Home /News /national-international /

આંધ્ર પ્રદેશની કેમિકલ ફેક્ટ્રીમાં મોટી દુર્ઘટના, એસિડ લિક બાદ બોયલર ફાટવાથી 6નાં મોત 12 ઘાયલ

આંધ્ર પ્રદેશની કેમિકલ ફેક્ટ્રીમાં મોટી દુર્ઘટના, એસિડ લિક બાદ બોયલર ફાટવાથી 6નાં મોત 12 ઘાયલ

એલુરુની કેમિકલ ફેક્ટ્રીમાં નાઇટ્રિક એસિડ અને મોનો મિથાઇલ લિક થયું હતું.

Andhra chamical factory fire: આંધ્ર પ્રદેશનાં એલુરુમાં પોરસ કેમિકલ ફેક્ટ્રીમાં બુધવારે મોડી રાત્રે આ દુર્ઘટના બની હતી. એલુરુનાં એશપીએ 6 લોકોનાં મોત અને 12 લોકોનાં ઘાયલ થયાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, ફેક્ટ્રીમાં નાઇટ્રિક એસિડ અને મોનો મિથાઇલ લિક થયું હતું અને તેનાં કારણે આગ લાગી હતી અને મોટી દુર્ઘટના થઇ હતી.

વધુ જુઓ ...
    બેંગલુરુ: આંધ્ર પ્રદેશમાં મોટી દુર્ઘટના થઇ જેમાં એક કેમિકલ ફેક્ટ્રીમાં આઘ બાદ બોયલર ફાટી જવાથી 6 લોકોનાં મોત થઇ ગયા અને 12 લોકો ઘાયલ થઇ ગયા હતાં. આ દૂર્ધટના એલુરુ જિલ્લામાં બુધવારે મોડી રાત્રે બની હતી. એલુરુનાં એસપી રાહુલ દેવ શર્માએ છ લોકોનાં મોતની પુષ્ટિ કતાં જણાવ્યું કે, ફેક્ટ્રીમાં નાઇટ્રિક એસિડ અને મોનો મિથાઇલ લિક થયું હતું. જેને કારણે આગ લાગી હતી અને આ દુર્ઘટના બની હતી.

    એલુરુનાં અખ્કિરેડ્ડીગુડેમમાં પોરસ લેબમાં આ ઘટના રાત્રે 11.30 વાગ્યે બની હતી. ફેક્ટ્રીમાં દવાઓમાં કામ આવતી સામગ્રી બનાવવામાં આવતી હતી. તે દરમિયાન બોયલરમાં કંઇક ખરાબી બાદ એસિડ લિક થયું હતું. જે બાદ જોરદાર ધડાકો થયતો અને આગ લાગી ગઇ। ફેક્ટ્રીમાં તે સમયે નાઇટ શિફ્ટમાં ઘણાં લોકો કામ કરી રહ્યાં હતાં. જે ધડાકો અને આગની ચપેટમાં આવી ગયા હતાં. એસપીએ 6 લોકોની મોતની પુષ્ટિ કરી છે. 12 લોકોનાં ઘાયલ થયાની જાણકારી પણ આપી છે.

    આ પણ વાંચો-વલસાડમાં ચમત્કારિક ઘટના! મૃત નવજાત બાળકીને સ્મશાન લઇ જતા જ થઇ જીવિત, પરિવારમાં હર્ષનો માહોલ

    ઘાયલમાં ઘણાંની હાલત ગંભીર છે. અધિકારીઓનું કહેવું છે કે, આ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે, એસિડ લીક કેવી રીતે થયું. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, મરનારા તમામ લોકો બિહારનાં રહેવાસી હતાં. જોકે, આ વાતની અધિકૃત પુષ્ટિ કરવામાં આવી નથી. અંધ્ર પ્રદેશ સરકારને મૃતકોનાં પરિજનોને 25025 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. ગંભીર રૂપથી ઘાયલોને 5-5 લાખ રૂપિયા આપવામાં આવશે. બાકી ઘાયલોને 2-2 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે.

    આ પહેલાં 11 એપ્રિલનાં ગુજરાતનાં ભરૂચમાં એક કેમિકલ ફેક્ટ્રીમાં ધડાકો થયો હતો જેમાં પણ 6 લોકોનાં મોત થયા હતાં. દહેજની GIDCમાં સ્થિત ઓમ ઓર્ગેનિક નામની ફેક્ટ્રીમાં પહેલાં આગ લાગી હતી જે બાદ મોટો ધડાકો થયો હતો. PM મોદીએ ઘટનામાં માર્યા ગયેલાં લોકોનાં પિરજનોને 2-2 લાખ અને ઘાયલોને 50-50 હજારની મદદની જાહેરાત કરી હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Acid leak, Aluru chemical leak, Andra Pradesh

    આગામી સમાચાર