Home /News /national-international /

પ્રેમીએ પ્રેમિકાને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, તો યુવતીએ સળગતા પ્રેમીને પણ ખેંચી લીધો, બંનેના મોત

પ્રેમીએ પ્રેમિકાને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, તો યુવતીએ સળગતા પ્રેમીને પણ ખેંચી લીધો, બંનેના મોત

પ્રતિકાત્મક તસવીર

એવો કિસ્સો સામે આવ્યો છે, જે તમે કદાચ ક્યારે નહીં સાંભળ્યો હોય. અહીં એક પ્રેમીએ પ્રેમિકાને જીવતી સળગાવી, તો પ્રેમિકાએ સળગતી હાલતમાં પ્રેમીને ખેંચી લીધો અને બંનેના મોત થયા

    વિજયવાડા: કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે, પ્રેમમાં પડ્યા બાદ ક્યારેક લોકો બધુ ભાન ભુલી જાય છે, અને ના કરવાનું કામ કરી બેસે છે. અનેક વખત પ્રેમી પંખીડાઓના આપઘાતના કેસ તો સામે આવ્યા છે, પરંતુ આંધ્રપ્રદેશમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે તમે કદાચ ક્યારે નહીં સાંભળ્યો હોય. અહીં એક પ્રેમીએ પ્રેમિકાને જીવતી સળગાવી, તો પ્રેમિકાએ સળગતી હાલતમાં પ્રેમીને ખેંચી લીધો અને બંનેના મોત થયા છે.

    આંધ્રપ્રદેશના વિજયવાડા જિલ્લામાં 24 વર્ષની એક યુવતીને પ્રેમીએ જીવતી સળગાવી મારી નાખવાની કોશિશ કરી, તો પ્રેમિકાે સળગતા સળગતા પ્રેમીને પણ ખેંચી લીધો અને બંનેના સળગી જવાથી મોત થઈ ગયા.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના દરમિયાન યુવતી પર જ્યારે પ્રેમીએ પેટ્રોલ નાખી સળગાવી તો, યુવતીએ પ્રેમીને પણ સળગતા સમયે આગમાં ખેંચી લીધો અને પકડી રાખ્યો. જેના કારણે પ્રેમી પણ 80 ટકા સળગી ગયો. બાદમાં સારવાર દરમિયાન બંનેના મોત થઈ ગયા. યુવતીની ઓળખ વિજયવાડાના એક કોવિડ સેન્ટરમાં નર્સ તરીકે થઈ છે.

    સુરતમાં રોમિયોનો ત્રાસ: કાકાના બાઈક પાછળ બેઠીતી, ટ્રાફિક સિગ્નલ પર યુવકે કમરે હાથ નાખ્યો

    સુરતમાં રોમિયોનો ત્રાસ: કાકાના બાઈક પાછળ બેઠીતી, ટ્રાફિક સિગ્નલ પર યુવકે કમરે હાથ નાખ્યો

    પોલીસના જણાવ્યા અનુસાર, યુવક અને યુવતી છેલ્લા ચાર વર્ષથી રિલેશનમાં હતા. આ સમયે બંને વચ્ચે કોઈ વાતને લઈ ઝગડો થયો અને બંનેએ બ્રેકઅપનો નિર્ણય લઈ લીધો. યુવતી પ્રેમી સાથેનો સંબંધ તોડી પૂરી રીતે પોતાની નવી જિંદગી જીવવા લાગી હતી. પરંતુ, પ્રેમી આ વાત માનવા તૈયાર જ ન હતો. તે વારંવાર તેને લગ્ન કરવા માટે દબાણ કરતો રહેતો હતો. પોલીસ અનુસાર, યુવક વારંવાર યુવતીનો પીછો કરી રોજે-રોજ હેરાન પણ કરતો હતો. આખરે 5 ઓક્ટોબરે યુવતીએ વિજયવાડા ગવર્ેન્ટ પોલીસ સ્ટેશનમાં આ મામલે પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

    ફરિયાદના આધારે પોલીસે યુવકને પોલીસ સ્ટેશન બોલાવી ચેતવણી આપી હતી. આ સમયે યુવકે એક અંડરટેકિંગ આપતા કહ્યું હતું કે, તે હવે યુવતીને ક્યારે પણ પરેશાન નહીં કરે. ત્યારબાદ યુવતીએ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.

    સુરત: ગ્રાહકે દુકાનદાર મહિલાની છાતી પર હાથ ફેરવ્યો, 'શામ કો તુજે ઔર તેરે મરદ કો માર દુંગા'

    સુરત: ગ્રાહકે દુકાનદાર મહિલાની છાતી પર હાથ ફેરવ્યો, 'શામ કો તુજે ઔર તેરે મરદ કો માર દુંગા'

    સોમવારે યુવતી પોતાની નોકરી પતાવી ઘરે જઈ રહી હતી, ત્યારે તેની પાછળ યુવક આવી ગયો. બંને વચ્ચે તે સમયે ખુબ બબાલ થઈ. બોલાચાલી એટલી હદે વધી ગઈ કે યુવકે પેટ્રોલ નીકાળ્યું અને યુવતી પર છાંટી યુવતીને આગના હવાલે કરી દીધી. આગની લપેટોમાં ઘેરાયેલી યુવતીએ આ દરમિયાન દોડી યુવકને પણ પકડી લીધો, અને છોડ્યો જ નહીં, જેના કારણે બંને લોકો આગની લપેટમાં આવી ગયા.

    પોલીસ અનુસાર, આસપાસના સ્થાનિક લોકો અવાજ સાંભળી પહોંચ્યા અને આગ ઓલવવાની કોશિશ કરી અને આગ ઓલવ્યા બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ખરાબ રીતે સળગી જવાથી બંનેના મોત થઈ ગયા છે.
    Published by:kiran mehta
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन