વિજયવાડાના કોવિડ સેન્ટરમાં આગ લાગવાથી 7 લોકોનાં મોત, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

News18 Gujarati
Updated: August 9, 2020, 10:32 AM IST
વિજયવાડાના કોવિડ સેન્ટરમાં આગ લાગવાથી 7 લોકોનાં મોત, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વિજયવાડા પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોત થયા છે અને 30 લોકોને બચાવી લેવામાં આવ્યા છે

વિજયવાડા પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોત થયા છે અને 30 લોકોને બચાવી લેવામાં આવ્યા છે

  • Share this:
વિજયવાડાઃ આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)ના વિજયવાડા (Vijayawada) સ્થિત હોટલમાં આગ લાગી ગઈ. ફાયર ફાઇટર્સે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો છે. આ હોટલનો ઉપયોગ કોવિડ સેન્ટર (Covid Center Fire Tragedy) તરીકે કરવામાં આવી રહ્યો હતો. હોટલની અંદર ફસાયેલા અન્ય લોકોને પણ સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ દુર્ઘટના હોટલ સ્વર્ણ પેલેસમાં બની. હોટલમાં 40 લોકો હોવાના અહેવાલ હતા. જેમાં 30 કોરોના દર્દી અને 10 લોકો હૉસ્પિટલનો સ્ટાફ હતો.

વિજયવાડા પોલીસે એએનઆઈને જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોત થયા છે અને 30 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ખૂબ જ મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઘાયલોને સારવાર માટે નજીકની સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી પોતે આ દુર્ઘટના પર નજર રાખી રહ્યા છે અને તેઓએ પ્રશાસનને ઘાયલોની સારવાર માટે નિર્દેશ આપ્યા છે. હાલ આગ પર કાબૂ મેળવ્યા બાદ સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી છે અને ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત છે.

આ પણ વાંચો, ભારતે ચીનને આપી ચેતવણી, ડેપસાંગ સેક્ટરથી આર્મીને તાત્કાલિક પાછળ હટાવે

અત્યાર સુધીની મળતી જાણકારી મુજબ, હોટલમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. ફાયર વિભાગના અધિકારીઓ મુજબ, આગ સવારે 5 વાગ્યે લાગી હતી.

વિજયવાડા આગ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે શોક જાહેર કરતાં કેન્દ્ર તરફથી રાજ્ય સરકારને શક્ય તમામ મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે.


વડાપ્રધાને ટ્વિટ કરીને લખ્યું કે, વિજયવાડાના એક કોવિડ કેર સેન્ટરમાં આગ લગવાથી દુઃખી છું. મારી પ્રાર્થના એ લોકોની સાથે છે જેઓએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ થયેલા લોકો ઝડપથી સાજા થઈ જાય. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીજીની સાથે હાલની સ્થિતિ પર ચર્ચા કરી અને શક્ય તમામ સહયતાનું આશ્વાસન આપ્યું છે.

આ પણ વાંચો, 15 ઓગસ્ટે PM મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે ક્વૉરન્ટિન થયા 350 પોલીસ અધિકારી

આગથી બચવા માટે લોકો બારીઓમાંથી કૂદ્યા

પ્રત્યક્ષદર્શીઓ મુજબ, હોટલમાં આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે ડરના કારણે હોટલની બારીઓથી લોકો નીચે કૂદી પડ્યા. આ દરમિયાન અનેક લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ છે. આગથી પોતાને બચાવવા માટે અનેક લોકો હોટલની છત પર જતા રહ્યા અને ત્યાંથી લટકતા જોવા મળ્યા.
Published by: Mrunal Bhojak
First published: August 9, 2020, 9:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading