મોદી સરકારની મોટી જાહેરાત: 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે નહીં, પણ કાઉ હગ ડે મનાવો
ફાઈલ ફોટો
ભારત સરકારના મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયના નિર્દેશાનુસાર પશુ કલ્યાણ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલી અપીલમાં કહેવાયું છે કે, આપણે બધા જાણીએ છીએ કે, ગાય ભારતીય સંસ્કૃતિ અને ગ્રામિણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જૂ છે.
Govt Appeals Cow Hug Day on February 14: ભારતના પશુ કલ્યાણ બોર્ડે દેશવાસીઓને અપીલ કરી છે કે, 14 ફેબ્રુઆરી કાઉ હગ ડે (Cow Hug Day) મનાવે. 14 ફેબ્રુઆરીએ દુનિયાભરમાં વેલેન્ટાઈન્સ ડે (Valentine's Day) મનાવામાં આવે છે. બોર્ડની અપીલ મુજબ કાઉ હગ ડેનો અર્થ થાય છે ગાયને ગળે લગાવવી.
ભારત સરકારના મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયના નિર્દેશાનુસાર પશુ કલ્યાણ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલી અપીલમાં કહેવાયું છે કે, આપણે બધા જાણીએ છીએ કે, ગાય ભારતીય સંસ્કૃતિ અને ગ્રામિણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જૂ છે. આપણા જીવનને બનાવી રાખે છે અને પશુધન અને જૈવ વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે. માનવતાને બધું આપનારી મા સમાન પોષક પ્રકૃતિ તેને કામધેનુ અને ગૌમાતાના નામથી આપણે જાણીએ છીએ.
અપીલમાં બીજૂ શું કહ્યું
અપીલમાં આગળ કહ્યું કે, આપણા સમયમાં પશ્ચિમી સંસ્કૃતિની પ્રગતિના કારણે વૈદિક પરંપરા લગભગ વિલુપ્ત થવાની અણી પર છે. પશ્ચિમી સભ્યતાની ચકાચૌંધે આપણી ભૌતિક સંસ્કૃતિ અને વિરાસતને ભૂલાવી દીધી છે. ગાયના ખૂબ જ વધારે ફાયદા જોતા, ગાયને ગળે લગાવવાથી સમૃદ્ધિ આવશે. વ્યક્તિગત અને સામૂહિક ખુશી વધશે. એટલા માટે ગૌમાતાના મહત્વને ધ્યાનમાં રાખતા ગાય પ્રેમી 14 ફેબ્રુઆરીએ કાઉ હગ ડે તરીકે મનાવી શકે છે અને જીવનને ખુશહાલ અને સકારાત્મક ઊર્જાથી ભરેલું બનાવી શકે છે. અપીલ પત્રના અંતમાં સ્પષ્ટ કર્યુ છે કે, આ સક્ષમ પ્રાધિકારીની મંજુરીથી અને પશુપાલન અને ડેરી વિભાગ, મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયના નિર્દેશ પર જાહેર કરવામાં આવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર