Home /News /national-international /અંકિતા ભંડારી મર્ડર કેસ: PM રિપોર્ટમાં ઈજા અને ડૂબવાથી મૃત્યુ થવાનો ખુલાસો, પોલીસને મળ્યા મહત્વના પુરાવા

અંકિતા ભંડારી મર્ડર કેસ: PM રિપોર્ટમાં ઈજા અને ડૂબવાથી મૃત્યુ થવાનો ખુલાસો, પોલીસને મળ્યા મહત્વના પુરાવા

અંકિતા ભંડારીનું શબ ચીલા શક્તિ નહેરમાંથી જપ્ત કરવામાં આવ્યું હતું.

ઉત્તરાખંડની અંકિતા ભંડારીનું શબ 24 સપ્ટેમ્બરે ચીલા શક્તિ નહેરમાંથી મળ્યા પછી તેને પોસ્ટમોર્ટમ માટે ઋષિકેશની એમ્સમાં મોકલવામાં આવ્યું હતું. પીએમ રિપોર્ટના ડ્રાફટ મુજબ, અંકિતાનું મૃત્યુ બ્લંટ ફોર્સ ટ્રોમા(માથામાં ગંભીર ઈજા) અને ડૂબવાના કારણે થયું છે. તે એક પૂર્વ સુરક્ષા ગાર્ડ અને એક આંગણવાડી કાર્યકર્તાની પુત્રી હતી. તેણે ધો.12 પાસ કર્યું હતું અને તે કોલેજ જવા ઈચ્છુક હતી. જોકે તેના પિતાએ ગાર્ડની નોકરી છોડી દીધી તો તેણે ગત મહિનાના અંતમાં એક રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરવાનો નિર્ણય લીધો.

વધુ જુઓ ...
  ઋષિકેશ: ઉત્તરાખંડની અંકિતા ભંડારીનું શબ 24 સપ્ટેમ્બરે ચીલા શક્તિ નહેરમાંથી મળ્યા પછી તેને પોસ્ટમોર્ટમ માટે ઋષિકેશની એમ્સમાં મોકલવામાં આવ્યું હતું. પીએમ રિપોર્ટના ડ્રાફટ મુજબ, અંકિતાનું મૃત્યુ બ્લંટ ફોર્સ ટ્રોમા(માથામાં ગંભીર ઈજા) અને ડૂબવાના કારણે થયું છે. તે એક પૂર્વ સુરક્ષા ગાર્ડ અને એક આંગણવાડી કાર્યકર્તાની પુત્રી હતી. તેણે ધો.12 પાસ કર્યું હતું અને તે કોલેજ જવા ઈચ્છુક હતી. જોકે તેના પિતાએ ગાર્ડની નોકરી છોડી દીધી તો તેણે ગત મહિનાના અંતમાં એક રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરવાનો નિર્ણય લીધો. અંકિતાને હજી તો તેની પ્રથમ સેલેરી પણ મળી નહોતી. ગત 18 સપ્ટેમ્બરે રિસોર્ટ સંચાલક અને 2 મેનેજરોએ નહેરમાં તેને ધક્કો મારીને તેની હત્યા કરી દીધી હતી.

  ગુમ થયા પછી છ દિવસે મળ્યું અંકિતાનું શબ

  ઉત્તરાખંડનાલક્ષ્મણ ઝૂલા વિસ્તારમાં રિસોર્ટમાંથી ગુમ થયાના છ દિવસ પછી શનિવારે પોલીસે અંકિતાના શબને નહેરમાંથી જપ્ત કર્યું હતું. પોલીસે 22 સપ્ટેમ્બરે રિસોર્ટના માલિક પુલકિત આર્યની ધરપકડ કરી હતી, જે રાજ્યના પૂર્વ મંત્રી વિનોદ આર્યનો પુત્ર છે. રિસોર્ટ મેનેજર સૌરભ ભાસ્કર અને અંકિત નામના એક અન્ય વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ત્રણેયે પૂછપરછમાં કથિત રીતે એક વિવાદ પછી અંકિતાને નહેરમાં ધક્કો મારી દેવાની વાતને કબુલી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે કહ્યું કે પોલીસને હવે એવા પુરાવા મળ્યા છે, જે જણાવે છે કે આરોપી કથિત રીતે રિસોર્ટમાં કેટલાક મહેમાનોની વિશેષ સેવાઓ આપવા માટે અંકિતા પર દબાણ કરી રહ્યાં હતા અને જ્યારે તેણીએ વિરોધ કર્યો તો તેને મારી નાંખવામાં આવી હતી.

  અંકિતા ભંડારીની મોટી મમ્મીએ કહ્યું- તેને પહેલી સેલેરી આપતા પહેલા જ મારી નાખી

  અંકિતાના પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર તે 28 ઓગસ્ટે પોતાના ગાભ દોભ શ્રીકોટથી લગભગ 130 કિલોમીટર દૂર ઋષિકેશ સ્થિત વનતારા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરવા પહોંચી હતી. અંકિતાની મોટી મમ્મીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે પોતાના પરિવારની આર્થિક સ્થિતિના કારણે તેણે પૈડીની ભગત રામ સ્કુલમાંથી ઈન્ટરમીડિએટ કર્યા પછીથી પોતાનું એજ્યુકેશન છોડવું પડ્યું હતું અને તેણે જોબ શરૂ કરી. અંકિતાના પિતા વીરેન્દ્ર ભંડારી ચૌરા બાંધ પર ખાનગી સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા હતા. જોકે થોડા વર્ષો પહેલા જ તેમણે નોકરી છોડી દીધી હતી. પરિવારમાં એકમાત્ર કમાનાર તેની માતા સોની ભંડારી છે. જે એક આંગણવાડી કાર્યકર્તાઓ તરીકે કામ કરે છે. તેનો મોટો ભાઈ સચિન દિલ્હીમાં અભ્યાસ કરી રહ્યો છે.

  અંકિતા અને તેના દોસ્તની વચ્ચે થયેવી વ્હોટ્સઅપ ચેટ પોલીસ માટે મુખ્ય પુરાવા

  ડીજીપી અશોક કુમારના જણાવ્યા મુજબ પોલીસે અંકિતા અને જમ્મુમાં રહેતી તેની એક દોસ્તની વચ્ચે થયેલી વ્હોટ્સઅપ ચેટને રિટ્રીવ કરી છે. તેમણે કહ્યું કે મેસેજમાં અંકિતાએ સ્પષ્ટ કર્યું છે કે તે(આરોપીઓ) ઈચ્છે છે કે તે વિશેષ સેવાઓ આપે. તેના દોસ્ત અને વ્હોટ્સઅપ ચેટ અમારા માટે મુખ્ય પુરાવા છે. આ સિવાય અમને એ જ નહેરમાંથી શબ મળ્યું છે, જેમાં આરોપીઓએ તેને ધક્કો મારવાની વાતને કબુલી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વ્હોટ્સઅપ ચેટમાં અંકિતાએ ઉલ્લેખ કર્યો છે કે તે રિસોર્ટમાં અસુરક્ષિત હોવાનો અનુભવ કરી રહી હતી અને આરોપીઓમાંથી એકે કથિત રીતે તેને 10000 રૂપિયાના બદલામાં કોઈ કસ્ટમરને વિશેષ સેવાઓ આપવા માટે કહ્યું હતું.
  Published by:Vrushank Shukla
  First published:

  Tags: Girl died, Girl Murder, Girls

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन