Home /News /national-international /Animal Husbandry: પશુ આહાર માટે અઝોલાનો ઉપયોગ વરદાન સમાન, પુષ્કળ દૂધ ઉત્પાદન પણ થશે

Animal Husbandry: પશુ આહાર માટે અઝોલાનો ઉપયોગ વરદાન સમાન, પુષ્કળ દૂધ ઉત્પાદન પણ થશે

કૃષિ વૈજ્ઞાનિકોના મતે અઝોલા પશુપાલન માટે અમૃત કહેવામાં આવે છે. તેમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે.

Animal Husbandry: કૃષિ વૈજ્ઞાનિકોના મતે અઝોલા પશુપાલન માટે અમૃત કહેવામાં આવે છે. તેમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે. મોંઘો લીલો ચારો ખરીદીને પશુઓને ખવડાવતા પશુ માલિકોએ એકવાર અઝોલાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

    Animal Husbandry: દેશના ઘણા ભાગોમાં પશુપાલકો ઘાસચારાની અછત અને તેની મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે. સમયથી મોડો વરસાદ અને વધુ પડતો વરસાદ પણ સંકટ સર્જે છે. કેટલાક રાજ્યોમાં ખેડૂતો ડાંગરનો ઉપયોગ પશુ આહાર તરીકે કરે છે, પરંતુ વધુ પડતા વરસાદથી તે સડી જાય છે. કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે રાજ્યોમાં ઘાસચારાની કટોકટી છે ત્યાં અઝોલાનો ઉપયોગ પશુપાલનના કામમાં કરી શકાય છે. જેથી કરીને મુશ્કેલીઓનો સામનો કરી શકાશે.

    અઝોલા શું છે?


    અઝોલા પોષક તત્વોથી ભરપૂર જળચર છોડ છે. તેના છોડમાં લીલા શેવાળના પાંદડાઓમાં જોવા મળે છે. તે પશુ આહારનો શ્રેષ્ઠ વિકલ્પ છે. મહત્વની વાત એ છે કે તેને તૈયાર કરવા માટે વધારે જગ્યાની જરૂર પડતી નથી. અઝોલાને પાણીમાંથી બહાર કાઢતા તે બીજા દિવસે ફરીથી એ જગ્યા પર ઉગી નીકળશે.  તેના ઉપયોગથી દૂધનું ઉત્પાદન વધી શકે છે.

    પશુપાલન માટે અમૃત


    અઝોલાનો ઉપયોગ મોટાભાગે તે રાજ્યોના પશુપાલકો દ્વારા કરવામાં આવે છે જ્યાં લીલા ચારાની કટોકટી હોય. તે પાણીમાં થાય છે અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે. જેના કારણે પશુઓમાં દૂધનું પ્રમાણ વધે છે. એટલે કે મોંઘાદાટ લીલો ચારો ખરીદીને પશુપાલકો માટે આ એક સારો વિકલ્પ છે. અઝોલાને પશુપાલન માટે અમૃત કહેવામાં આવે છે.

    અઝોલાનું ઉત્પાદન

    એઝોલાનું ઉત્પાદન કેવી રીતે થાય છે?


    અજોલાનું ઉત્પાદન કરવા માટે તેને ઈંટથી ઘેરી લેવામાં આવે છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બેડ બનાવવમાં આવે છે. એટલે કે, નળી પ્રકારનું માળખું તૈયાર કરવામાં આવે છે. તેમાં પાણી ભરી અઝોલાના કેટલાક છોડ મુકવામાં આવે છે. અજોલાને જમીનની સપાટીથી પાંચ થી 10 સેમી પાણીની સપાટીની જરૂર પડે છે. આ માટે તાપમાન 25-30 ડિગ્રી હોવું જોઈએ. પર્યાવરણ અને આબોહવા દ્વારા અઝોલાના ઉત્પાદન પર ખાસ અસર ન થતી હોવાને કારણે, તે દેશના લગભગ તમામ રાજ્યોમાં ઉગાડી શકાય છે.

    કેટલું પ્રોટીન મળે છે


    કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે લીલો ચારો એ દૂધાળા પશુઓના પોષણ અને આરોગ્ય માટે મહત્વનો સ્ત્રોત છે. પરંતુ એ પણ વર્તમાન સમયનું કડવું સત્ય છે કે લીલા ઘાસચારાની સમસ્યા છે. અઝોલામાં તમામ જરૂરી પોષક તત્વોની હાજરીને કારણે, તે ગાય અને ભેંસના વિકાસ અને દૂધ ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. વૈજ્ઞાનિકોના મતે તેને પશુ આહારમાં ભેળવતા પહેલા તેને સારી રીતે ધોઈ લેવું જોઈએ. તેમાં 25 થી 30 ટકા પ્રોટીન હોય છે. એવો દાવો કરવામાં આવે છે કે પ્રતિ કિલોગ્રામ એઝોલાનું ઉત્પાદન કરવા માટે તેની કિંમત 1 રૂપિયાથી પણ ઓછી છે.

    આ પણ વાંચો: Most Expensive Milk: આ છે દુનિયાનું સૌથી મોંઘુ દૂધ, 13 હજાર રૂપિયામાં મળે છે એક લીટરઆ છે દુનિયાનું સૌથી મોંઘુ દૂધ, 13 હજાર રૂપિયામાં મળે છે એક લીટર
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Agricultural, Animal husbandry, Milk દૂધ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन