Home /News /national-international /Rajasthan : પરિવારને મંજૂર ન હતો પ્રેમ, એકબીજાથી 1100 કિમી દૂર બેઠા કપલે ભર્યું આવું ખોફનાક પગલું

Rajasthan : પરિવારને મંજૂર ન હતો પ્રેમ, એકબીજાથી 1100 કિમી દૂર બેઠા કપલે ભર્યું આવું ખોફનાક પગલું

કહેવામાં આવી રહ્યું છે કે અંજલી અને વિવેક એક કોમન ફ્રેન્ડ સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી

Suicide news - અંજલી જયસ્વાલ ચાર્ટર એકાઉન્ટન્ટ (CA)ની તૈયારી કરી રહી હતી, વિવેક કુમારે એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો હતો

જયપુર : મોટાભાગે તમે લવ સ્ટોરી (Unique Love Story)ના હેપ્પી એન્ડિંગ (Love Story Happy Ending) વિશે તો સાંભળ્યું જ હશે. પરંતુ રાજસ્થાનની (Rajasthan)એક લવ સ્ટોરી સાંભળીને તમે ભાવુક થઈ જશો. બંને યુવક અને યુવતી બાળપણ (Bachpan ka pyar)થી જ એકબીજાને ઓળખતા હતા અને ત્યારથી જ તેઓ એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. જેમ જેમ તે મોટા થતા ગયા તેમ તેમ પ્રેમ વધુને વધુ ગાઢ થતો ગયો. બંનેને સાથે જીવવાની ઈચ્છા હતી, પરંતુ તેમના નસીબમાં કંઈક બીજું જ લખાયેલું હતું. બિહારમાં પ્રેમીકાએ આત્મહત્યા (Suicide)કરી લીધી. છોકરાને તેના મૃત્યુના સમાચાર મળતા જ તેણે પણ રાજસ્થાનમાં મોતને ભેટી લીધુ.

મળતી માહિતી અનુસાર બિહારના મુઝફ્ફરપુરમાં રહેતા વિવેકને અંજલી સાથે બાળપણમાં મિત્રતા થઈ ગઈ હતી. બંને એકબીજાને ધોરણ 5-6થી ઓળખતા હતા. ધીરે ધીરે તેમની આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. સૂત્રો જણાવે છે કે યુવતીના પરિવારને તેમનો પ્રેમ મંજૂર ન હતો. ઘણી વખત અંજલી અને વિવેકને એકબીજાથી દૂર જવાનું કહેવામાં આવ્યું હતું. આમ છતાં બંનેએ એકબીજાનો સાથ ન છોડ્યો.

આ પણ વાંચો - સગીરાને પસંદ ના આવ્યો 45 વર્ષનો પતિ, 22 વર્ષના ભત્રીજા સાથે થયો પ્રેમ, બન્ને ઘરેથી ભાગી ગયા

અંજલી જયસ્વાલ ચાર્ટર એકાઉન્ટન્ટ (CA)ની તૈયારી કરી રહી હતી. વિવેક કુમાર એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરીને રાજસ્થાનના જયપુર ગયો હતો. આમ છતાં બંને એકબીજાના સંપર્કમાં હતા. બંને ફોન પર વાત કરતા હતા. કહેવાઈ રહ્યું છે કે બુધવારે રાત્રે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી અંજલીએ પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી. સવારે જ્યારે વિવેકને અંજલીની આત્મહત્યાની જાણ થઈ ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો હતો. પછી તેણે પણ જયપુરમાં આત્મહત્યા કરી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે અંજલી અને વિવેક એક કોમન ફ્રેન્ડ સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી


મોબાઈલ પર વાત કરતા કરતા રૂમથી બહાર નીકળ્યો વિવેક, પછી...

મૃતકના પરિવારનું કહેવું છે કે વિવેક સાથે અન્ય એક છોકરો રહેતો હતો. તેણે ફોન કરીને કહ્યું કે વિવેક રૂમમાં હતો અને ત્યારે જ તેના મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો. ફોન પર વાત કરતાં તે પોતાના રૂમમાંથી બહાર નીકળી ગયો. પછી બિલ્ડિંગની છત પર ગયો અને ત્યાંથી કૂદી ગયો. પરિવારના જણાવ્યા અનુસાર વિવેક અંજલીના પ્રેમમાં હતો. અંજલીએ બુધવારે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે તેના એક પરિચિતનો વિવેક પર ફોન આવ્યો. બંનેએ અંજલીની આત્મહત્યા વિશે વાત કરી. ત્યારબાદ વિવેકે પણ આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચો - ટ્યૂશન ટીચર સ્ટૂડન્ટને બાંધતી હતી રાખડી! પિતા સાથે હતા શારિરીક સંબંધો, 7 વર્ષમાં ખર્ચ કરાવ્યા 40 લાખ

…જ્યારે અંતિમ વખત થઈ ગર્લફ્રેન્ડ સાથે વાત

કહેવામાં આવી રહ્યું છે કે અંજલી અને વિવેક એક કોમન ફ્રેન્ડ સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી. પછી વિવેકે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. આ બાદ અંજલી વારંવાર તેનો ફોન ટ્રાય કરતી રહી. ત્યારબાદ તેણે પોતાના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. સવારે વિવેકને તેના મૃત્યુના સમાચાર મળ્યા, ત્યારબાદ વિવેકે પણ બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી.
First published:

Tags: Love story, Rajasthan news, Suicide news