આંધ્રપ્રદેશની નવી સરકારમાં બની શકે છે 5 ડેપ્યુટી CM

News18 Gujarati
Updated: June 7, 2019, 2:15 PM IST
આંધ્રપ્રદેશની નવી સરકારમાં બની શકે છે 5 ડેપ્યુટી CM
આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી પદનામિત જગન મોહન રેડ્ડી

તમામ ડેપ્યુટી સીએમ અલગ અલગ સમુદાયના હશે. જેમાં એસસી, એસટી, બીસી અને અલ્પસંખ્યક અને કાપુ સમુદાયનો સમાવેશ થાય છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી જગન મોહન રેડ્ડીની કેબિનેટમાં રાજ્યના 5 અલગ અલગ વિસ્તારના પાંચ ડેપ્યુટી સીએમ હશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યના રાયલસીમા, પ્રકાશમ, કૃષ્મા ડેલ્ટા, ગોદાવરી, વિભાગના પાંચ અલગ અળગ ડેપ્યુટી સીએમની નિમણૂક કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ મુખ્ય મંત્રી સાથે પાંચ ઉપમુખ્ય મંત્રી, 19 કેબિનેટ મંત્રી કાલે સવારે 11.49 કલાકે શપથ લેશે. શપથગ્રહણ સમારોહ સવારે અમરાવતીમાં યોજાશે. શુક્રવારે વાયએસઆર કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ મંત્રી મંડળમાં 2.5 વર્ષ બાદ પરિવર્તન કરવામાં આવશે.

આ પણ વાંચો : BJPના MLA બોલ્યા, 'RSSના 100 વર્ષની સમાપ્તી પર ભારત હિંદુ રાષ્ટ્ર જાહેર થશે'

151 બેઠકો પર જીત
જગનમોહન રેડ્ડીની પાર્ટીએ રાજ્યમાં 175 વિધાનસભા બેઠકોમાંથી 151 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે ચંદ્રાબાબુ નાયડુની ટીડીપી પાર્ટી 102માંથી 23 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. વાયએસઆર કોંગ્રેસને 49.9 % જ્યારે ટીડીપીને 39.2 % મત મળ્યા હતા.

વર્ષ 2009માં રાજકારણમાં પ્રવેશ કરનાર જગનમોહન રેડ્ડીના પિતા આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી હતા. અગાઉ તેમની પાર્ટીને સોનિયા ગાંધીનું સમર્થન હતું જોકે, વર્ષ 2010માં જગને વાયએસ વિજયમ્મા સાથે મળી કોંગ્રેસનું ગઠબંધન તોડી અને પોતાની અલગ પાર્ટી બનાવી હતી.
First published: June 7, 2019, 2:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading