હકીકતમાં જોઈએ તો, આ ઘટના ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદની છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અહીં રહેતી દુલ્હનના લગ્ન મૈનપુરીના એક યુવક સાથે થઈ રહ્યા હતા અને તમામ જાનૈયા પણ પહોંચી ગયા હતા.
લગ્નના વાયરલ કિસ્સામાં ભાગ્યે જ કોઈ સૌથી દુર્ભાગ્યપૂર્ણ ઘટના હશે, કારણ કે, એક વાતથી નારાજ દુલ્હને વરરાજાની જાનને પાછી મોકલી દીધી હતી. દુલ્હને સ્પષ્ટ કહી દીધું કે, તે કોઈ અભણ અને અંગૂઠાછાપ છોકરા સાથે લગ્ન કરશે નહીં. આ બધું ત્યારે થયું જ્યારે દુલ્હન તરફથી વરરાજાને 2100 રૂપિયા ગણવા માટે આપ્યા હતા.
હકીકતમાં જોઈએ તો, આ ઘટના ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદની છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અહીં રહેતી દુલ્હનના લગ્ન મૈનપુરીના એક યુવક સાથે થઈ રહ્યા હતા અને તમામ જાનૈયા પણ પહોંચી ગયા હતા. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, દુલ્હનના પરિવારને એ વાતની જાણકારી નહોતી આપી કે, વરરાજો અભણ છે અને લગ્ન નક્કી થઈ ગયા. પણ આ જુઠ બહું લાંબુ ચાલ્યું નહીં.
કહ્યું- વરરાજાને આ રૂપિયા ગણાવો
કહેવાય છે કે, ગુરુવારે સાંજે જાન આવી અને લગ્નના તમામ વીધી પુરી થઈ, રાતના એક વાગ્યે અમુક રસમ બાકી હતી એ પણ પુરી થઈ. આ તમામની વચ્ચે કોઈએ દુલ્હનના ભાઈને જઈને કહ્યું કે, વરરાજો અભણ છે અને અંગૂઠાછાપ છે. ત્યાર બાદ તેને કસોટી લેવા માટે ભાઈએ વિધિની વચ્ચે જઈને 2100 રૂપિયા પંડિત આપ્યા અને કહ્યું કે, આ રૂપિયા વરરાજા પાસે ગણાવો, કેટલે છે જાણવુ છે. પંડિતે પણ એવું કર્યું.
બાદમાં હોબાળો થયો
પહેલા તો વરરાજાને પણ નવાઈ લાગી, પણ જ્યારે વરરાજાએ રૂપિયા ગણવાનું શરુ કર્યું તો, તે ગણી શક્યો નહીં, ત્યાર બાદ 10 રૂપિયાની પરચુરણ ગણવા માટે આપી, તો એ પણ ન ગણી શક્યો. પછી તો શું હોબાળો થયો. દુલ્હનના ભાઈએ તેની જાણકારી બહેને આપી, તો દુલ્હન ભડકી ગઈ અને તેણે તુરંત લગ્ન કરવાની ના પાડી દીધી. દુલ્હને સ્પષ્ટ કહી દીધું કે, તે અભણ અને અંગૂઠાછાપ છોકરા સાથે લગ્ન કરશે નહીં.
જાન લીલાતોરણે પાછી ફરી
આખી રાત દુલ્હનને મનાવવા વિતી ગઈ અને આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. ત્યાર બાદ વર અને કન્યા પક્ષના લોકો વચ્ચે સમાધાન થતાં જાન લીલાતોરણે પાછી ફરી અને લગ્ન થયાં નહીં.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર