Home /News /national-international /અંકિતા મર્ડર કેસ: નહેરમાંથી મળી આવી યુવતીની લાશ, પોલીસે હત્યાના ત્રણેય આરોપીને દબોચી લીધા

અંકિતા મર્ડર કેસ: નહેરમાંથી મળી આવી યુવતીની લાશ, પોલીસે હત્યાના ત્રણેય આરોપીને દબોચી લીધા

અંકિતા મર્ડર કેસમાં સરકારની મોટી એક્શન (ફાઈલ ફોટો)

Ankita murder case: ઉત્તરાખંડના બહુચર્ચિત મર્ડર કેસ અંકિતાની હત્યા બાદ શનિવારે સવારે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અંકિતાની લાશ એક નહેરમાંથી મળી આવી છે અને તેના આરોપીઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.

  ઉત્તરાખંડ: અંકિતા મર્ડર કેસને લઈને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા અધિકારીઓને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.

  આ તમામની વચ્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શનિવારે સવારે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, અંકિતા ભંડારીની લાશ નહેરમાંથી મળી આવી છે. તેમણે લખ્યું કે, આજે સવારે દિકરી અંકિતાનો પાર્થિવ દેહ મળી આવ્યો છે, આ હચમચાવી નાખતી ઘટનાથી હું અત્યંત દુ:ખી છું. દોષિતોને કડક સજા આપવા માટે પોલીસ અધિકારી રેણુકા દેવીજીના નેતૃત્વમાં SIT બનાવીને તેના પર ગંભીર મામલાની ઊંડાણપૂર્વક તપાસના આદેશ આપી દીધા છે.

  આરોપીઓના ગેર કાયદેસર રીતે બનેલા રિઝોર્ટ પર બુલડોઝર દ્વારા કાર્યવાહી પણ કાલે રાતે કરી દીધી છે. અમારો સંકલ્પ છે કે, આ જઘન્ય અપરાધના દોષિતોને છોડવામાં આવશે નહીં.

  24 કલાકની અંદર ત્રણેય આરોપીની ધરપકડ


  આ હત્યાકાંડમાં સામેલ ત્રણેય આરોપીઓને 24 કલાકની અંદર ધરપકડ કરી લેવામાં આવ્યા છે, ભાજપ નેતા અને પૂર્વ રાજ્યમંત્રી વિનોદ આર્યનો દિકરો પુલકિત આર્ય આ મર્ડર કેસમાં મુખ્ય આરોપી છે.

  આરોપીઓના ઘર પર બુલડોઝર ફર્યા


  આ બાજૂ મુખ્યમંત્રીએ કડક વલણને જોતા પૌડી પ્રશાસને રિઝોર્ટને બુલડોઝરથી ધ્વસ્ત કરી નાખ્યું હતું. આ રિઝોર્ટમાં ગેરકાયદેસર નિર્માણની ફરિયાદો આવી હતી. ખાસ કરીને અંકિતા મર્ડર કેસ બાદ કેટલાય લોકોએ આ ગેરકાયદેસર નિર્માણની ફરિયાદ કરી હતી. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, સીએમના આદેશ બાદ પૌડી પ્રશાસન અને પોલીસે આ કાર્યવાહી કરી છે.

  અધિકારીઓ સાથે મીટિંગ કરતા સીએમ ધામીએ કહ્યું કે, આ કોઈ સામાન્ય ઘટના નથી. જે કોઈએ આ ઘટનાનો અંજામ આપ્યો છે, તેમની સાથે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, પોલીસ પોતાનું કામ કરી રહી છે. કોઈ પણ સંજોગોમાં પીડિતાને ન્યાય મળશે. આપને જણાવી દઈએ કે, આરોપીના રિઝોર્ટને લઈને પહેલા પણ કેટલીય વાર સ્થાનિક પ્રશાસનને ફરિયાદો મળી હતી. જ્યારે પણ કોઈ ઘટનાને લઈને લોકો આ ફરિયાદોને સોશિયલ મીડિયા દ્વારા મુખ્યમંત્રી સુધી પહોંચાડવા લાગતા હતા. તેને જોઈને સીએમ ધામી અધિકારીઓ પાસેથી જવાબ લેતા હતા. તેમણે આ કેસમાં તાત્કાલિક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. ત્યાર બાદ એસડીએમ પ્રમોદ કુમારની આગેવાનીમાં પહોચેલી ટીમે રિઝોર્ટને જેસીબીથી ધ્વસ્ત કરી દીધું હતું. તેમણે આ કાર્યવાહી ઉચ્ચઅધિકારીઓના નિરેદેશ પર કરી છે.

  આ પણ વાંચો:  અંકિતા મર્ડર કેસની તપાસ માટે SIT બનાવી, CID ઘટનાસ્થળે પહોંચી

  રિઝોર્ટમાં ગેરકાયદેસરની પ્રવૃતિઓની ફરિયાદ


  પોલીસના જણાવ્યા અનુસાર આરોપીના વનંત્રા રિઝોર્ટને લઈને સતત ફરિયાદો આવી રહી હતી. કહેવાઈ રહ્યું હતું કે, આ રિઝોર્ટમાં અનૈતિક પ્રવૃતિઓ થઈ રહી હતી. ત્યાં સુધી કે અહીં કર્મચારીઓ સાથએ અભદ્રતા અને મારપીટની ઘટનાઓ પણ દિવસેને દિવસે વધી રહી હતી. કેમ કે આરોપી રિઝોર્ટ સંચાલક એક રાજ્યમંત્રીની દિકરો છે. એટલા માટે સ્થાનિક પ્રશાસન તેને દબંગાઈ સાંખી લેતું હતું. આરોપ છે કે, રિઝોર્ટ સંચાલક પુલકિત આર્યએ અંકિતા ભંડારીને ગ્રાહક સાથે ખોટા કામ કરવાનું પ્રેશર બનાવ્યું હતું. આ વાત તેણે સ્વયં કબૂલ પણ કર્યું છે.


  વિરોધ કરવા પર અંકિતાની હત્યા


  સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અંકિતાએ અનૈતિક કામ કરવાની ના પાડી તો આરોપીએ તેની હત્યા કરી નાખી. આરોપ છે કે, તે પહેલા પણ આ પ્રકારનો વિરોધ કરનારા કર્માચારીઓ સાથે ખોટી રીતે મારપીટ કરી ચુક્યો છે. તેના ડરથી કર્મચારીઓ પોતાનો અવાજ ઉઠાવી શકતા નથી. પણ જ્યારે સ્થિતિ હદ બહાર ગઈ તો, કર્મચારીઓ નોકરી છોડીને જતાં રહ્યા.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Uttrakhand

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन