ઘરમાં ઝઘડો થતા પત્નીએ પતિનું ગુપ્તાંગ કાપી નાંખ્યું

News18 Gujarati
Updated: March 21, 2019, 10:42 AM IST
ઘરમાં ઝઘડો થતા પત્નીએ પતિનું ગુપ્તાંગ કાપી નાંખ્યું
પ્રતિકાત્મક તસવીર

આ દંપતિને બે બાળકો છે અને બંનેની ઉંમર ચાર વર્ષથી નીચે છે. થોડા સમય પહેલા જ, આ દંપતિ રાજસ્થાનથી સ્થળાંતર કરી હૈદરાબાદ આવ્યા હતા

  • Share this:
હૈદરાબાદ: 25 વર્ષની એક મહિલાએ પિત્તો ગુમાવતા તેણે તેના પતિનાં ગુપ્તાંગ કાપી નાંખ્યાની ઘટના હૈદરાબાદમાં બની હતી. આ ઘટના સંદર્ભે 24 વર્ષની મહિલા સામે પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઘરમાં કંકાસ થતા પતિ અને પત્નિ વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં પત્નિએ પિત્તો ગુમાવ્યો હતો અને પતિનાં ગુપ્તાંગ કાપી નાંખ્યા હતા. આ મહિલાનું નામ સંતોષી છે અને તેના પતિનું નામ શેર સિંઘ છે.

પોલીસ ઇન્સ્પેક્ટર વી.અશોક રેડ્ડીએ જણાવ્યું કે, ભોગ બનનાર પતિ હાલ સારવાર હેઠળ છે અને તેની તબીયત સ્થિર છે”.

આ દંપતિને બે બાળકો છે અને બંનેની ઉંમર ચાર વર્ષથી નીચે છે. થોડા સમય પહેલા જ, આ દંપતિ રાજસ્થાનથી સ્થળાંતર કરી હૈદરાબાદ આવ્યા હતા અનો નોકરીની શોધમાં હતા. શેર સિંઘને એક ફેક્ટરીમાં નોકરી મળી ગઇ હતી જ્યારે તેની પત્નિ ઘરકામ કરતી હતી.

આ ઘટના બન્યા બાદ, શેર સિંઘને ઓસમાનિયા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પતિ-પત્નિ વચ્ચેનાં ઝઘડાની જાણ પાડોશીઓને થતા તેમણે પોલીસને જાણ કરી હતી.

પોલીસે સંતોષી સામે ગુનો દાખલ કર્યો છે અને તપાસ હાથ હાથ ધરી છે. જો કે, સંતોષી હાલ તેના પતિ સાથે હોસ્પિટલમાં હોઇ ધરપકડ કરી નથી.
First published: March 21, 2019
વધુ વાંચો
अगली ख़बर