Home /News /national-international /

ઝીંગો કૂદીને ખેડૂતની નાકમાં ઘૂસી ગયો હતો, ડોક્ટરે જીવતો બહાર કાઢ્યો!

ઝીંગો કૂદીને ખેડૂતની નાકમાં ઘૂસી ગયો હતો, ડોક્ટરે જીવતો બહાર કાઢ્યો!

અચાનક એક ઝીંગો પાણીમાંથી કૂદીને તેના નાકમાં ફસાઈ ગયો ગયો હતો

ઝીંગો ખેડૂતની નાકમાં ઘૂસી ગયો હતો. જેના કારણે ખેડૂત (farmer)ને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી અને જીવન માટે સંઘર્ષ કરી રહ્યો હતો

    આંધ્રપ્રદેશ: દેશ-દુનિયામાં રોજ અનેક ઘટનાઓ બનતી હોય છે, પરંતુ ઘણી વખત આપણી આસપાસ એવી ઘટનાઓ બનતી હોય છે જે સામાન્ય રીતે બનતી નથી. આવી વિચિત્ર ઘટનાઓ આશ્ચર્યચકિત કરવાની સાથે સહેલાઇથી ગળે પણ ઉતરતી નથી છતાં જેની સાથે ઘટના બની હોય છે તે તેનું જ મન જાણતું હોય છે. આવી જ એક ઘટના આંધ્રપ્રદેશમાં સામે આવી છે, જેણે લોકોને ચોંકાવી દીધા છે. એક ઝીંગા (Shrimp)ના કરાણે ખેડૂતનું જીવ તાળવે ચોંટી ગયું હતું. જોકે, ડોક્ટર્સે ખૂબ જ સાવચેતીપૂર્વક ખેડૂતનો જીવ બચાવી લીધો છે.

    આ ઘટના આંધ્રપ્રદેશનાપશ્ચિમ ગોદાવરી જિલ્લાના ગણપાવરમમાં બની હતી. અહીં ઝીંગો ખેડૂતની નાકમાં ઘૂસી ગયો હતો. જેના કારણે ખેડૂત (farmer)ને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી અને જીવન માટે સંઘર્ષ કરી રહ્યો હતો. જોકે, સદનસીબે સમયસર ડોક્ટર પાસે પહોંચી જતાં તેનો જીવ બચી ગયો હતો. ડોક્ટરે (doctor) ખૂબ જ સાવચેતીપૂર્વક ખેડૂતના નાકમાંથી ઝીંગો કાઢ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ડોક્ટરેને ખેડૂતના નાકમાંથી ઝીંગો કાઢ્યો ત્યારે તે જીવતો હતો.


    મળતી માહિતી અનુસાર, એક ખેડૂત સત્યનારાયણ ગણપવરમ નજીકના ખેતરના તળાવમાં ખેતી કરી રહ્યો હતો, ત્યારે અચાનક એક ઝીંગો પાણીમાંથી કૂદીને તેના નાકમાં ફસાઈ ગયો ગચો. જ્યારે ખેડૂતે નાક હલાવીને તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો તો તે નાકમાંથી બહાર નીકળવાને બદલે વધુ અંદર જઇને ફસાઈ ગયો હતો. જે બાદ ખેડૂતને શ્વાસ લેવામાં બહુ મુશ્કેલી પડી રહી હતી. સમય જતાં તે શ્વાસ લેવા અસમર્થ હતો. આ સ્થિતિ જોતાં અન્ય એક ખેડૂત મિત્ર તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ ગયા હતા.

    આ પણ વાંચો: Bihar Marriage: પ્રેમિકાના લગ્ન સમયે પ્રેમી થયો 'પાગલ', સ્ટેજ પર જઈને પહેરાવી દીધી વરમાળા

    ડોકટરોએ એન્ડોસ્કોપીની મદદથી ઝીંગાને શોધી કાઢ્યો હતો. સત્યનારાયણના નાકના આંતરિક ભાગ સુધી પહોંચી ગયો હતો અને ફસાઇ ગયો હતો. ડોકટરોએ કુનેહપૂર્વક તેના નાકમાંથી ઝીંગાને સ્કીવર વડે કોઈ નુકસાન પહોંચાડ્યા વિના કાઢી નાખ્યો હતો અને આ વિચિત્ર ઘટના બનતા ખેડૂતનો જીવ બચી ગયો હતો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Andra Pradesh, National news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन