Facebook વિવાદ : ફેસબુક ઇન્ડિયાની પબ્લિક પોલિસી હેડ આંખી દાસે કંપની છોડી

News18 Gujarati
Updated: October 27, 2020, 10:54 PM IST
Facebook વિવાદ : ફેસબુક ઇન્ડિયાની પબ્લિક પોલિસી હેડ આંખી દાસે કંપની છોડી
પ્રતિકાત્મક તસવીર

આંખી દાસ થોડા સમય પહેલા ડેટા સુરક્ષા વિધેયક 2019ને લઈને બનાવેલી સંસદની સંયુક્ત સમિતી સામે હાજર થઈ હતી

  • Share this:
નવી દિલ્હી : ફેસબુક ઇન્ડિયાની (Facbook India)પબ્લિક પોલિસી હેડ આંખી દાસે (Ankhi Das)કંપની છોડી દીધી છે. ફેસબુક (Facebook)તરફથી આ જાણકારી આપવામાં આવી છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ તરફથી જાહેર કરેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આંખીએ પબ્લિક સર્વિસમાં આગળ વધવા માટે કંપની છોડી દીધી છે. આંખી દાસ સોશિયલ મીડિયા મંચ પર નફરત ફેલાવનાર ટિપ્પણીઓને લઈને પ્રતિબંધ લગાવવાના મામલામાં કથિત પક્ષપાત કરવાને લઈને ચર્ચામાં હતી.

ફેસબુક ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અજીત મોહને ઇમેલ દ્વારા જાહેર કરેલ એક નિવેદનમાં કહ્યું કે આંખીએ સાર્વનજનિક સેવામાં પોતાના રસને આગળ વધારવા માટે ફેસબુકમાં પોતાની ભૂમિકાથી હટવાનો નિર્ણય કર્યો છે. ભારતના સૌથી શરૂઆતના કર્મચારીઓમાંથી એક આંખી છેલ્લા 9 વર્ષોમાં કંપની અને તેની સેવાઓના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો - માઇક પોમ્પિયોની ભારત યાત્રા પર ભડક્યું ચીન, કહ્યું - કલહના બીજ વાવવાનું બંધ કરો

આંખીએ પોતાની અંતિમ પોસ્ટમાં કહ્યું કે મેં સાર્વજનિક સેવામાં પોતાના વ્યક્તિગત હિતને આગળ વધારવા માટે લોકો અને નિર્માણ સમુદાયોને જોડવાના પોતાના મિશનમાં લાંબા સમય સુધી સેવા પછી ફેસબુકથી હટવાનો નિર્ણય કર્યો છે. જ્યારે મેં 2011માં ફેસબુક જોઈન કર્યું હતું ત્યારે દેશમાં ઇન્ટરનેટનો વિકાસ ઘણો ઓછો હતો અને હું હંમેશા વિચારતી હતી કે સામાજિક અને આર્થિક વિષમતાને કેવી રીતે સંબોધિત કરવામાં આવશે. અમે ભારતના લોકોને જોડવા માટે ફક્ત પોતાના મિશન અને ઉદ્દેશ્યથી આગળ વધી રહેલા એક નાના ગૈર સ્ટાર્ટઅપ હતા. નવ વર્ષ પછી મને લાગે છે કે મિશન ઘણા હદ સુધી પુરુ થઈ ગયું છે.

આંખીએ કહ્યું હતું કે આ એક વિશેષ કંપની અને એક વિશેષ સમૂહ છે. દુનિયા માટે કશુંક સુંદર બનાવવા માટે આભાર માર્ક. મને વિશ્વાસ છે કે મેં તમારી અને કંપનીની સારી સેવા કરી છે. મને ખબર છે કે આપણે ફેસબુકથી સંપર્કમાં રહીશું.
આંખી દાસ થોડા સમય પહેલા ડેટા સુરક્ષા વિધેયક 2019ને લઈને બનાવેલી સંસદની સંયુક્ત સમિતી સામે હાજર થઈ હતી. આંખીનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે થોડા દિવસો પહેલા ફેસબુક પર પોતાના સૌથી મોટા બજાર, ભારતમાં રાજનીતિક સામગ્રીને લઈને સવાલ ઉઠ્યા હતા.
Published by: Ashish Goyal
First published: October 27, 2020, 10:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading