની જાહેરાત કરી. હજારેએ કહ્યું કે જો લોકપાલ હોત તો રાફેલ 'સ્કેમ' ન થયો હોત. તેઓએ કહ્યું કે તેમને લાગે છે કે દેશ પર 'તાનાશાહી'ની તરફ જવાનો 'ખતરો' ઊભો થઈ રહ્યો છે.
છેલ્લા 8 વર્ષથી લોકપાલની માંગને લઈને હજારેની આ ત્રીજી ભૂખ હડતાલ હશે. તેઓ સિવિલ સોસાયટી સભ્યો તથા સમૂહોનું નેતૃત્વ કરતાં એપ્રિલ 2011માં પહેલીવાર દિલ્હીના રામલીલા મેદાનમાં અનિશ્ચિત સમય માટેની ભૂખ હડતાળ પર બેઠા હતા.
હજારેએ કહ્યું કે, જો લોકપાલ હોત તો રાફેલ જેવા ગોટાળા ન થયા હોત. મારી પાસે રાફેલ સાથે જોડાયેલા ડોક્યુમેન્ટ્સ છે. હું બે દિવસમાં તેનું અધ્યયન કર્યા બાદ બીજી પ્રેસ કોન્ફરન્સ કરીશ. મને એક વાત સમજ નથી આવતી કે સમજૂતીના એક મહિના પહેલા બનેલી એક કંપનીને તેમાં સહયોગી કેવી રીતે બનાવવામાં આવી. હજારે 30 જાન્યુઆરીએ પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં ભૂખ હડતાળ કરશે. તેઓ સરકાર દ્વારા ડિમાન્ડ પૂરી થવા સુધી આ હડતાળ ચાલુ રાખશે.
અન્ના હજારેએ કહ્યું કે, ભૂતકાળમાં સરકાર લેખિતમાં કહી ચૂકી છે કે તેઓ લોકપાલ કાયદો પાસ કરશે. ખેડૂતોને પેન્શન તથા દોઢ ગણું વધુ ન્યૂનતમ સમર્થન મૂલ્ય ઉપલબ્ધ કરાવશે, પરંતુ કંઈ જ ન થયું. હવે હું વધુ જૂઠા આશ્વાસનો પર વિશ્વાસ નહીં કરું. જીવન રહેવા સુધી ભૂખ હડતાળ ચાલુ રાખીશ.
ગયા વર્ષે માર્ચમાં હજારે તથા તેમના સમર્થકોએ લોકપાલ કાયદો લાગુ કરવાની માંગને લઈને રામલીલા મેદાનમાં એક સપ્તાહ ભૂખ હડતાળ કરી હતી.
હજારેએ કહ્યું કે, કોઈ બંધારણીય સંસ્થાનો આદેશ લાગુ ન કરવો દેશના લોકતંત્રથી તાનાશાહીની તરફ લઈ જાય છે. આ સરકાર પણ એવું જ કરી રહી છે. આ કેવી સરકાર છે જે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નથી કરતી. આ સરકાર છે કે કોઈ વાણીયાની દુકાન.
તેઓએ પોતાના સમર્થકોને રાલેગણ સિદ્ધિને બદલે પોતપોતાના સ્થાનો પર ભૂખ હડળતાલ કરવા માટે કહ્યું. રાષ્ટ્રીય ખેડૂત મહાપંચાયતે હજારેનું સમર્થન કર્યું છે એન તેમનું કહેવું છે કે દેશભરના ખેડૂત સંગઠનો ભૂખ હડતાળમાં સામેલ થશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર