આંઘ્રપ્રદેશ: સરકાર રાજ્યની 93 લાખ મહિલાઓને 10 હજાર રૂપિયા અને મોબાઇલ ફોન આપશે

News18 Gujarati
Updated: January 25, 2019, 4:21 PM IST
આંઘ્રપ્રદેશ: સરકાર રાજ્યની 93 લાખ મહિલાઓને 10 હજાર રૂપિયા અને મોબાઇલ ફોન આપશે
આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રા બાબુ નાયડુની ફાઇલ તસવીર

ચંદ્રાબાબુ સરકારના નિર્ણય રાજ્યમાં સેલ્ફ સપોર્ટ વુમન ગ્રુપના 93 લાખ મહિલાને મદદ કરાશે.

  • Share this:
પીવી રમણ કુમાર

લોકસભાની ચૂંટણી પહેલાં રાજકીય પક્ષોએ પોતાના મતદારોને લલચાવવા માટે જુદી જુદી યોજનાોની શરૂઆત કરી દીધી છે. આંધ્રપ્રદેશની ચંદ્રબાબુ નાયડુ સરકારે આવી જ એક યોજનાની જાહેરાત કરી હતી. ચંદ્રાબાબુ સરકારે જાહેરાત કરી છે કે લોકસભાની ચૂંટણી પહેલા સેલ્ફ સપોર્ટ ગ્રુપની મહિલાઓને સરકાર તરફથી રૂપિયા 10,000 અને એક સ્માર્ટફોન આપવામાં આવશે.

શુક્રવારે રાજ્યના અમરાવતીમાં ચંદ્રબાબુ નાયડુ દ્વારા આ યોજનાની જાહેરાત કરવા માટે 'પસુપુ કુમકુમ' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ યોજના મુજબ મહિલાઓને ત્રણ હપ્તામાં દસ હજાર રૂપિયા સરકાર ચુકવાશે. મહિલાઓને ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડીયામાં રૂપિયા 2500, છેલ્લા અઠવાડીયામાં રૂપિયા 3000 હજાર અને અંતિમ અઠવાડીયામાં રૂપિયા 4,000 ચુકવાશે. સરકાર લોકસભાની ચૂંટણી પહેલાં મોબાઈલ ફોન પણ મહિલાઓને આપશે.

આ યોજનાની જાહેરાત કરવા એક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું, “હું મારી બહેનોના સ્વમાનની રક્ષા કરવા માગુ છુ. હું ભાઈ તરીકે તેમની મદદ કરી રહ્યો છુ, અમારી પાસે પુરતા પૈસા નથી છતાં અમે ઉધાર પૈસા લઈને પણ અમારી બહેનોને પૈસા ચુકવીશુ.”

આ પણ વાંચો: 27મી જાન્યુઆરીએ NCP તરફથી મોટા સમાચાર મળશે : શંકરસિંહ વાઘેલા

આ યોજના અંતર્ગત ચંદ્રાબાબુ સરકાર 93 લાખ મહિલાઓને રોકડ અને સ્માર્ટફોન ચુકવશે. આ યોજનાના લીધે સરકાર પર 9400 કરોડનો બોજ પડશે. અગાઉ ચંદ્રા બાબુ સરકારે આ મહિલાઓ માટે રૂપિયા 2116 કરોડ લોન માફીના વ્યાજ પેટે ચુકવ્યા હતા. સરકારે ચાર વર્ષમાં મહિલાઓ પાછળ રૂપિયા 8,604 કરોડ ખર્ચ કર્યા છે.હાફિઝ સઈદની સંસ્થા સાથે કનેક્શનનો ઘટસ્ફોટ, સુરતમાં પ્રથમ વખત NIAના દરોડા

મહિલાઓએ સરકારની આ યોજનાને વધાવી હતી જ્યારે રાજ્યના મુખ્ય વિપક્ષ વાયએસઆરસીપીએ આ યોજનાને નોટના બદલામાં વોટ મેળવવાના ગતકડા તરીકે ગણાવી હતી.

અચ્છે દિન? એક વર્ષમાં રોજગારીની તકો સર્જવામાં 13 ટકાનો ઘટાડો
First published: January 25, 2019, 2:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading